શિયાળામાં લીલી ડુંગળી ખાવાથી થતા અઢળક ફાયદાઓ તમને ખબર નહિ જ હોય

શિયાળાના દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોટા પ્રમાણમાં ડુંગળીના રોપાનો ઉછેર થાય છે.અને માટે બજારોમાં લીલી પાનવાળી ડુંગળીની વધારે માત્રામાં આવક થાય છે.જેને “લીલી ડુંગળી” અથવા “કાંદા”ના નામે ઓળખાય છે.લીલી ડુંગળીનો સ્વાદ એકદમ અલગ અને પસંદીદાર હોઇ એનું શાક,સંભારો,સુપ અને અન્ય વાનગીઓ પણ બને છે.ત્યારે તમને ખ્યાલ નહિ હોય એવા ડુંગળીના ૬ જબરદસ્ત ફાયદાઓ વિશે જરૂરથી વાંચો

1.લીલી ડુંગળી અનેક રીતે ગુણકારી છે.તેનો એવો એક ગુણ છે – હદયરોગની સંભાવના ઘટાડવાનો.લીલી ડુંગળી અર્થાત્ કાંદામાં એન્ટિ-ઓક્સિડેન્ટસનું પ્રમાણ વધારે હોય છે.જે હદયની સમસ્યાઓના ધરમૂળ જેવા કોલેસ્ટેરોલની માત્રા મહ્દઅંશે ઘટાડી નાખે છે.આથી હાર્ટ-એટેકનું જોખમ ટળે છે.કાંદાના આવા એન્ટીબેક્ટેરીયલ ગુણને લીધે જ તે પાચનની સમસ્યામાં પણ ઉપયોગી બને છે.લીલી ડુંગળીમાં ક્રોમિયમનું પ્રમાણ વધારે હોય છે.

2.કાંદાના સેવનથી શરીરની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.કાંદો ચહેરા પરથી કરચલીઓ દુર કરી ત્વચાને મુલાયમ બનાવે છે.આંખોની રોશનીમાં વધારાનો ગુણ પણ કાંદામાં રહેલો છે.વળી,સુક્ષ્મ પોષકતત્વોના સ્તરને પણ શરીરમાં સપ્રમાણિત કરે છે.

3.વાળ ખરવાની સમસ્યા હોય તો વાળ પર કાંદાના રસની માલિશ કરી ચોપડવાથી વાળ ખરતા બંધ થાય છે.એટલું જ નહિ,આવી રીતે લેપ લગાડવાથી ઓછી ઉંમરમાં સફેદ થયેલા વાળ ફરીથી કાળા થાય છે.

4.હિસ્ટોરિઆ પ્રકારના મનોગત રોગમાં જો માણસ બેભાન થઇ જાય તો તેને કાંદાને કચરીને તે સુંઘાડવાથી ભાનમાં આવે છે.વળી,કાંદામાં એન્ટિ-ઇન્ફ્લામેટરી અને એન્ટિ-હિસ્ટામાઇન ગુણ પણ હોવાથી તે અસ્થમાં [ શ્વાસની તકલીફને લીધે થતો દમનો રોગ ] અને ગઠિયા [ આર્થરાઇટિસ ]ના રોગીઓ માટે લાભદાયક રહે છે.કાંદામાં સલ્ફરની માત્રા વધારે હોઇ તેનાથી હાડકાં મજબુત થાય છે.

5.મુત્રમાર્ગમાં કોઇ ખામીને લીધે રખે પેશાબ બંધ થઇ જાય તો બે ચમચી લીલી ડુંગળી અને ઘઉંના લોટને મિશ્ર કરી,એને ગરમ કરી લેપ બનાવી લેવો.ત્યારબાદ આ લેપ પેટ પર લગાવવાથીમ પેશાબ આવવો ફરી શરૂ થઇ જાય છે.કાંદાને પાણીમાં ઉકાળીને એ પાણી પીવાથી પણ પેશાબ સબંધી સમસ્યાઓ દુર થાય છે.

6.કાંદો ઘણી સમસ્યાઓ માટે તારણહાર છે.જેમ કે,શરદી થતા કાંદો ખાવાથી ઘણી રાહત થાય છે.સરસવનું તેલ અને ડુંગળીનો રસ એકઠો કરીને દુખતા હાડકા પર માલિશ કરવાથી ગઠિયાના રોગમાં ફરક પડે છે.વળી,કાંદામાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે પેટના કેન્સરથી બચાવે છે.કાંદામાં વિટામીન એ,વિટામીન સી અને વિટામીન કે વધારે માત્રામાં હોય છે.સર્પદંશમાં પણ કાંદો ઔષધિનું કામ કરે છે.એડીમાં કાંદાનો લેપ લગાડવાથી ફાયદો થાય છે.મોતિયો,માથાનો દુખાવો કે કાનની પીડામાં પણ કાંદો ઉપયોગી છે.

આટઆટલાં ફાયદા જાણીને હજી જો કાંદો ખાવાની શરૂઆત ન કરી હોય તો કરી દેજો હવે…!

સંકલન – Kaushal Barad

નોંધ: પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે શેર જરૂર કરો પણ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીનની પરવાનગી વગર આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવી નહિ.

Leave a Reply

error: Content is protected !!