ઘરેથી નીકળતા પહેલા ગળ્યું ખાવું એ અંધશ્રદ્ધા કે વિજ્ઞાન? – વાંચવા જેવું

જયારે તમે પરીક્ષા કે ઈન્ટર્વ્યુ માટે જતા હશો અથવા તો અગત્યના કામ માટે ઘરેથી નીકળતા હશો તો ઘરના વડીલો તમને કંઈક ગળ્યું ખાઈને નીકળવાની સલાહ આપતા હશે. ઘરમાંથી બહાર નીકળતી વખતે ગળ્યું ખાવાને શુભ માનવામાં આવે છે. આ રિવાજની શરુઆત ક્યારથી થઈ તેની તો કોઈ માહિતી નથી, પરંતુ આયુર્વેદ અનુસાર, આ રિવાજ માત્ર અંધશ્રદ્ધા કે શ્રદ્ધા નથી, તેની પાછળ વિજ્ઞાન પણ છુપાયેલું છે.

દહીં-ખાંડનો રિવાજ પણ આ જ રીતે આવ્યો

કોઈ શુભ અથવા અગત્યના કામ પર જતા પહેલા દહીં-ખાંડ ખાવાનો રિવાજ ઘણી જગ્યાએ જોવા મળશે. આમ કરતા મોટાભાગના લોકો માને છે કે, દહીં-ખાંડ ખાવાને કારણે કોન્સન્ટ્રેશન વધે છે અને પરીક્ષામાં અથવા અન્ય કોઈ પણ કામમાં સારી રીતે ફોકસ કરી શકાય છે.

આયુર્વેદ અને અન્ય નિષ્ણાંતો નો મત

આયુર્વેદ અનુસાર, પહેલાના સમયમાં બહાર નીકળો તો ખાણી-પીણીની વસ્તુઓ સરળતાથી નહોતી મળી શકતી. માટે જો ઘરેથી નીકળતાં પહેલા કંઈક ગળ્યું ખાવામાં આવે તો ઈન્સ્ટન્ટ એનર્જી મળે અને લાંબો સમય સુધી ભુખ પર કંટ્રોલ રાખી શકાય. દહીં અને ખાંડનું કોમ્બિનેશન પણ આ જ કારણોસર કરવામાં આવ્યુ હતુ.

ક્યારે થઈ આ પરંપરાની શરુઆત?

ભારતીય પરંપરા અનુસાર ગળ્યું ખાવાને શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, રાજાઓ જ્યારે યુદ્ધ માટે જતા હતા તો દહીં અને ખાંડ ખાઈને જતા હતા. દહીંને શુભ માનવામાં આવતુ હતુ અને ખાંડ એનર્જી મળે તે માટે ઉમેરવામાં આવતી હતી.

શું સ્વાસ્થ્ય છે કેન્દ્રમાં?

લોકો જે પણ કારણોસર ગળ્યું ખાઈને નીકળતા હોય, પરંતુ તેના આ વૈજ્ઞાનિક કારણો જાણીને લાગે છે કે પહેલાના સમયમાં આની શરુઆત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હશે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!