તૈમૂરની આ બહેન પણ તેનાથી કંઈ ઓછી ક્યૂટ નથી

ક્યૂટનેસમાં તૈમૂરને ટક્કર

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર તો ચર્ચામાં રહે જ છે, પણ આજે અમે તમને તેની બહેન સાથે મળાવીશું, જે તેના જેટલી જ ક્યૂટ દેખાય છે.

સોહાની પુત્રી છે ઇનાયા

તૈમૂરની આ બહેન બીજી કોઈ નહિ, પણ સોહા અલી ખાનની પુત્રી ઇનાન્યા નૌમી છે.

એરપોર્ટ પર સ્પોટ થઈ ઇનાયા

તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાન તેની પુક્ષી ઇનાયા નૌમી ખેમૂ સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

ગત 29 સપ્ટે.એ થયો જન્મ

સોહા અલી ખાન અને કુણાલ ખેમૂની આ પુત્રીનો જન્મ 29 સપ્ટેમ્બરે થયો હતો.

પિંક કપડાંમાં ક્યૂટ લાગે છે ઇનાયા

એરપોર્ટ પર સોહા અલી ખાન ટ્રેક સૂટમાં હતી, જ્યારે તેણે ઇનાયાને પિંક કલરની ગોદડીમાં રાખી તેડી હતી.

… પણ ન આપી શકી સ્માઇલ!

એરપોર્ટ પર સોહા અલી ખાન ઇનાયાને લઈ જઈ રહી હતી ત્યારે તે ભરપૂર ઊંઘમાં હતી.

ક્યૂટનેસમાં મામી કરીનાના પુત્રને ટક્કર

ઇનાયાની આ ક્યૂટ તસવીરો જોયા બાદ એ કહેવામાં અતિશયોક્તિ નથી કે ક્યૂનેસના મામલે તે મામી કરીના કપૂરનો પુત્ર તૈમૂરને ટક્કર આપશે.

પહેલી વાર એરપોર્ટ પર દેખાયાં માતા-પુત્રી

એરપોર્ટ પર ઇનાયા તેની માતા સાથે પહેલી વાર સ્પોટ થઈ છે.

સોશિયલ મીડિયા પર મળે છે ઝલક

આ પહેલાં સોશિયલ મીડિયા પર સોહા અલી ખાન અને કુણાલ ખેમૂએ ઇનાયાની તસવીરો પોસ્ટ કરી હતી.

એરપોર્ટ પર સોહા હતી ખુશ

પુત્રીને ખોળામાં લઈ જઈ રહેલી સોહા અલી ખાન ખૂબ ખુશ જણાતી હતી. સોહાએ પ્રેગ્નેન્સી દરમિયાન બેબી બમ્પની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

સ્ટાર કિડ્સની ચર્ચા

ફિલ્મોથી તો સોહા ઘણા સમયથી દૂર છે અને પુત્રીના જન્મ બાદ તે સંપૂર્ણ સમય તેને આપવા માગે છે. સ્ટાર કિડ્સની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ કરતાં વધુ તેમના બાળકોની તસવીરો આજકાલ છવાયેલી રહે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!