અલ્કાબેન કહે છે આ રીતે બનાવો બેસ્ટ લીલી તુવેરની કચોરી

‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ થકી અમે રોજ તમને નવી નવી રેસીપી મોકલીએ છીએ. આપ લોકોના પ્રેમ ને લીધે રોજ નવી રેસીપી મોકલવાની સાથે આજે ‘લીલી તુવેરની કચોરી’ બનાવવાની બેસ્ટ રીત મોકલીએ છીએ.

લીલી તુવેરની કચોરી બનાવવા જરૂરી સામગ્રી:

લીલી તુવેર દાણાં 400 ગ્રામ

લીલાં મરચાં 5 નંગ

લીલાં લવિંગિયા મરચાં 5 નંગ

સુકા કોપરાનું છિણ 100 ગ્રામ

કિસમિસ 50 ગ્રામ

તેલ 5ml

લીંબુ 1

ખાંડ 1 નાની ચમચી

નમક સ્વાદ પ્રમાણે

કચોરીનું પડ બનાવવાં માટે

મેંદાનો લોટ 400 ગ્રામ

તેલ 200ml

પાણી 200ml

નમક સ્વાદ મુજબ

લીલી તુવેરની કચોરી કઈ રીતે બનાવશો?

તેલ પાણી બરાબર મિક્સ કરી બાજુ પર રાખવું. 30 મિનિટ્ પછી તેમાં મેંદાનો લોટ ઉમેરવો લોટ કઠણ ન થવો જોઈએ.

લીલી તુવેર દાણાં અને લીલાં મરચાં ને કકરું પીસવું. નોન સ્ટિક પેનમાં 5ml તેલમાં કિસમિસ સાંતળી લેવી.

ત્યારબાદ કકરું પીસેલ છે તે પેનમાં 7 થી 10 મિનિટ્ હલાવતાં રહેવું સાથે નમક ખાંડ લીંબુ કિસમિસ ઉમેરવું. બરાબર મિક્સ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું. બરાબર ઠંડું થાય એટલે નાનાં ગોળા વાળી લો.

મેંદાના નાના લુઅાને ડાબાં હાથ ની ચાર આંંગળી પર રાખી તેને ગોળ પુરી જેવું બનાવી તેમાં તુવેરનો નાનો ગોળો મુકી હળવાં હાથે ગોળ બનાવો.


બધીજ કચોરી કાચીપાકી તળવી.


કાચીપાકી કચોરી ડબલ ફ્રાય કરી ને તીખીમીઠી ચટણી સાથે ખાય શકાય

કચોરી કાચીપાકી તળીને ઠંડી થાય પછી ફ્રિઝર માં પ્લાસ્ટિક નાં ડબ્બામાં પણ સ્ટોર કરી શકાય

રેસીપી મોકલનાર – અલ્કાબેન

Leave a Reply

error: Content is protected !!