તમારી બાળપણની ઉતરાયણ આવી હતી? પતંગ અને નાનપણ : ખાટ્ટી-મીઠી યાદો

જેવી રીતે બે વીર યોદ્ધાઓ વચ્ચે યુદ્ધ થયું હોય અને એમાંથી જીતનાર યોદ્ધા પોતાની શાનદાર જીતને યાદગાર બનાવવા માટે પોતાની તલવારને રાજમહેલની વચ્ચો-વચ્ચ ગોઠવે એવી જ રીતે અમારાં અનીસ ભાઈએ એક પતંગ સાચવીને મુકી દીધો. કારણ કે, ગઇકાલે પહેલી વખત એ પતંગ દૂર-દૂર સુધી ચગ્યો હતો. એ પતંગ સ્થિર હતો અને એ પતંગ વડે જ અડ્યૂ કે ડાપ પેચ કર્યો હતો.

હમ્મ…આપણે પણ નાના હતાં ત્યારે બસ..આવું જ તો કરતા હતાં… છેલ્લે સુધી વાંચજો મજા આવશે.

● દોરાનો દડો લપેટવાનો..

● બીજાની ફીરકીમાંથી દોરો કટ કરીને ભાગી જવું.

● બીજાનો પતંગ ઢબે એટલે તોડીને છુમંતર.

● ગાંઠા-ગળીયા ભેગા કરીને લસ્સો બનાવવો.

● ઉડતા પતંગમાં લંગર નાખવાનાં.

● પતંગ ન હોય તો લંગર-પેચ.

● છેડી પકડવાની.

● પતંગ સાથે ફૂમકા બાંધવાનાં.

● પતંગનો ઠૉલો તુટી જાય કે કમાન છટકી જાય તો ઓપરેશન કરવાનું.

● પતંગ ન હોય તો જબ્લાનાં કે પ્લાસ્ટિકનાં પતંગ હાથે બનાવવાનાં..

● ઉપર આકાશમાં દુર-દુર સુધી ઉડાવેલ પતંગ માત્ર પકડવા મળે એ આશાએ મિત્રની ફીરકી પકડવી..

● કાંટાળા જાબા (જયળા) લઈને ગમે ત્યાં કુદી પડવું.

● પતંગ લૂંટતા કાચ-કાંટા વાગે, હાથમાં ચીરા પડે, પડ્યે-આખ્ળીએ એમ છતા દર્દ ના થાય. દર્દ તો રાત્રે જમતી ફેરી કે સૂતી વખતે જ થાય. પણ બીજા દિવસે હતાંને એવાં..

● જ્યાં રીલ પવાતું હોય ત્યાં તો કલાકો સુધી જોઇ રહેતાં.. બધાં મિત્રો ભેગા મળીને માંજો તૈયાર કરે ત્યારે તો આનંદ જ અલગ હોય.

● ક્યારેક એક જ પતંગને બે લૂંટારા એકસાથે પકડે ત્યારે કાંટા-છાપા થાય અને સિક્કો ના હોય તો ઠીકરૂ ઉડાવીને ભીનું-કોરૂ કરતા..

● ભાગમાં પતંગ લૂંટવાનાં.. ભાગ પાડતી વખતે એક મિત્રને સંતાવા મોકલવાનો અને પતંગ દોરાની અલગ-અલગ ઢગલી પર જુદી-જુદી નિશાનીઓ મુકીને ભાગ પાડવાનો…ઓહો ! એ દિવસો..

● કોઈ હરીફ અથવા જે મિત્ર સાથે આપણે થોડીવાર માટે કિટ્ટા કર્યા હોય એનો પતંગ કાપીએ એટલે દેકારા ને પડકારા…અને પોતાનો પતંગ કપાઈ ત્યારે ગાળોય બોલી લેવાની..દોરીનો વાંક કાઢી લેવાનો, ફીરકી પકડવાવાળા નિર્દોષ ભાઈબંધનો પણ વારો પાડી દેવાનો..

● અડ્યૂ કે ડાપ..લપેટ.. લપેટ..હાલ…હાલ..નીકળ.

● એક વેંતનું પાક્કું માપ લઈને પતંગનાં કાન્ગસ્તર બાંધવાનાં..ગાંઠથી ગાંઠ સુધી પરફેક્ટ માપ હોઁ.

● ઉડતા પતંગ સાથે વાયર-થાંભલા ઉપરથી ફીરકી ઠેકાડવાની અને એમાં ક્યારેક ફીરકી તૂટે, ઘુન્ચ થાય..ક્યારેક ફીરકીનો છેડો ખોવાય જાય..ઓહ મગજમારી.

● પવન હોય નહીં..માંડ માંડ ઠુમકા મારીને પતંગ ઉડાવ્યો હોય.. ત્યારે હરીફ સાથે પેચ જામ્યો હોય અને એવામાં પતંગનાં કાન્ગસ્તર તૂટે એટલે મગજનો અઠ્ઠૉ..

● ખિહર પહેલા મિત્રો સાથે મળીને ગામડેથી શહેરમાં રીલ પીવરવવા જવું..પતંગની ખરીદી..ખાણી-પીણી..જલ્સા.

પતંગ સાથે જોડાયેલ આવી તો અસંખ્ય ખાટ્ટી-મીઠી યાદો છે પણ હાલ આટલી યાદ આવી…તમને યાદ આવે તો ચગાવો…

– ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!