આ રીતે સરસ્વતી દેવીએ ફસાવેલો કુંભકર્ણને, જાણો વસંતપંચમીના દિવસે કેમ થાય છે તેમની પૂજા

આજ સખી આયો વસંત અલૌકિક,
નૌતમ ખેલત ફાગ હોરી,
શિર પર પાઘ વસંતી શોભિત,
નવલ અંગરખી અંગમે ધરી.

કટી પર પીત વસન કસી લીનો,
સુંથણલી અતિ સુગંધ ભરી,
યહ છબી નવલ ચિંતામણિ નિરખત,
અપને નયન લીજે સુફલ કરી.

ભાંતી ભાંતીકે હાર હરિજન,
પૈરાવત અતિ પ્રેમ કરી,
બાજુ ગુચ્ચ મનોહર ગજરા,
યહ છબી નીરખહું નયન ભરી.

કોઈ ગાવત કોઈ તાલ બજાવત,
કોઈ મુખ બોલત તાન બરી,
‘દેવાનંદ’ કો નાથ સલોનો,
રંગ ઊડાવત ફરી રે ફરી.

– દેવાનંદ સ્વામી

“વસંતપંચમી”એટલે ઋતુરાજ વસંતના વધામણાનો પ્રથમ દિવસ!આજની વસંત ઋતુની શરૂઆત થાય છે.મહા સુદ પાંચમના દિવસને વસંતપંચમી તરીકે ઉજવાય છે.ઋતુરાજ વસંત કે જેનો ઇન્તજાર આમ્રકુંજો સહિત કોકિલને અને માનવને પણ હોય છે એ ઋતુ હવે આવી ચુકી છે!વૃક્ષોને પર્ણેપર્ણે નવજીવન આવવાની શરૂઆત થાય છે.એ ઘેલા ઉમંગને પ્રદર્શિત કરતો પ્રથમ દિવસ એટલે વસંતપંચમી.

વસંતપંચમીના દિવસને “શ્રીપંચમી” તરીકે પણ ઓળખાય છે.એટલે કે આજે દેવી સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.વિદ્યાની અને વાણીની જન્મદાત્રિ દેવી સરસ્વતીનો આજે પ્રાગટ્ય દિવસ છે.માટે આજના દિવસને “સરસ્વતી જયંતિ” અથવા તો સરસ્વતી પૂજાના દિવસ તરીકે પણ ઓળખાય છે.

આજે વિષ્ણુ,કૃષ્ણ અને રાધા સહિત દેવી સરસ્વતીનું પીળા પુષ્પોથી પૂજન કરવામાં આવે છે.તેમની અબિલ-ગુલાલ,ધુપ-દીપ વડે અર્ચના કરવામાં આવે છે.મુખ્યત્વે આજના દિવસને દેવી સરસ્વતીના પ્રાગટ્ય દિવસ અને વસંતના આગમનના પ્રથમ દિવસ તરીકે મહત્વ આપવામાં આવે છે.

પુરાણકાળથી ભારતમાં આજના દિવસને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.વાગ્દેવી માતા સરસ્વતીનું પૂજન આજે કરવામાં આવે છે કે જેઓ આજના દિવસે બ્રહ્માના માનસપુત્રી તરીકે ધરતી પર અવતર્યા હતાં.મુળત્વે શ્વેત વસ્ત્રોમાં શોભતા,શ્વેત કમળ પર બિરાજમાન અને શ્વેત હંસ જેની શેલીને શોભાવે છે એવા દેવી સરસ્વતી તેમના ચાર હાથોમાં અક્ષમાલા,અંકુશ,વીણા અને પુસ્તક ધરાવે છે.

કુંભકર્ણને ભુલાવ્યું ભાન –

કહેવાય છે કે,હજારો વર્ષોની તપસ્યા બાદ કુંભકર્ણને બ્રહ્માજી પ્રસન્ન થયાં ત્યારે બધા દેવગણો સહિત બ્રહ્માજીના મનમાં પણ ફફડાટ પેઠો હતો કે કુંભકર્ણ કાંઇક અનુચિત માંગી બેસશે તો સર્વનાશ થઇ જશે.માટે બ્રહ્માએ સરસ્વતીને કુંભકર્ણની જીભ પર આસન લેવા કહ્યું.અને સરસ્વતીના પ્રતાપે કુંભકર્ણ “હું છ મહિના સુતો રહું!”એવું વરદાન માંગી બેઠેલો.

યાજ્ઞવલ્કને આજે પ્રાપ્ત થઇ વિદ્યા –

કહેવાય છે કે,કોઇ એક શ્રાપના કારણે ઋષિ યાજ્ઞવલ્ક્યની બધી જ વિદ્યા ભસ્મ થઇ ચુકેલી.તેમનું સર્વજ્ઞાન વિસરાઇ ગયેલું.એ પછી તેમણે દેવી સરસ્વતીની આરાધના કરેલી.અને વસંતપંચમીના દિવસે સરસ્વતી દેવી તેને પ્રસન્ન થયેલા,યાજ્ઞવલ્કને તેમનું જ્ઞાન પાછું મળેલું.

આજે પંજાબમાં શીખ ધર્મના લોકો “પતંગોત્સવ” પણ ઉજવે છે.તેઓ આજના દિવસે પતંગ ચગાવે છે.

ઋતુરાજ વસંતનું આજથી સર્વ વનરાઇ પર આગમાન થાય છે.હવે થોડો સમય જ બાકી રહ્યો છે કેસુડા અને મહુડાના રંગો ખીલવા આડે!વૃક્ષો પર નવા પર્ણોની ચાદર પથરાઇ જશે.બોરડીઓમાં બોરાં પણ હવે લગભગ આવી ચુક્યાં છે.બધી જ લીલોતરી નવરંગે કોરાવાની શરૂઆત કરે છે.ત્યારે વસંતપંચમીનો દિવસ એ વસંતરાજના “પોંખણા” કરવાનો જ છે.

દેવી સરસ્વતીના પ્રાગટ્ય દિવસે આજે વિદ્વાનો તેમની પૂજા કરે છે.બુંદેલખંડના સુપ્રસિધ્ધ કવિ મધુએ દેવી સરસ્વતીની અર્ચના કરતી એક પ્રખ્યાત રચના આપી છે –

ટેર યો મધુને જબ જનની કહી હૈ, અનુરક્ત સુભક્ત અધીના પાંચ પયાદે પ્રમોદ પગી ચલી હે સહુ કો નીજ સંગ ન લીનાધાય કે આય, ગઈ અતિ આતુર ચાર ભુજાયો સજાય પ્રવીણા એક મે પંકજ એક મે પુસ્તક એક મે લેખની એક મે બીના

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર વસંત પંચમી ની આ વાર્તા તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!