શું તમે જાણો છો ઘડિયાળમાં આવતાં AM અને PM શબ્દનો સાચો અર્થ ? જરૂર વાંચજો

AM અને PM આ બન્ને શબ્દોને તમે દરરોજ તમારી ઘડિયાળ કે મોબાઈલમાં જોતાં હશો. પણ શું તમે આનો સાચો અર્થ કે પુરૂ નામ જાણો છો? અમે તમને આ પ્રશ્ન એટલાં માટે પૂછી રહ્યાં છીએ, કારણ કે મોટા ભાગનાં લોકો આ સામાન્ય બાબતથી અજાણ છે.

જો તમે પણ આ શબ્દોનો સાચો મતલબ ન જાણતા હોવ તો આ પોસ્ટ તમારાં માટે ઉપયોગી છે.

પ્રાચીન કાળમાં સમયની ગણતરી સૂર્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હતી અને દિવસને ચાર પહોર સવાર, બપોર, સાંજ અને રાતમાં વહેંચવામાં આવ્યાં હતાં. ઘડિયાળની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં સૂર્ય-ઘડીનો ઉપયોગ થતો. ત્યારબાદ 16મી સદીમાં રેત ઘડિયાળ અને જળ ઘડિયાળની શોધ થઈ પછી ઘણાં વર્ષો બાદ સામાન્ય ઘડિયાળની રચના થઈ. આજના સમયમાં ડિજિટલ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે, જેમા AM અને PM સાથે સમય દર્શાવવામાં આવે છે. આપણે બધાં આ જ રીતે સમયને લખતા હોઇએ છીએ પણ આ બન્ને શબ્દનો સાચો અર્થ ઘણાં લોકો નથી જાણતા.

હકીકતમાં આ બન્ને લેટિન ભાષાનાં શબ્દો છે. જેમાં AMનું પુરૂ નામ ‘Ante Meridian’ છે. જેને અંગ્રેજીમાં ‘Before Noon’ અને ગુજરાતીમાં ‘બપોર પહેલા’ કહેવાય છે.

જ્યારે PM નું પુરૂ નામ ‘ Post Meridian’ છે. જેને અંગ્રેજીમાં ‘After Noon’ અને ગુજરાતીમાં ‘બપોર પછી’ કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એમ થયો કે, અડધી રાતથી બપોરનાં 12 વાગ્યા સુધીનાં સમયને દર્શાવવા માટે AM નો ઉપયોગ થાય છે અને બપોરનાં 12 વાગ્યા થી અડધી રાત સુધીનાં સમયને PM લખીને દર્શાવવામાં આવે છે.


અહીંયા દિવસનાં 24 કલાકને દિવસ અને રાત એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. જેમાં પહેલાં ભાગને AM અને બીજા ભાગને PM કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોબાઈલ, કમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમમાં સમયને AM અને PM નાં રૂપમાં લખવામાં આવે છે.

AM અને PM નાં મતલબની સાથો સાથ ઘણાં લોકો એવી મૂંઝવણમાં પણ હોય છે કે, જ્યારે 12 વાગે ત્યારે એની સાથે AM લખવું કે PM લખવું? તો આપને જણાવી દઈએ કે લેટિન ભાષાનો Meridian શબ્દ, બપોર કે એની વચ્ચેનાં અંતરને દર્શાવે છે. આ કારણે બપોરનાં 12:00 વાગ્યે AM કે PM નથી લખાતું.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર લખાયેલી આ માહિતી જો તમને ગમે તો જરૂર બીજા મિત્રો સાથે શેર કરજો.

All Rights Reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!