બ્લડ ગૃપ જણાવશે માણસનાં વ્યક્તિત્વ વિશે – તમારૂ બ્લડ ગૃપ કયુ છે?

આપણે બધા જાણીએ જ છીએ કે, માણસની હસ્તરેખા, કપાળ પર રહેલ રેખા, પગની રેખા અને શરીરની બનાવટ એના વ્યક્તિત્વ અને વ્યવહાર વિશે ઘણું બધું જાણવી દે છે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, માણસનાં બ્લડ ગૃપ ઉપરથી એનાં વ્યક્તિત્વ વિશે જાણી શકાય?

જી, હાં મિત્રો, હવે તમે કોઈપણ વ્યક્તિનાં વ્યવહાર અને સ્વભાવને એના બ્લડ ગૃપ ઉપરથી પારખી શકો. માત્ર આટલું જ નહીં પણ કોઈના બધા જ રાઝ જાણવાનું ખૂબ જ સરળ થઇ ગયું. કોઈપણ માણસના વ્યક્તિત્વ વિશે જાણવા માટે તમારી પાસે એ માણસનું બ્લડ ગૃપ કયું છે? એ માહિતી હોવી જરૂરી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે માણસનું બ્લડ ગૃપ એની પર્સનાલિટી વિશે ઘણું બધું જણાવી દે છે. જો તમને પણ તમારા બ્લડ ગૃપનો ખ્યાલ ન હોય તો આજે જ બ્લડ ટેસ્ટ કરાવી લો. કારણ કે, બ્લડ ગૃપથી ફક્ત પર્સનાલિટીનો ખ્યાલ આવે એટલું જ નહી, સાથો-સાથ પોતાના સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો પણ જાણી શકાય છે.

જે રીતે માણસનો સ્વભાવ અલગ-અલગ હોય છે એવી જ રીતે એનું બ્લડ ગૃપ પણ અલગ-અલગ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જાપાન જેવા વિકસિત દેશમાં બ્લડ ગૃપ ટેસ્ટ કર્યા પછી જ લગ્ન થાય છે. ચાલો જાણીએ તમારૂ બ્લડ ગૃપ તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે ??

બ્લડ ગૃપ -A

બ્લડ ગૃપ-A ધરાવતી વ્યક્તિ વાસ્તવવાદી, શાંત અને બુદ્ધિશાળી હોય છે. તે સૌંદર્ય પ્રેમી અને એકાંત પ્રિય હોય છે. એનો સ્વભાવ થોડો શરમાળ અને ચીડીયો હોય છે. આ ગૃપની વ્યક્તિ મોટે ભાગે ચારિત્ર્યવાન, ભરોસાપાત્ર, વિવેકી અને સમજુ હોય છે. તેનામાં સંભાળ લેવાનો ખાસ ગુણ હોય છે. આ બ્લડ ગૃપવાળી વ્યક્તિ પોતાના કામથી કામ રાખે છે કોઈના કામમાં દખલગીરી ન કરે. નીતિ-નિયમ અને આયોજન મુજબ કાર્ય કરવું એ આ બ્લડ ગૃપ ધરાવતી વ્યક્તિનો ખાસ ગુણ હોય છે.

બ્લડ ગૃપ -B

બ્લડ ગૃપ-B ધરાવતી વ્યક્તિ આશાવાદી, મહેનતુ, એકાંત પ્રિય અને થોડી સ્વાર્થી હોય છે . ‘B’ ગૃપવાળી વ્યક્તિ અંતર્મુખી અને સ્વમાની હોય છે . તેનામાં એકતા ઓછી જોવા મળે છે. તેને સામાજિક રીત-રિવાજો ગમતા નથી. આવી વ્યક્તિ સાહસી, પોતાની રીતે ઝડપથી કામ પાર પાડનારી હોય છે. તેને બીજાઓમાં રસ લેવો ગમે છે અને બીજા લોકો એનામાં રસ લે એ પણ ગમે. એનો સ્વભાવ ભૂલકણો અને જિદ્દી હોય છે. આવી વ્યક્તિ સમાજમાં હળી-મળીને રહે છે.

બ્લડ ગૃપ A-B :

બ્લડ ગૃપ- AB ધરાવતી વ્યક્તિ લાગણીશીલ, મિલનસાર અને હિંમતવાન હોય છે. આવી વ્યક્તિ રચનાત્મક અભિગમવાળી અને રાજકીય કુનેહવાળી હોય છે. તે બીજાઓની લાગણીઓને સમજે છે. બીજાની કાળજી લે છે. આ ગૃપવાળા કેટલાંક લોકોમાં બહિર્મુખીપણું તો કેટલાંકમાં અંતર્મુખીપણું જોવા મળે છે. કેટલાંક હિંમતવાન તો કેટલાંક શરમાળ જોવા મળે છે. તેની ખાસ લાક્ષણિકતા એ હોય છે કે, તે જે કામ હાથમાં લે છે તેની પાછળ પુરી શક્તિ લગાડી દે છે. સમસ્યાને ઓળખી તેનો જલ્દીથી નિકાલ કરવાની વૃતિ ધરાવે છે.

બ્લડ ગૃપ- O (ઓ) :

આ ગૃપવાળી વ્યક્તિ મહત્વકાંક્ષી, વિશ્વાસુ, લોકો પર પ્રભાવ પાડનારી–નેત્તૃત્વનાં ગુણો વાળી હોય છે. તે લોકો સાથે જલ્દીથી ભળી જનારી, બહિર્મુખી અને ખુલ્લા દિલની હોય છે. હકારાત્મક વલણ તેની ખાસ વિશેષતા છે. તેઓ બીજા માટે છુટા હાથે પૈસા ખર્ચે છે. આવી વ્યક્તિ દ્રઢ મનોબળ ધરાવતી હોવાથી એક વિશ્વાસપાત્ર અને અડગ વ્યક્તિત્વની છાપ ઉભી કરે છે. આવી વ્યક્તિને બધા પસંદ કરતા હોય છે.

બ્લડ ગૃપ વિશે કેટલીક રસપ્રદ વાતો :

● અત્યાર સુધી તમે A, B, AB અને O બ્લડ ગૃપ વિશે સાંભળ્યું હશે પણ આપને જણાવી દઇએ કે, એક અન્ય બ્લડ ગૃપ પણ છે જે દુનિયામાં ફક્ત 40 લોકોની પાસે જ છે. તેનું નામ રિસસ નેગેટિવ (RH NULL) છે.
● ‘O’ નેગેટીવ બ્લડ ગૃપ ધરાવતા લોકોનું બ્લડ કોઈને પણ આપી શકાય છે.
● ‘AB’ પોઝિટિવ બ્લડ ગૃપ ધરાવતા લોકો કોઈનું પણ બ્લડ લઈ શકે.
● દુનિયામાં 35 % લોકો ‘O’ બ્લડ ગૃપ ધરાવે છે.
● દુનિયામાં માત્ર 0.4 % લોકો AB પોઝીટીવ બ્લડ ગૃપ ધરાવતા હોય છે

‘જ્ઞાન સાથે ગમ્મત’ પાર રજુ કરાયેલી આ પોસ્ટ પસંદ આવી હોય તો , બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!