બહેનો – કાચ ની સાફ-સફાઈ જાતે કરતા હો તો ખાસ વાંચવા જેવુ

સાફ-સફાઇ આમ તો પસંદગીનો વિષય હોય છે,પણ જો તે સારી રીતે થઇ ના શકે અને હંમેશા તેમાં જ ધ્યાન ચોંટ્યું રહે તો માથાનો દુ:ખાવો બની જાય છે!એવું બને છે કે,ઘણીવાર કારના કાચમાં કે બારી-બારણા કે અન્ય કોઇ કાચમાં લાગેલા મેલાં ધબ્બાં ઝડપથી નથી જતાં.આજે અમે તમને અમુક ઘરેલું ઉપાય જણાવીશું જેના દ્વારા ચપટી વગાડતાં આવા ડાઘ દુર થઇ જશે.તો વાંચો આ લાજવાબ ઉપાયો –

(1) લઇ આવો વિનેગાર અને ચમકાવો કાચને –

કાચની વસ્તુઓની સફાઇ માટે વિનેગાર બેજોડ વિકલ્પ છે.આ માટે તમે સફેદ સરકો અથવા ડિસ્ટિલ્ક વિનેગારનો ઉપયોગ કરી શકો છો.આ સરકાને એક સ્પ્રે બોટલમાં ભરી અને ગંદા કાચ પર સ્પ્રે કરો.ત્યારબાદ,કાચને સ્વચ્છ કપડાંથી સાફ કરી નાખો.હવે કાચ ચમકવા માંડશે!

(2) બેકિંગ સોડાનો ઉપયોગ છે અક્સીર –

ઘણા પ્રકારના ઉપાયો અજમાવ્યાં બાદ પણ કાચની ગંદકી જતી નથી તો હવે આ નુસ્ખો અજમાવી લો!ઉપાય રસોડામાં જ છે!કિચનમાંથી બેકિંગ સોડા લઇ મુલાયમ કપડાની મદદથી એને કાચ પર લગાવો.બાદમાં ચોખ્ખા કપડાની અને પાણીની મદદથી તેને સાફ કરી નાખો.પછી જુઓ પરીણામ!

(3) શેવિંગ ક્રીમની મદદથી ચમકાવો ક્ષણભરમાં કાચ –

શેવિંગ ક્રીમની મદદથી પણ કાચની સફળ સફાઇ થઇ શકે છે.જો આપના ગાડીના કાચ પર વારેવારે ધુળ જામી જાય છે તો શેવિંગ ક્રીમનો ઉપયોગ કરી શકો છો.બાથરૂમના કાચ પર અથવા ગાડીના કાચ પર એક લેયરમાં શેવિંગ ક્રીમ લગાવો,પછી મુલાયમ કાપડથી એને સાફ કરી દો.પછી જુઓ કાચની રોનક!

(4) લીંબુના રસથી દુર કરો હરેક દાગ –

લીંબુનો રસ દરેક મેલાં દાગ માટે રામબાણ છે એ તો આપણે સૌ જાણીએ છીએ.લીંબુના રસમાં થોડું એવું પાણી ઉમેરી એના વડે કાચ સાફ કરો.ખરેખર ક્ષણ માત્રમાં ડાઘ સાફ થઇ જશે!

(5) કાગળના ટુકડાથી કાચને બનાવો રોનકદાર –

સામાન્ય રીતે કાચને સાફ કરવા માટે આપણે કાપડના ટુકડાનો ઉપયોગ કરતા હોઇએ છીએ.પણ ખરેખર કાપડનો ટુકડો પુરી રીતે ભેજને શોષી શકતો નથી.જ્યારે કાગળનો ટુકડો ભેજને શોષી લેવામાં કામિયાબ નીવડે છે.આથી કરીને કાચ ખીલી ઉઠે છે!માટે આ ઉપાય પણ અજમાવવો રહ્યો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!