હોળી પહેલા શીખી લો ખજુરની અદ્ભુત વાનગી ‘કસ્ટર્ડ તામિર મોમોઝ’

હોળી આવે ત્યારે આપણે ત્યાં ખજૂર ખાવાનું વિશેષ પ્રચલન છે. ખજૂર સ્વાસ્થ્યપદ સૌથી ઉત્તમ ફળ છે. પણ તેની અવનવી વાનગી વિશે તો તમે નહિં જ જાણતા હોય. ખાસ કરીને સ્વાસ્થ્યપ્રદ ખાવાના તમે શોખીન હોય તો આજે જ બનાવો  કસ્ટર્ડ તામિર મોમોઝ

કેવી રીતે બનાવશો કસ્ટર્ડ તામિર મોમોઝ

કસ્ટર્ડ તામિર મોમોઝ એ ખજૂરની એક ખાસ વાનગી છે. તેને બનાવવા માટે 20 મિનિટનો સમય લાગશે. તેને બનાવવા માટેની સાધનસામગ્રી આ પ્રમાણે જોઈશે.  પછી ઠંડા કરવા માટે બે કલાક જોઈશે.

સામગ્રી :

સ્ટફીંગ માટે :
૧ કપ કાળી ખજૂર સમારેલી
અડધો કપ સાકર પાઉડર
અડધો કપ માવો શેકેલો
1 ટેબલ-સ્પૂન સિલોનીઝ ખમણ
1 ટેબલ-સ્પૂન અખરોટનો ભૂકો
1 ટેબલ-સ્પૂન કોકો પાઉડર
અડધી ટી-સ્પૂન એલચી પાઉડર
1/4 ટી-સ્પૂન જાયફળ પાઉડર
1 ટી-સ્પૂન ખસખસ

લોટ બાંધવા માટે :
અડધો કપ મેંદો
1 ટી-સ્પૂન તેલ
મીઠું સ્વાદ અનુસાર
2-3 ટેબલ-સ્પૂન પાણી

કસ્ટર્ડ મિલ્ક માટે :
1 કપ દૂધ
1/4 ટી-સ્પૂન કસ્ટર્ડ પાવડર
1 ટી સ્પૂન સુગર

ગાર્નિસિંગ માટે :
ફ્રૂટ્સ, ચોકલેટ, ગ્રીન પિસ્તા,  ડ્રાયફ્રૂટ્સ કે રોઝ લિવ્સનો ઉપયોગ કરી શકાય

પદ્ધતિ :

1. સ્ટફીંગ તૈયાર ક રવા માટે એક બોલમાં સ્ટફિંગ માટેની તમામ સામગ્રી લઈને મિક્સ કરી લેવી

2. લોટની સામગ્રી મિક્સ કરીને લોટ બાંધી ૧૦ મિનિટ ભીના કપડાથી ઢાંકીને રાખો.

૩. લોટમાંથી નાની સાઇઝની પૂરી વણી (પાતળી) એમાં ખજૂરવાળું સ્ટફિંગ ભરી એને ઢોકળિયામાં અથવા સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકો. તેને ૧૦ મિનિટ માટે બાફવા દો.

4. દૂધમાં સુગર મિક્સ કરીને પછી તેને ગરમ કરો. બેથી ત્રણ મિનિટ ઉકાળો. પછી તેમાં કસ્ટર્ડ નાંખી એકથી બે મિનિટ પકવો. પછી તેને ઠારીને ફ્રિજ કરી લો.

5. તામિર મોમોઝ ફ્રિજમાં રાખી ઠંડા કરો. પછી એક બાઉલમાં તામિર મોમોઝ લઈને તેના પર કસ્ટર્ડ મિલ્ક રેડો. તેને મનપસંદ રીતે ગાર્નિસ કરો.

તામિર મોમોઝ કસ્ટર્ડ કર્યા સિવાય પણ ખઈ શકાય છે.

Leave a Reply

error: Content is protected !!