મળો દુનિયાના સૌથી ગંદા માણસ ને – ૬૦ વર્ષથી નહાયા નથી

આપણી દુનિયા ચિત્ર-વિચિત્ર લોકોથી ભરેલી છે. દુનિયામાં લાખો લોકો એવા છે જે પોતાનાં ઉટ-પટાંગ કામને કારણે આખી  દુનિયામાં પ્રસિદ્ધ થયા છે. આવા પ્રસિદ્ધ લોકોનાં અમુક કાર્ય અને જીવન જીવવાની રીત બીજા કરતા એકદમ હટકે હોય છે અને તેથી જ ચારે બાજુ એમની ચર્ચા થવા લાગે છે.

અજબ-ગજબ હરકત કરવાવાળા લોકોને જોઈને વિશ્વાસ જ ન આવે કે કોઈ આવું પણ કરી શકે !! આજે અમે તમને એક એવા જ વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ કે, જે પોતાના વિચિત્ર કારસ્તાનને કારણે આજકાલ ચર્ચામાં છે. ખરેખર ! આજે અમે તમને દુનિયાના સૌથી ગંદા માણસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેના ફોટો જોઈને તમે પણ ચોંકી જશો..!!

જી, હાં વાત છે ઈરાનનાં એક એવા માણસની કે જે વર્ષોથી ન્હાયો નથી અને બની ગયો દુનિયાનો સૌથી ગંદો માણસ.  અમે વાત કરી રહ્યા છીએ ઈરાનમાં રહેનાર 80 વર્ષીય અમુ હાજી વિશે, જેણે ઘણા વર્ષોથી સ્નાન નથી કર્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે, અમુ હાજીએ 60 વર્ષથી પાણીને હાથ નથી લગાવ્યો. એટલે કે લગભગ 60 વર્ષથી એણે સ્નાન નથી કર્યું. હાજીએ આ વિશે જણાવ્યું છે કે, એમને પાણીથી ડર લાગે છે અને ન્હાવાનું તો એમને બિલકુલ પસંદ નથી.

હાજીનાં જણાવ્યા મુજબ, પાણીને કારણે તેઓ બીમાર પડી જાય છે. જ્યારે પણ તેઓએ સ્નાન કર્યું ત્યારે તેઓ બીમાર પડ્યા છે. આ કારણે જ તેઓ ન્હાવાથી દુર ભાગે છે. આ સિવાય હાજી ખાવા-પીવાની ચીજ-વસ્તુંઓમાં પણ સફાઈ નથી રાખતા. હાજીને જે કંઇ પણ મળે તેઓ ખાઈ લે છે. ટૂંકમાં આ વિચિત્ર વ્યક્તિને પાણી અને સફાઈ સાથે દૂર-દૂર સુધી કંઈ લેવાદેવા નથી.

વાત ખાવાની હોય કે ન્હાવાની અમુ હાજી સ્વચ્છતા નથી રાખતા. રિપોર્ટ મુજબ, હાજી જાનવરોનાં સડી ગયેલ માંસ પણ ખાઈ લે છે. તેઓ સ્વચ્છતાની બિલકુલ પરવાહ નથી કરતા. એટલું જ નહીં તેઓ પીવાનું પાણી પણ તેલનાં ડબ્બામાં રાખે છે. હાજીને સિગાર (હુક્કી) પીવાનું ખૂબ પસંદ છે. પણ, તમને જાણીને નવાઈ લાગશે કે તે સિગારમાં તંબાકુ નહી પણ જાનવરોનું મળ-મૂત્ર નાખીને હુક્કીમાંથી ધુમાડા કાઢે છે. હાજી જમીનમાં ખાડો ખોદીને એમાં રહેવાનું પસંદ કરે છે. આવા અજીબો-ગરીબ માણસને જોઈને કોઈપણ એટલું જ કહેશે કે, ખરેખર ! આ દુનિયાનો સૌથી ગંદો માણસ છે.

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે,
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે – ‘મિસ્કીન’

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર નો આ લેખ ગમ્યો હોય તો જરૂર લાઈક અને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!