એક્સરસાઇઝનો ટાઇમ ના મળતો હોય તો ઓફિસમાં બેઠાં બેઠાં અજમાવો આ 5 સ્ટેપ્સ

ઓફિસમાં ફોલો કરો આ પાંચ સ્ટેપ્સ

આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે વ્યાયામ કરવાનો સમય નથી. ઓફિસમાં દિવસભર બેઠા બેઠા કામ કર્યા બાદ ઘણા પ્રકારની લાઇફસ્ટાઇલ જનિત બીમારીઓની ચપેટમાં આવવાનું જોખમ વધી જાય છે. આ સિવાય ગરદનમાં દુખાવો, કમરમાં દુખાવો, મોટાપો વગેરેની આશંકાઓ વધી જાય છે. આવામાં આજે અમે તમારા માટે વ્યાયામ લઈને આવ્યા છીએ, જેને ઓફિસમાં ખુરશી પર બેસીને કરી શકો છો. તે માટે તમારે આ પાંચ સ્ટેપ જ ફોલો કરવાનાં છે.

સ્ટેપ 1

પોતાની ખુરશી પર આરામથી બેસો. હવે બંને હાથથી ખુરશીના હેન્ડલને ફિટ પકડી શરીરને ઉપરની તરફ લઈ જાવ. પગ જમીનથી ઉપર રહેવાં જોઈએ. છાતીને બહારની તરફ કાઢી ખભાને નમાવો અને 3-5 વાર લાંબો ઊંડો શ્વાસ લો. આવું ઓછામાં ઓછી બે વાર કરો.

સ્ટેપ 2

ઊંડો શ્વાસ ખેંચી બંને હાથને ઉપરની તરફ ઉઠાવો. ઉપરની તરફ બંને હાથના પંજાને ભેગા કરી તમારી ડાબી બાજુ નમો. આ પોઝમાં 5-8 વાર શ્વાસ લો ત્યાં સુધી થોભો. આવું ફરી વાર કરો.

સ્ટેપ 3

હવે બેઠાં બેઠાં પોતાની ડાબી તરફ વળો. પોતાના ડાબા હાથથી ખુરશીના પાછળના હિસ્સાને પકડી રાખો. આ પોઝમાં પણ 5-8 વાર શ્વાસ લો અને અટકાવો અને ત્યાર બાદ હાથ બદલીને કરવાની કોશિશ કરો.

સ્ટેપ 4

પોતાના ડાબા હાથને પોતાની પીઠ તરફ લઈ જાવ અને માથાની તરફથી પાછળ લઈ જાવ. પોતાના હાથોની આંગળીઓને પરસ્પર મેળવવાની કોશિશ કરો. તેનાથી 5-8 વાર શ્વાસ લઈ રોકી રાખો અને ત્યાર બાદ હાથ બદલીને કોશિશ કરો.

સ્ટેપ 5

હવે બેઠાં બેઠાં પોતાના ડાબા પગને પોતાના જમણા પગના ઘૂંટણ પર લઈ જાવ. પીઠ સીધી રાખી તેને આગળની તરફ નમાવો. ઓછામાં ઓછી પાંચ વાર શ્વાસ લઈ આ પોઝમાં રહો. બાદમાં સાઇડ બદલીને તેનું પુનરાવર્તન કરો.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!