ચહેરો ધોતી વખતે આ ભૂલો ન કરવી નહિતર સ્કીનને નુકશાન થઈ શકે. વાંચો ચહેરો ધોવાની સાચી રીત

બધા લોકો સુંદર દેખાવા માંગે છે. એવું નથી કે ફક્ત છોકરીઓ જ ખુબસુરત બનવાની ચાહ રાખે છે, આજકાલ પુરૂષો પણ ખુબસુરત દેખાવા માટે જુદા-જુદા ઉપાયો અજમાવી રહ્યા છે. બજારમાં પુરૂષો માટે પણ ગોરા થવાની અલગ ક્રીમ આવી ગઈ છે. આજના યુવાનો મહિલાઓની જેમ જ પાર્લરમાં જઈને પોતાના ચહેરાની મસાજ કરાવે છે. બધાએ પોતાની ત્વચાની સાર-સંભાળ રાખવી જ જોઈએ. આ ફક્ત સુંદરતા માટે જરૂરી છે એવું નથી પણ સારા સ્વાસ્થય માટે પણ જરૂરી હોય છે.

બધા જાણે જ છે કે, શિયાળામાં ચહેરાની ત્વચા ખરાબ થઈ જાય છે. ઠંડીને કારણે ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોજ સવારે આપણે ચહેરાને ધોતા જ હોઈએ છીએ, પણ શું ચહેરાને સાફ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે તમે જાણો છો? ચહેરાની ત્વચાને ચમકદાર, સ્વસ્થ અને તાજગીપૂર્ણ રાખવાનું કામ માત્ર મેકઅપ કે બ્યુટી પ્રોડક્ટસનું નથી પણ યોગ્ય પદ્ધતિ દ્વારા કરવાથી થાય છે. ત્વચાની યોગ્ય સફાઈ કરવાથી તે મુલાયમ તો બને જ છે, સાથો સાથ ત્વચા તંદુરસ્ત પણ બને છે. ચહેરાને યોગ્ય રીતે ધોવામાં આવે તો ખીલ, ફોડકી, કાળાશ વગેરે જેવી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. પરંતુ ક્યારેક તમારી પોતાની ભુલ કે નાસમજી ને કારણે તમારા ચહેરાની ચામડી ખરાબ થવા લાગે છે. એમાંની ઘણી ભૂલો આપણે ચહેરાને ધોતી વખતે કરતા હોઈએ છીએ. તો ચાલો આજે જાણીએ ચહેરાને ધોવાની સાચી પદ્ધતિ.

ચહેરાને ધોવાની યોગ્ય રીત:

(1) ફેસવોશ કરતા પહેલા હાથ ધોઈ લેવા.


હંમેશા યાદ રાખો, ફેસવોશ કરતા પહેલા હાથને વ્યવસ્થિત રીતે ધોઈ લો કારણ કે હાથમાં પણ ઘણી ગંદકી રહેલી હોય છે. જે તમારી ત્વચા સુધી સરળતાથી પહોંચી શકે છે. એટલે ચહેરો ધોતા પહેલા હાથને જરૂર ધોઈ લો અને સાથો-સાથ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈને પછી જ ફેસવોશ લગાવો.

(2) ત્વચાને માફક આવે તેવું એક જ ક્રિમ પસંદ કરો.


ઘણી વ્યક્તિઓને વારંવાર ક્રિમ બદલવાની ટેવ હોય છે. ક્યારેક કોઈના કહેવાથી તો ક્યારેક કોઈ નવી જાહેરાતથી આકર્ષાઈને ક્રિમ બદલતા રહે છે. જેને કારણે ત્વચાને નુકસાન થાય છે. ચહેરાની ત્વચા માટે ક્રિમ વારંવાર બદલવું નહીં. જો ત્વચા તૈલી હોય તો ચણાના લોટમાં મધ ભેળવીને હળવે હાથે મસાજ કરવી. જો ત્વચા સૂકી હોય તો ઓઈલી અને હર્બ્સ યુક્ત ક્લિનીઝરનો ઉપયોગ કરવો. સંવેદનશીલ ત્વચા ધરાવતી મહિલાઓએ ક્લિનીઝરની ખરીદી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુગંધ તથા વધુ પડતા કેમિકલ ઘરાવતા ક્રીમ/લોશનથી બચવું.

(3) ક્રીમને ચહેરા પર લગાવીને થોડીવાર રહેવા દેવું.


ફેસવોશ કરતા સમયે ક્યારેય ઉતાવળ કરવી નહી. ચહેરા પર ક્રીમ લગાવ્યા બાદ 2-3 મિનિટ સુધી રહેવા દેવું. ચહેરાની સફાઈ કરતી વખતે તમે હાથને કઈ રીતે ફેરવો છો એ પણ ઘણું અગત્યનું છે. ક્રીમ કે લોશનને આંગળીઓ ઉપર થોડું લઈને ચહેરા ઉપર ગોળાકારમાં ઉપર-નીચે ધીમે-ધીમે મસાજ કરવું. ફેસવોશથી મસાજ કર્યા બાદ ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

(4) નવશેકુ પાણી વાપરો.
ચહેરો ધોતી વખતે પાણીનું તાપમાન યોગ્ય હોવું જોઈએ. પાણી વધારે ગરમ કે વધારે ઠંડુ ન હોવુ જોઈએ. હંમેશા નવશેકુ એટલે કે સતપ થયેલ પાણીથી મોઢુ ધોવુ જોઈએ.

(5) મેકઅપ કાઢ્યા પછી જ ચહેરો ધોવો.


ઘણી વખત એવું થાય કે તમે ઉતાવળમાં મેકઅપ કાઢ્યા વગર જ મોઢુ ધોઈ લ્યો છો. જે મોટી ભૂલ છે. કારણ કે મેકઅપની સાથે ફેસવોશ મળીને તમારા ચહેરાના રોમછિદ્રોને બંધ કરી દે છે. જેનાથી ખીલ થવાની શક્યતા વધી જાય છે. એના લીધે ચહેરો રુક્ષ બની જાય છે અને ત્વચાને નુકશાન થાય છે. એટલે હંમેશા મેકઅપ કાઢયા પછી જ ચહેરો ધોવો જોઈએ.

(6) દરરોજ પોતાના ચહેરાને બે વખત ફેસવોશથી ધોવો જોઈએ. આ સિવાય અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સ્ક્રબ કરો. જેનાથી ચહેરાની વ્યવસ્થિત સફાઈ થાય છે અને ખીલ જેવી સમસ્યા થતી નથી.

મિત્રો, આપણા વ્યક્તિત્વની પ્રથમ ઓળખાણ આપણો ચહેરો છે. ચહેરાની યોગ્ય કાળજી લેવાથી સુંદરતાની સાથે આત્મ-વિશ્વાસ પણ વધે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ની આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!