આ ચમત્કારિક હનુમાનજીના મંદિરમાં દાદાનો એક પગ જમીન માં ભુસેલો છે – રહસ્ય જાણવા જેવું છે

હનુમાનજી હિન્દુ ધર્મમાં કદાચ સૌથી વધારે પ્રમાણમાં પૂજાતા દેવતા છે.દરેક ગામના પાદરમાં હનુમાનજીનું મોટું કે નાનું દેરી જેવું મંદિર અવશ્ય હોય છે.ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં એક સ્થળે હનુમાનજીએ કાલનેમિ રાક્ષસનો વધ કર્યો હોવાની કથા છે.આજે આ સ્થળ એક શક્તિપીઠના રૂપમાં મશહૂર યાત્રાધામ બની ચુક્યું છે.

અહીંના હનુમાન મંદિર વિશે કહેવાય છે કે,અહીં કરેલી હરેક યાચના પૂર્ણ થાય છે.આજે પણ એ તળાવ અહીં સ્થિત છે,જેમાં કાલનેમિનો વધ કરતાં પૂર્વે હનુમાજીએ સ્નાન કરેલું.

અહીં કરેલો બજરંગબલીએ કાલનેમિ વધ –

હનુમાનજીના દર્શન માટે આ મંદિરે દુર-સુદુરથી માણસો આવે છે.આ મંદિર સુલ્તાનપુર જીલ્લાના કાદીપુર તહસીલ,વિજેયુઆમાં આવેલું છે.”મહાવીરન”નામથી પ્રચલિત મંદિર રામભક્તિ અને વીરતાનું સુંદરત્તમ પ્રતિક છે.મંદિરની અંદર સદીઓ પુરાણી હનુમાનજીની મૂર્તિ આવેલી છે.આશ્વર્યની વાત એ છે કે,મૂર્તિનો એક પગ જમીનની અંદર ઘુસેલો છે અને આના કારણે મૂર્તિ થોડી ત્રાંસી છે!

૧૦૦ ફૂટનું ખોદાકામ છતાં ન નીકળ્યો બજરંગીનો પગ –

પુરાતત્વ વિભાગ અને મંદિરના પૂજારીઓએ મૂર્તિની પૌરાણિકતાનો ખ્યાલ મેળવવા અને મૂર્તિને સીધી સ્થિત કરવા મૂર્તિ નીચે ખોદકામ કરેલું.પણ અહો આશ્વર્યમ્ !લગભગ ૧૦૦ ફૂટના ખોદકામ બાદ પણ જમીનમાં રહેલા પગનો છેડો જ ન મળ્યો!આ પછી આ મંદિર ચમત્કારી મનાવવા લાગ્યું.

મંદિરની પ્રાચીનતા રામાયણની કથા સાથે સંકળાયેલી છે.મેઘનાથના બાણથી મૂર્છિત થયેલા લક્ષ્મણના ઇલાજ માટે સુષેણ વૈદ્યના કહેવાનુસાર,હનુમાનજી હિમાલયમાંથી જડીબુટ્ટી લેવા જાય છે ત્યારે હનુમાનના માર્ગમાં અવરોધ ઉભો કરવા અને તેમને રોકવા રાવણ કાલનેમિ નામક માયાવી રાક્ષસને મોકલે છે.

કાલનેમિએ હનુમાનજીને આશ્રમમાં રોકાવવા આગ્રહ કરેલો –

કાલનેમિ સાધુવેશ ધારણ કરીને રામનામ મંત્રજાપ કરવા લાગ્યો.વાયુવેગે જતાં હનુમાનજીના કાને આ જાપ પડ્યાં.લંકાથી ઉત્તરપ્રદેશ સુધી નિરંતર ઉડેલાં તે થાક્યા હતાં,તેમને થયું કે અહીં ઘડીભર વિશ્રામ કરી લઉં!હનુમાન કાલનેમિની મીઠુડી વાતોમાં ફસાઇને ઘડીભર આરામ કરવા એમના આશ્રમમાં ગયા.બહાર એક કુંડ હતો.હનુમાનજીને કાલનેમિએ કહ્યું કે,તમે સ્નાન કરી લો ત્યાં સુધીમાં હું ભોજનની વ્યવસ્થા કરી લઉં.

કુંડ જ બન્યો કાલનેમિનો કાળ –

કુંડમાં સ્નાન કરતાં હનુમાનજીને મારવા કાલનેમિ મગરમચ્છનું રૂપ ધરી પાણીમાં પહોંચી ગયો.અતુલ્ય બાહુબલધારી પવનપુત્રએ મગરમચ્છરૂપી કાલનેમિના જડબાં ચીરી એને સ્વધામ પહોંચાડી દીધો!અને પછી નીકળી પડ્યાં રામકાજ કરીબે કો આતુર!

જે કુંડ/તળાવમાં હનુમાનજીએ સ્નાન કરેલ,તે આજે પણ સ્થિત છે.લોકો આસ્થાપૂર્વક માને છે કે,પવિત્રકુંડમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર પોસ્ટ થયેલી આ હનુમાનજી ની આ રહસ્યમય વાત ગમી હોય તો બીજા મિત્રો સાથે શેર કરો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!