આ છે હોળી પ્રાગટ્યનું શુભ મુહુર્ત! હોલિકા દહન વખતે પધરાવશો આ ચીજો તો ક્યારેય નહી પડે અડચણો

હિન્દુ સંસ્કૃતિનું મહાપર્વ હોળી હવે એકદમ સમીપ આવી પહોંચ્યું છે.અસત્ય પર સત્યના વિજયનો સુચક તહેવાર એટલે હોલિકાદહન!હોલિકાનું દહન અને પ્રહલાદનું નવજીવન એટલે હોળીનું પર્વ.ભક્ત પ્રહલાદની પ્રભુએ કરેલી સહાયને લીધે તે હેમખેમ અગ્નિમાંથી બહાર આવ્યો આ નિમિત્તે ભારતીય પ્રજા હર્ષોલ્લાસથી હોળી મનાવે છે.આ ઉત્સવ આપણે હજી એ આભાસ કરાવતો રહે છે કે,સત્ય એ આખરે સત્ય છે;એને કદી આંચ આવતી નથી!

આ વખતે ૧ માર્ચના રોજ હોળીના પર્વ નિમિત્તે અમે તમને જણાવી રહ્યાં છીએ કે,હોળીકા પ્રાગટ્યનું શુભ મુહુર્ત ક્યારે છે અને શી રીતે હોળીકાની પૂજા-અર્ચના અને વ્યવસ્થાપન કરવું જોઇએ.વ્યવસ્થિત રીતે વિધી કરવામાં આવે તો હોળીકા આનંદમય અને જીવનસાફલ્યનું પર્વ બની રહે છે.

આ છે હોળીકા દહનનું શુભ મુહુર્ત –

માર્ચ ૧,ર૦૧૮ના રોજ સવારે ૮-૫૮ કલાકે પૂર્ણિમાતીથી લાગવાની શરૂઆત થાય છે.પૂર્ણિમા તીથીના સમયમાં હોળીકા દહન યોગ્ય છે પણ આ સમયે જ ભદ્રાકાલ બેસે છે.જેથી કરીને ભદ્રાકાલના સમયમાં હોળીકા દહન ઉચિત નથી.

ભદ્રાકાલ સાંજે ૭-૩૭ વાગ્યે સમાપ્ત થાય છે.આથી એ પછી હોળીકાદહન માટેનો સમય શુભ ગણાય છે.આમ,સાંજે ૬-૨૬થી લઇને ૮-૨૫ સુધીનો સમય હોળીકાદહન પ્રાગટ્ય માટે સર્વોત્તમ છે.

ભદ્રાકાલ સામાન્ય રીતે આકાશલોક,પાતાળલોક અને મૃત્યુલોક અર્થાત્ પૃથ્વીલોક પર સમયાંતરે નિવાસ કરતો રહે છે.ભદ્રાકાલ જ્યારે મૃત્યુલોકમાં હોય ત્યારે કોઇ શુભ કાર્ય થઇ શકતું નથી.હોળીના દિવસે દિવસભર ભદ્રાકાલ મૃત્યુલોકમાં રહે છે.બાદમાં,સાંજના સમયે તે અસ્ત પામે છે.આથી આ પછીનો યોગ શુભ મનાય છે.

કઇ રીતે કરશો હોલીકાની પૂજા –

હોળી પ્રગટાવવાની હોય એ સ્થળે સર્વપ્રથમ તો સ્વચ્છતા રાખવી પડે છે.લાકડા ખડકાયા બાદ હોળીનું પૂજન કરવામાં આવે છે.હોળી પ્રાગટ્ય પહેલાં કરવામાં આવતા આ પૂજન સમયે ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને પૂજન કરવું હિતાવહ છે.

હોળી પ્રાગટ્ય બાદ છાણથી નિર્મિત હોલીક, ફૂલમાળ, ધાણી-ખજૂર જેવા ખાદ્યો, ગંધ, પુષ્પ, ગુલાલ, નારીયેળ, નવા ઘઉં અને નવું ધાન્ય, હળદર, મગ, સાબુત, પકવાન જેવી વાનગી સહિત હાથમાં લોટો લઇ આ સઘળી વસ્તુની આહુતી હોળીમાં હોમતા રહીને સાત આંટા ફરવા જોઇએ.હોળીકા ફરતે ફરેલા સાત આંટા માંગલ્યદાયક કહ્યાં છે.

અગ્નિની જ્વાળા અર્થાત્ હોળીકાની જ્વાળા દરેક પાપોને બાળીને ભસ્મ કરનારી હોય છે.પ્રજ્વલિત હોળીની રાખનું તિલક કરવું પણ જરૂરી છે.હોળીના તાપથી આંતરમન સમૃધ્ધ બને છે અને પાપોનો વિનાશ થાય છે.પ્રહલાદ સમાન પવિત્ર મનધારીના દર્શનનો અમૂલ્ય લ્હાવો જાણે નજર સમક્ષ હોય એવું પ્રતિત થાય છે.

સંતાપ હરણ કરનાર પર્વ એટલે હોળી! આપ સર્વે સ્નેહીઓને હોળી અને ધૂળેટીના શ્રેષ્ઠત્તમ પર્વની હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી હોળી વિશેની પોસ્ટ ગમે તો જરૂર બીજા મિત્રો સાથે શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!