દરેક છોકરીએ પોતાના ભાવિ પતિ વિશે આ 9 વસ્તું જાણવી જરૂરી છે – નહીંતર લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી શકે

સંબંધ ખૂબ જ નાજુક હોય છે. દરેક સંબંધ ખાસ હોય છે પણ સંબંધને નિભાવવા માટે તમારે એને સમય આપવો પડે છે. સંબંધ વિકસાવવામાં ઘણો સમય લાગે પણ તૂટતા જરાય વાર ન લાગે. કેટલીયે વાર ફક્ત વાત-ચીતના અભાવને કારણે સંબંધો તૂટી જતા હોય છે. ઘણીવાર એવું બને કે, બે પાત્રોનાં વિચાર, વ્યવહાર અને આદતમાં પરિવર્તન આવવાથી સંબંધ તૂટી જાય છે તો ક્યારેક એવું બને કે નવા સંબંધ બનાવતા પહેલા લોકો વધુ વિચારતા નથી. આ કારણે સમસ્યાઓ ઉભી થવા લાગે છે અને છેલ્લે સંબંધોનો દુઃખદ અંત આવે છે.

સામાન્ય રીતે એક રિલેશન બનાવવામાં અને તોડવામાં ઘણા કારણો જવાબદાર હોય છે. આ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. આજે અમે તમને કેટલીક એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે, દરેક છોકરીએ લગ્ન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી તમે તમારા ભાવિ પતિને ખૂબ જ સારી રીતે સમજી શકશો અને સાથો-સાથ રિલેશન પણ વધુ મજબૂત બનશે.

દરેક સંબંધમાં લાગણી, માન-સન્માન અને વિશ્વાસ હોવો જરૂરી છે. કેટલાક સંબંધો એવા પણ હોય છે જેમાં પ્રેમ પૂરો થઈ ગયો હોય પણ સન્માનને કારણે સંબંધ ટકી રહ્યો હોય. તો કેટલીકવાર કપલ પોતાના બાળકોના ભવિષ્યને કારણે સંબંધો નથી તોડતા. પણ ગમે તે સંબંધમાં એક વાર સન્માન ન જળવાય તે સંબંધ વધુ ટકતો નથી. એટલે કોઈપણ સંબંધમાં સૌથી પહેલા એ જુઓ કે સન્માન છે કે નહીં. ચાલો જાણીએ પ્રેમ-સંબંધને મજબૂત બનાવવાની રીતો.

દરેક છોકરીએ લગ્ન પહેલા છોકરા વિશે આ 9 બાબતો જાણવી જરૂરી છે:

■ સૌથી પહેલા છોકરા વિશે એ જાણો કે, છોકરાની કારકિર્દીનો લક્ષ્ય શું છે? એની પસંદગીની નોકરી કઈ છે? પોતાના કેરિયરને લઈને એની શું અપેક્ષા છે?

■ કોઈનો સાચો ટેસ્ટ તો ત્યારે જ થાય જ્યારે તે મુશ્કેલીમાં હોય, એટલે છોકરાનું પેશેંસ લેવલ જરૂરથી ચેક કરો. મુશ્કેલ પરિસ્થિતિમાં એની પ્રતિક્રિયા કેવી છે, એ જુઓ.

■ છોકરાને એનાં મનપસંદ ફરવાના સ્થળ વિશે પૂછો અને શક્ય હોય તો એની સાથે ત્યાં ફરવા પણ જાવ. જેથી એનો વ્યવહાર અને સ્વભાવ જાણી શકાય.

■ છોકરો કેવા કપડા પહેરે છે અને કેવી ડિસીપ્લીનથી રહે છે? આ બધી વસ્તુઓ પણ નોટિસ કરો. જેનાથી એના લિવિંગ સ્ટાન્ડર્ડનો ખ્યાલ આવે.

■ કોઈપણનો ઉછેર કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં થાય છે, એના પર બધો આધાર હોય છે. એટલે છોકરાના બાળપણ વિશે પણ જાણી લો. એના પરિવાર વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે.

■ આજના જમાનામાં કુટુંબ નિયોજન (ફેમેલી પ્લાનિંગ) ની વાત સૌથી પહેલા કરી લેવી જોઈએ. છોકરાને પૂછો કે તે કેટલા સંતાન ઈચ્છે છે? એ પણ જાણો કે એ કેટલો કેરીંગ છે?

■ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક છુપાયેલ કૌશલ્ય હોય છે. છોકરાની અંદર કયું ટેલેન્ટ છે? એ જાણવાની કોશિશ કરો. જો તમે એનામાં રહેલ ટેલેન્ટને ઓળખીને બહાર લાવવામાં મદદ કરો તો એના દિલમાં તમારા માટે પ્રેમ અને સન્માન વધી જશે.

■ છોકરાને એ પણ પૂછી લેવું જોઈએ કે, લવ મેરેજ વિશે એનો શું ખ્યાલ છે? અને શારીરિક સંબંધ વિશે કેવું વિચારે છે? તમારા એક-બીજાનાં વિચારો કેટલા મેળ ખાય છે.

■ આ પણ પહેલાથી જ જાણી લેવું કે, એમને તમારી કઈ-કઈ વાતો અને આદતો પસંદ છે. એવું પણ બને કે, તમારા ભાવિ પતિને એ વાત સૌથી વધુ ગમે કે તમે એના વિશે સૌથી વધુ જાણો છો.

મિત્રો, દરેક પ્રેમ-સંબંધમાં સમજણ, વફાદારી, ત્યાગ, સમર્પણ, સંભાળ, માન-સન્માન જેવી ભાવનાઓ કેળવવી ખૂબ જરૂરી છે, જેથી રિલેશન વધુ ગાઢ બને.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!