મહિલાઓનાં શર્ટના બટન ડાબી બાજુ કેમ હોય છે ? કારણ જાણીને ચોંકી જશો

મહિલાઓનાં શર્ટના બટન ડાબી બાજુ કેમ હોય છે ? કારણ જાણીને ચોંકી જશો.

આમ તો આખી દુનિયા ચિત્ર-વિચિત્ર વાતોથી ભરેલી છે. પણ, કેટલીક વાતો એવી પણ હોય છે જેના વિશે ખૂબ ઓછા લોકોને જાણકારી હોય. અથવા એમ કહો કે, આપણે કેટલીક વસ્તુઓ રોજ જોતા હોઈએ પણ કોઈ દિવસ ધ્યાનથી નિરીક્ષણ ન કર્યું હોય કે આખરે ! આ વસ્તું આમ કેમ છે? આવી જ એક રોચક વાત એ છે કે, સ્ત્રીનાં કપડામાં લાગેલ બટન હંમેશા ડાબી બાજુ હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આમ કેમ ?

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે, પુરૂષોનાં શર્ટનાં બટન હંમેશા જમણી બાજુ હોય છે, જ્યારે મહિલાઓનાં શર્ટનાં બટન હંમેશા ડાબી બાજુ લાગેલા હોય છે. આની પાછળ ઘણા તર્ક છુપાયેલ છે. ચાલો જાણીએ આ અલગ-અલગ તર્ક વિશે.

પહેલું તર્ક :


પુરૂષોનાં શર્ટનાં બટન હંમેશા જમણી બાજુ અને મહિલાનાં શર્ટના બટન હંમેશા ડાબી બાજુ લગાડવાનો પહેલો તર્ક એ છે કે, પુરૂષોએ શર્ટનાં બટન બંધ કે ખોલવા માટે હંમેશા ડાબા હાથનો ઉપયોગ કરવો પડતો હતો, એટલે એના શર્ટના બટન હંમેશા જમણી બાજુ અને મહિલાઓને બટન ખોલવા માટે જમણા હાથનો ઉપયોગ કરવો પડે છે, એટલે એમના કપડામાં બટન ડાબી બાજુ લગાડવામાં આવે છે.

બીજુ તર્ક :


પુરૂષોનાં શર્ટનાં બટન હંમેશા જમણી બાજુ અને મહિલાનાં શર્ટના બટન હંમેશા ડાબી બાજુ લગાડવાનો બીજો તર્ક એ છે કે, પહેલા પુરૂષ પોતાના કપડા જાતે પહેરતા. જ્યારે મહિલાએ કપડા પહેરવા માટે કોઈની મદદ લેવી પડતી હતી. આ કારણે મહિલાઓનાં કપડામાં બટન ડાબી બાજુ લગાડવામાં આવે છે.

ત્રીજુ તર્ક :


પુરૂષોનાં શર્ટનાં બટન હંમેશા જમણી બાજુ અને મહિલાનાં શર્ટના બટન હંમેશા ડાબી બાજુ લગાડવાનો ત્રીજો તર્ક એવો છે કે, શરૂઆતથી જ મહિલા અને પુરુષનાં કપડામાં વિભિન્નતા (જુદાપણું) રહી છે. પણ, સમયની સાથો સાથ વસ્તુઓ બદલાઈ રહી છે અને કપડા સમાન થતા જાય છે. એટલે મહિલા અને પુરૂષોનાં કપડામાં થોડું અંતર રાખવા માટે આવું કરવામાં આવે છે.

ચોથું તર્ક


ચોથો તર્ક થોડો ઇતિહાસ સાથે જોડાયેલ છે. ઐતિહાસિક તથ્ય મુજબ મહિલાઓનાં કપડા ઉપર ડાબી બાજુ બટન લગાવવાનો આદેશ નેપોલિયન બોનાપાર્ટએ આપ્યો હતો. આનું કારણ એવું છે કે નેપોલિયન હંમેશા પોતાનો એક હાથ શર્ટમાં નાખીને ઉભા રહેતા, જેના કારણે મહિલાઓએ એક દિવસ એમનો મજાક ઉડાવ્યો. આ વાતથી નારાજ થઈને નેપોલિયને મહિલાઓનાં કપડામાં ડાબી બાજુ બટન લગાવવાનો આદેશ આપ્યો, જે આજ સુધી ચાલી રહ્યો છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર બીજા મિત્રો સાથે શેર કરો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!