એક ઠગ વ્યક્તિ કે જેણે તાજ મહેલ અને લાલ કિલ્લાને પણ વેચી નાખ્યા – વાંચવા અહીં ક્લિક કરો

આમ તો ભારતમાં ઘણાં ઠગ છે. પણ આજે અમે તમને એક એવાં ઠગ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે, જેને ભારતના નાના-નાના છોકરાઓ પણ ઓળખે છે. વળી, આવા માણસને કોણ ન ઓળખે? એ વ્યક્તિના કામ જ કંઇક અલગ છે.

હકીકતમાં, આજે અમે વાત કરી રહ્યાં છીએ ભારતનો સૌથી મોટો ઠગ (ફ્રોડ) ‘નટવરલાલ’ વિશે. આ માણસે તાજમહેલને ત્રણ વખત, લાલ કિલ્લાને બે વખત અને રાષ્ટ્રપતિ ભવનને એક વખત વેચી નાખેલું.

એટલામાં ઓછું કે, આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ત્યારે એણે પોલીસને જણાવ્યું કે, ”મેં કોઈ પાસેથી ધાક-ધમકી કે માર-ઝુડ કરીને એક રૂપિયો નથી લીધો, લોકો સામે ચાલીને હાથ જોડીને મને પૈસા આપે છે.”

આગળ એમણે જણાવ્યું કે, જો તમારી પાસે દિમાગ હશે તો સત્ય શોધી શકશો. ભારતના સૌથી મોટા ઠગને લોકો નટવરલાલનાં નામથી જ ઓળખે છે પણ આજે અમે તમને નટવરલાલ વિશે કેટલીક એવી જાણકારી આપવા જઈ રહ્યાં છીએ કે, જે જાણીને તમને આશ્ચર્ય થશે. તો ચાલો જાણીએ.. નટવરલાલનાં અજીબો-ગરીબ કારનામા વિશે.

નટવરલાલનાં નામથી પ્રસિધ્ધ ભારતના સૌથી મોટા ઠગનું સાચું નામ મીથલેશ કુમાર શ્રીવાસ્તવ હતું. કહેવાય છે કે, તે ચોરને પણ લુંટી લેતા. આ સિવાય એણે ઘણી દેહ-વ્યાપાર કરતી મહિલાઓનાં પૈસા અને ઘરેણાં પણ લૂંટી લીધેલા. એક ઠગ તરીકે મિથલેશ કુમાર શ્રીવાસ્તવ ઉર્ફ નટવરલાલનું નામ ત્યારે બહાર આવ્યુ જ્યારે એણે રાષ્ટ્રપતિ ભવનને વેચી નાખેલું.

પૈસાની છેતરપીંડી કરનાર મીથલેશ કુમાર અસલ જીંદગીમાં વકીલ હતાં. એમ છતા એમણે લોકો સાથે ફ્રોડ કરીને પૈસા કમાવવાનો રસ્તો પસંદ કર્યો અને સૌથી મોટા ઠગ બની ગયાં. એમણે એવાં-એવાં કારસ્તાન કર્યા હતાં કે 8 રાજ્યની પોલીસ એને શોધી રહી હતી. એનાં નામ ઉપર લગભગ 100 કરતાએ વધું કેસ નોંધાયા છે. એને પોલીસ પકડતી અને તેઓ ટૂંક સમયમાં જ પોલીસને હાથ તાળી આપીને નાસી છૂટતા. નટવરલાલ અલગ-અલગ જેલમાંથી લગભગ 8 વખત ભાગી ચુક્યા છે. નટવરલાલે છેતરપીંડી કરવામાં કોઈને નથી છોડ્યા. નટવરલાલે રાજીવ ગાંધી, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને ઘણાં લોકોના નામનો ઉપયોગ કરીને ફ્રોડ કર્યા છે.

એક સમય એવો પણ હતો કે, લોકો એનાં નામથી ડરતા. વર્ષ 1970 થી 1990 સુધી એમણે દરેક નાનામાં નાના માણસથી લઇને મોટામાં મોટા લોકોને છેતર્યા. કાયદાની નજરમાં ભલે નટવરલાલ એક આરોપી હોય, પણ તેઓ પોતાની જાતને એક સમાજ સેવક ગણતા હતાં. એક વખત પોલીસની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું કે, ”હું તો ફક્ત લોકો સાથે જૂઠ્ઠુ બોલું છું અને લોકો મારા જૂઠ્ઠાણાને સાચું સમજીને મને પૈસા આપી દે તો એમાં મારો શું વાંક?” એમણે ભારત સરકાર સમક્ષ પણ એક પ્રસ્તાવ મુક્યો હતો કે, “સરકાર પરવાનગી આપે તો એ પોતાની છેતરપીંડી દ્રારા ભારત ઉપર રહેલ બધું જ વિદેશી દેવું ચુકવી દેશે.”

મિથલેશ કુમાર શ્રીવાસ્તવ ઉર્ફ નટવરલાલનો જન્મ સીવાન જીલ્લાનાં બંગરા ગામમાં થયો હતો. એમણે ભારતીય ઈમારતો વેચીને દુનિયાને બતાવી દીધુ હતું કે હમ ભી કિસી સે કમ નહીં. નટવરલાલે એ સમયનાં રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની નકલી સહી કરીને પણ ફ્રોડ કર્યું હતું. આ સિવાય એણે ધીરુભાઈ અંબાણી, ટાટા અને બિરલા સાથે પણ કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી. આવા ઠગને દુરથી વંદન.

All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!