મહિલાઓની નાભિ ખોલે છે ઘણા રાઝ, જાણો કેવી નાભિવાળી સ્ત્રીથી સાવધાન રહેવું !!

આમ તો શરીરનું દરેક અંગ મહત્વપૂર્ણ છે પણ નાભિ (ડુંટી) તરફ ખૂબ ઓછા લોકો ધ્યાન આપતા હોય છે. આને શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ કહેવાય છે. કોઈપણ મહિલાની સેક્સ અપીલને એની નાભિ સાથે જોડવામાં આવે છે. કેટલીક મહિલાઓ તો પોતાની નાભિને સુંદર બનાવવા માટે સર્જરી પણ કરાવે છે. પણ તમે કદાચ આ વાતથી અજાણ હશો કે, નાભિ ફક્ત સેક્સ અપીલની નિશાની નથી પણ મહિલા સાથે સંકળાયેલ ઘણા રાઝ પણ ખોલે છે. મહિલાની નાભિ એના સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે. નાભિનો આકાર સ્વાસ્થય સંબંધિત બાબતો પણ જણાવે છે. તો ચાલો જાણીએ તમારી નાભિનો આકાર અને સ્વભાવ.

(1) ઉભા આકારવાળી નાભી ધરાવતી મહિલાઓ ઘણી હિંમતવાન હોય છે. એનો સ્વભાવ નીડર હોય છે. દરેક કાર્યને દિલથી પૂર્ણ કરે છે. તેણીને દરેક કામમાં પરફેક્શન જોઈએ. જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી એને શાંતી ન થાય.

(2) નાના આકારની નાભિવાળી મહિલાઓ એ જીવનમાં સફળતા મેળવવા માટે કઠીન પરિશ્રમ કરવો પડે છે કારણ કે આવી મહિલાઓ ખૂબ જ ઈમાનદાર હોય છે.

(3) ગોળ આકારની નાભી ધરાવતી મહિલાઓનો સ્વભાવ સરળ અને સૌમ્ય હોય છે. આવી મહિલાઓનું સ્વાસ્થ્ય હંમેશા સારૂ જ હોય છે. વિચારદ્રષ્ટિ દીર્ઘ હોય છે. આવી મહિલાઓ સાફ દિલની હોય છે.

(4) કેટલીક મહિલાઓની નાભી પેટના બરાબર મધ્ય ભાગમાં નથી હોતી. મતલબ થોડી આઘી-પાછી હોય છે. આવી મહિલાઓ વાત-ચીત કરવામાં ખૂબ જ તેજ હોય છે. એનું મૂડ તરત જ ચેંજ થઈ જતું હોય છે, મતલબ મૂડી સ્વભાવની હોય છે. આવી મહિલાઓને રમત-ગમતમાં રસ હોય છે.

(5) હોરિઝોન્ટલ (આડી) આકારવાળી નાભી ધરાવનાર મહિલાઓથી થોડું અંતર રાખવું. કહેવાય છે કે આવી મહિલાઓ પાણીમાંથી પોરા કાઢે એવી હોય છે. તેણીને હંમેશા બીજાની ભૂલો જ નજર આવે છે.

(6) આવી ઉંડી નાભીવાળી મહિલાનું વાણી-વર્તન ખૂબ સારુ હોય છે. આવી મહિલા ખૂબ જ લાગણીશીલ અને કેરીંગ સ્વભાવની હોય છે.

(7) વધુ સેન્સિટિવ નાભીવાળી મહિલાઓ ખુશ મિજાજ સ્વભાવની હોય છે. તેણીને હંમેશા ખુશી ભર્યું વાતાવરણ પસંદ આવે છે. આવી મહિલા પોતાનું દુઃખ પણ વ્યક્ત નથી કરતી. તે જીવનને ભરપૂર જીવી જાણે છે.

(8) જે મહિલાની નાભિ બહાર ઉપસી આવેલી હોય એ મહિલા ખૂબ નસીબદાર હોય છે. એના વિચારો હંમેશા સકારાત્મક હોય છે. તેણી કોઈપણ કામ જુસ્સા સાથે કરે છે. એથી ઉલ્ટું જે મહિલાની નાભિ અંદરની બાજુ હોય એ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ગર્ભવતી બની શકે અને તેણીનો સ્વભાવ પણ સરળ હોય છે.

નાભિ વિશે આ પણ જાણો

● નાભિને અંગ્રેજીમાં Navel કહેવાય.
● નાભિ આપણા શરીરનો સેન્ટ્રલ પોઇન્ટ છે.
● ગર્ભમાં રહેલ બાળક નાભિ દ્વારા જ પોષણ મેળવે છે.
● આપણી નાભિનો સીધો સંબંધ આપણા ચહેરા સાથે હોય છે.
● શુદ્ધ ઘીને નાભિ પર લગાડવાથી ચહેરો ચમકદાર અને મુલાયમ બનશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ ગમે તો જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!