નજર લાગવાનાં લક્ષણો અને નજર લાગી હોય તો એનાથી બચવાના ઉપાયો

આપણાં સમાજમાં ખરાબ નજર પડવા વિશે ઘણી બધી માન્યતા અને કિસ્સાઓ સાંભળવા મળે છે. કેટલાંક લોકો આને અંધવિશ્વાસ સાથે જોડે છે પણ વાસ્તવમાં જોઈએ તો એની પાછળનાં કારણોની અવગણના ન કરી શકાય. હકિકતમાં માનવ જીવન પર બાહ્ય પરિસ્થિતિની ઘણી અસર પડે છે. આપણી આસપાસ રહેલ ચીજવસ્તુંથી આપણા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવ પડે છે. એવી જ રીતે બાહ્ય ઉર્જા માનવ જીવનને પ્રભાવિત કરે છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની હોય છે.

નકારાત્મક ઉર્જા આપણાં જીવન અને શરીર પર ખતરનાક અસર કરે છે અને આને જ સામાન્ય ભાષામાં ‘નજર લાગી ગઈ’ એવું કહેવાય છે.

નકારાત્મક ઉર્જાની અસર કે ખરાબ નજર લાગવાની સ્થિતીમાં વ્યક્તિને શારિરીક, આર્થિક અને માનસિક રીતે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને નજર લાગવાથી જોવા મળતાં લક્ષણો અને એ બુરી નજર કે નકારાત્મક ઉર્જાથી બચવાના ઉપાયો પણ જણાવીશું.

સામાન્ય રીતે આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે, ફલાણા વ્યક્તિ ઉપર કોઇએ જાદુ-ટોના કર્યું અને એ ખૂબ જ બીમાર થઈ ગયો, એનાં ઉપર કોઈ દવા પણ અસર નથી કરતી. કામ-ધંધામાં મન નથી લાગતું અને ઘરમાં કંકાસ રહે છે. દરેક કાર્યમાં નિષ્ફળતા વગેરે..વગેરે.. આવુ બધુ નકારાત્મક શક્તિનાં પ્રભાવને કારણે અથવા કોઇના મંત્ર-તંત્ર કે કાળી નજરને કારણે થતુ હોય છે. આવા સમય દરમિયાન કેટલાંક ચોક્કસ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે જેમ કે,

બુરી નજર લાગવાથી જોવા મળતાં લક્ષણો :

(1) અચાનક જ ધન સંબંધી નુકશાન થાય અથવા વ્યવસ્થિત ચાલતા વેપારમાં કોઈ કારણ વગર જ નુકશાન આવે. (2) પતિ-પત્નીનાં સંબંધોમાં તકરાર થાય અથવા બીજા કોઈ સાથે લડાઇ-ઝગડા થાય.
(3) જે વ્યક્તિને નજર લાગી હોય એની આંખો ભારે-ભારે થઈ જાય, ઉંઘ આવે નહીં અને બેચેની રહે.
(4) માથામાં દુઃખવો રહે અને ચક્કર કે ઉલ્ટી થાય.

(6) નાના બાળકો રડ્યા કરે અથવા સ્વભાવ ચીડિયો થઈ જાય.


(7) ગર્ભવતી મહિલાની તબિયત બગડી જાય અથવા એનું ધાવણ બંધ થઈ જાય.
(8) દરેક કાર્યમાં બાધા કે સમસ્યા આવે.

નજર દુર કરવાનાં ઉપાયો :
● જો તમારા બાળકોને નજર લાગી ગઈ હોય તો લાલ મરચાનો ઉપાય કરો. આ માટે બે સુકા મરચા, થોડું નમક અને થોડીક રાઈ થી બાળકની નજર ઉતારીને એને એક ગરમ થાળી અથવા તવા ઉપર નાખી દો. એ બળી જશે અને ધુમાડાની સાથો-સાથ ખરાબ નજર પણ દૂર થઈ જશે.

● ખરાબ નજરને કારણે કોઈ વ્યક્તિ કારણ વગર જ તણાવમાં રહેતી હોય તો સેંધા નમકથી એની નજર ઉતારીને એ નમકને એક ગ્લાસ પાણીમાં નાખી દો. કહેવાય છે કે, જેમ પાણીમાં નમક ઓગળે છે એવી જ રીતે એ વ્યક્તિ ઉપરથી દુષ્પ્રભાવ દુર થાય છે.

● જો તમારા ધંધા-રોજગાર ઉપર કોઈની નજર લાગી ગઈ હોય તો એનાં માટે લીંબુ અને મરચાને કાળા દોરા સાથે ઘર કે દુકાનનાં મુખ્ય દરવાજા પર લટકાવી દ્યો. દર શનિવારે ઈશ્વરની પ્રાર્થના કરીને લીંબુ-મરચા બદલાવી નાખવા. આમ કરવાથી ધંધા-રોજગાર પર પડેલ નકારાત્મક પ્રભાવ જલ્દી દુર થાય છે.

● આવા બધાં જાદુ-ટોના અને બુરી નજરનો સૌથી વધું દુષ્પ્રભાવ ગર્ભવતી મહિલાઓ ઉપર પડે છે. જેથી કરી ગર્ભવતી મહિલાએ ઘરથી બહાર જતી વખતે લીંબડાનાં પાંદડા પોતાની સાથે રાખવા અને ઘરે પરત ફરીને એ પાંદડાને સળગાવી દેવા. આમ કરવાથી નકારાત્મક શક્તિ દુર થાય છે

નોંધ: હું એડમીન અને અમારા બીજા સાથીદારો કોઈ નજર લાગવામાં માનતા નથી, અમારી દ્રષ્ટીએ આ અંધશ્રદ્ધા છે, તેમ છતાં આ માહિતી શેર કરવાનું કારણ એક જ છે કે ઘણા એવા છે કે જે આ વાત માને છે

 

Leave a Reply

error: Content is protected !!