શ્રીદેવીની આ ઈચ્છા પૂરી ન કરી શકી રાણી, રહી ગયો જીવનભરનો વસવસો

રાણી શોકાગ્રસ્તઃ

શ્રીદેવીના આકસ્મિક નિધનને કારણે બોલિવુડ સહિત આખા દેશમાં તેના ચાહકો ઊંડા આઘાતમાં છે. તેમના નિધનથી બોલિવુડ એક્ટ્રેસ રાણી મુખર્જી પણ ખૂબ જ દુઃખી છે અને તેણે આ વર્ષે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ ન કરવાનો નિર્ણય કર્યો છે.

રાણીએ વ્યક્ત કર્યું દુઃખઃ

મીડિયા સાથે વાતચીતમાં રાણીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને શ્રીદેવી સાથે જોડાયેલી પોતાની યાદો તાજી કરી. રાણીને પૂછવામાં આવ્યું કે તે આવતા મહિને પોતાનો બર્થ ડે ઉજવશે કે કેમ તો તેણે કહ્યું કે તે શ્રીદેવીના નિધનને કારણે ખૂબ જ શોકાગ્રસ્ત છે અને પોતાનો 40મો જન્મદિવસ નહિ ઉજવે. શ્રીદેવીના આકસ્મિક નિધનને કારણે તે ઊંડા આઘાતમાં છે.

શ્રીદેવી સાથે હતા ગાઢ સંબંધોઃ

રાણીએ કહ્યું “શ્રીદેવી સાથે તેનો ગાઢ સંબંધ હતો. તે તેની ન માત્ર ફેવરિટ હીરોઈન હતી પરંતુ તેમના જવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એટલુ મોટુ નુકસાન થયુ છે જેની ભરપાઈ કરી શકાય તેમ નથી.”

હિચકી જોવા માંગતી હતી શ્રીદેવીઃ

શ્રીદેવી સાથે થયેલી અંતિમ મુલાકાતમાં શ્રીદેવીએ રાણીને કહ્યું હતુ કે તે તેની ફિલ્મ હિચકી જોવા માટે ખાસ્સી ઉત્સુક છે. રાણીએ જવાબમાં જણાવ્યું કે ફિલ્મ આખી બની નથી અને તે દુબઈથી લગ્ન એટેન્ડ કરીને આવે પછી તે ફિલ્મ જરૂર બતાવશે.

રાણીને રહી ગયો અફસોસઃ

રાણીને બેહદ અફસોસ રહી ગયો કે શ્રીદેવીની આ ઈચ્છા તે પૂરી ન કરી શકી. તેણે કહ્યું કે તે ઈચ્છતી હતી કે તેના પિતા અને શ્રીદેવી બંને તેની ફિલ્મ હિચકી જુએ અને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે. પરંતુ અફસોસ છે કે આ શક્ય ન બની શક્યું.

સોર્સ: આઈ એમ ગુજરાતી

Leave a Reply

error: Content is protected !!