26 ફેબ્રુઆરીનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આજે તમારો દિવસ શુભ ફળદાયી રહેશે. લેખન કાર્ય માટે સારો દિવસ છે. બૌદ્ધિક અને તાર્કિક વિચાર વિનિમય થઈ શકે છે. કોઈ પણ મહિલા સાથે વિવાદોમાં ન પડવું.

વૃષભ(Taurus):

અનિર્ણય મનોદશાને કારણે હાથમાં આવેલી તક આજે તમે ગુમાવી શકો છો. પ્રવાસનું આયોજન ટાળવું. લેખક, કલાકાર અને સલાહકારો માટે દિવસ ખૂબ અનુકૂળ છે. કોઈ નવા કાર્યનો પ્રારંભ આજે ન કરવો.

મિથુન(Gemini):

દિવસ આર્થિક દૃષ્ટિકોણથી લાભદાયી રહેશે. સ્વાદિષ્ટ અને ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રાલંકારથી આજનો દિવસ માનસિક દૃષ્ટિએ અત્યંત આનંદદાયી રહેશે. ધનનો વધુ વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું. ઉપહાર મળવાથી મન આનંદિત રહેશે.

કર્ક(Cancer):

સગાંસંબંધીઓ સાથે મનમોટાવ થઈ શકે છે. પારિવારિક કાર્યો પાછળ વ્યય થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. મનમાં જો કોઈ મૂંઝવણ હોય તો દૂર કરી લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

સિંહ(Lio):

આજનો દિવસ લાભદાયી છે. મિત્રો તથા સ્ત્રીમિત્રોથી લાભ થવાની સંભાવના છે. કોઈ સુંદર સ્થળના પર્યટનની સંભાવના છે. અનિર્ણયની સ્થિતિને કારણે હાથમાં આવેલી તક જઈ શકે છે. વેપારમાં આર્થિક લાભનો યોગ છે.

કન્યા (Virgo):

આજનો દિવસ શુભ ફળદાયી છે. નવા કાર્યના આયોજન સંપન્ન થશે. વેપારમાં લાભ અને નોકરીમાં પદ ઉન્નતિનો યોગ છે. પિતા સાથે લાભ થવાની સંભાવના છે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

 તુલા(Libra):

વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભની સંભાવના છે. નોકરી અને વેપારમાં સહકર્મચારીઓનો સહકાર નહિ મળે. લાંબા પ્રવાસ કે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનું આયોજન થઈ શકે છે. લેખન કાર્ય તથા બૌદ્ધિક ક્ષેત્રમાં તમે સક્રિય રહેશો.

 વૃશ્ચિક(Scorpio):

નવાં કાર્યોમાં નિષ્ફળતા મળવાનો યોગ છે. આથી શક્ય બને તો નવું કામ શરૂ કરવાથી બચવું. ક્રોધ પર સંયમ રાખવો. સરકારવિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ખર્ચ વધી જવાથી આર્થિક સંકટ થઈ શકે છે.

ધન(Sagittarius):

ગણેશજી કહે છે કે, આજનો દિવસ આનંદપૂર્વક પસાર થશે. મનોરંજનના પ્રસંગથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. વિજાતીય વ્યક્તિઓ સાથે તમને આનંદ મળશે. ભાગીદારીથી લાભ થશે.

 મકર(Capricorn):

વેપારમાં વિકાસ માટે આજનો દિવસ લાભકારી રહેશે. વ્યાવસાયમાં તમે તમારી યોજના અનુસાર કાર્ય કરી શકશો. ધનની લેવડદેવડમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.

કુંભ(Aquarius):

તમારી વાણી તથા વિચારોમાં તુરંત પરિવર્તન આવશે. બૌદ્ધિક ચર્ચામાં તમે જોડાયેલા રહેશે. લેખનકાર્ય તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળશે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. પેટમાં તકલીફ થઈ શકે છે.

મીન(Pisces):

આજે તમારામાં ઉત્સાહ તથા સ્ફૂર્તિની ઉણપ દેખાશે. પરિવારજનો સાથે વિવાદમાં ન પડવું. શારીરિક તથા માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. કોઈ અપ્રિય ઘટનાથી તમારું મન ખિન્ન રહી શકે છે. નોકરીમાં ચિંતા રહેશે.

– બેજાન દારૂવાલા

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!