અનોખી શાળા – અનોખો માહોલ – જાણો અનોખી રિસાયકલ્ડ સ્કૂલ વિશે

હાલના સમયની સ્કૂલોમાં ભારે ભરખમ દફ્તર, મોંઘી સ્કૂલ ફી અને કંટાળાજનક શિક્ષણ પદ્ધતિથી લગભગ બધા જ વાકેફ છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો તાલમેલ ઘટતો જાય છે. એવું લાગે છે કે, વિદ્યાર્થીઓ કૉન્ક્રીટનાં જેલમાં પુરાઈને પરાણે પુસ્તકો ફાળે છે. હવે, આવા સમયમાં અમે તમને આજે એક એવી સ્કૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કુદરતનાં ખોળે વસેલી સ્કૂલ છે.

જી, હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પુણે સ્થિત ‘અમન સેતુ પ્રાઈમરી સ્કૂલ’ ની. આ સ્કૂલનું નિર્માણ સંપૂર્ણપણે વેસ્ટ મટીરીયલમાંથી કરવામાં આવ્યું છે. અહીંયા બાળકોને નાનપણથી જ કુદરતી વાતાવરણમાં રહીને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે.

સ્કૂલનાં બાંધકામમાં વાપરવામાં આવેલ મટીરીયલ

અમન સેતુ પ્રાઈમરી સ્કૂલનું બાંધકામ સંપૂર્ણપણે વેસ્ટ મટીરીયલ અને કુદરતી વસ્તુંથી કરવામાં આવેલ છે. જેમાં ખાલી પ્લાસ્ટિક બોટલો, સ્ટ્રો, પાઈપ, વાંસ, માટી, છાણ અને લાકડાનો ઉપયોગ થયો છે. એમ છતા સ્કૂલના દરેક ઓરડાનું છાપરુ વૉટરપ્રુફ છે. સ્કૂલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે, ઉનાળામાં એ.સી. કે પંખા વગર પણ ઠંડક મળી રહે. સ્કૂલ એરિયામાં ચારેબાજુ વૃક્ષો છે અને બગીચામાં તાજા શાકભાજી અને ફળ ઉગવવામાં આવે છે. સ્કૂલના ટેબલ અને ખુરશી પણ રિસાયકલ થઈ શકે એવા લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. આ સ્કૂલ એકદમ ઈકોફ્રેન્ડલી અને હરિયાળી છે.

અનોખી શિક્ષણ પદ્ધતિ

સ્કૂલનું મુખ્ય સૂત્ર છે કે, કોઈપણ ચોપડી વગર બાળકનો દરેક અનુભવ જ્ઞાનનું વિશ્વ ખોલે છે અને આજીવન શિક્ષણને પ્રેરિત કરે છે. સ્કૂલનું વાતાવરણ જ એવું હળવુફૂલ છે કે, બાળકોને ભણવું ગમે. અહીંયા બાળકના કુદરતી જિજ્ઞાસુ સ્વભાવને પોષવામાં આવે છે. વિવિધ લર્નિંગ પદ્ધતિઓ દ્વારા બાળકને વ્યવહારૂ જ્ઞાન આપવામાં આવે છે.

સ્કુલની સ્થાપના વિશે થોડુ

વર્ષ 2008માં માધવી કપૂર ફાઉન્ડેશન દ્વારા આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. માધવી કપૂર ફાઉન્ડેશન (MKF) 2002 થી એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. MKF ની ટીમ છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે. તેઓએ વિશ્વના અન્ય ભાગોમાં પણ ઘણી અજમાયશ અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ કામગીરી કરી છે.

સ્કુલ લોકેશન

આ અનોખી સ્કૂલ મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરથી થોડે દુર લોહાગાંવ-વાઘોલી રોડ પર આવેલ છે. પુણે શહેરનો આ એકદમ ગ્રીન એરિયા છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!