શંકર ભગવાનને ખીજડાનાં પાન (શમીનાં પાન) ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરો. ગરીબી દુર થઇ જશે…

ભારતમાં સદીઓથી દરેક ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે. અહીંના લોકોને ધર્મ પર ખૂબ જ વધારે વિશ્વાસ/શ્રદ્ધા છે. જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી કે દુઃખ આવે તો લોકો એના સમાધાન માટે ભગવાન સામે પોતાનું માથું ટેકીને પ્રાર્થના કરે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, લોકોની મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે દેવી-દેવતાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ હંમેશા વધતો જ રહ્યો છે. હિન્દૂ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે. પણ અમુક દેવની પૂજા સૌથી વધુ કરવામાં આવે છે.

ભગવાન શંકરની મહિમા વિશે કોઈને કંઈ જણાવવાની જરૂર નથી. ભગવાન શંકર એટલા દયાળુ છે કે, પોતાના દરેક ભક્તની મનોકામના તરત જ પુરી કરી દે છે. ભગવાન શંકરની પૂજા સૌથી વધુ કરવામાં આવે છે. ભારતના દરેક ખૂણે ભગવાન શંકરનું મંદિર તમને જોવા મળશે.

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે વધારે ચઢાવો ચઢાવવાની પણ જરૂર નથી રહેતી. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તો ફક્ત ધતુરાનાં ફૂલ જ કાફી છે, પણ એનાં માટે તમારૂ દિલ સાફ હોવું જરૂરી. શિવપુરાણમાં વર્ણન છે કે, ભગવાન શંકરની પૂજામાં ફળ-ફૂલ-પાનનું વિશેષ મહત્વ છે.

સામાન્ય રીતે બધા લોકો શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતા હોય છે, પરંતુ એની સાથે ખીજડાનાં પાન ચઢાવવા વધુ લાભદાયક છે. શિવલિંગ ઉપર ખીજડાનાં પાન ચઢાવવાથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. દરરોજ શિવ મંદિરે જઈને તાંબાનાં લોટામાં ગંગાજળ અથવા પવિત્ર જળ ભરીને લઈ જાવ. એમાં ચોખા અને સફેદ ચંદન મેળવીને શિવલિંગ ઉપર “ॐ નમઃ શિવાય” બોલીને અર્પણ કરી દો.

જળ ઉપરાંત ભગવાન શિવને ચોખા, બિલીપત્ર, સફેદ વસ્ત્ર, જનોઈ, મીઠાઈ અને ખીજડાનાં પાન પણ ચઢાવો. આમ કરવાથી દરિદ્રતા દૂર થશે અને સમૃદ્ધિ વધશે. ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઈ રહશે. ખીજડાનાં પાન ચઢાવતી વખતે આ મંત્ર જાપ કરવો :

अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।
दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।

અમંગલાનાં ચ શમનીં દુષ્કૃતસ્ય ચ |
દુઃસ્વપ્રનાશિનીં ધન્યાં પ્રપદ્યેહં શમીં શુભામ્ ||

ખીજડાનાં પાન ચઢાવ્યા બાદ ધૂપ-દિપ અને કપૂરથી ભગવાન શિવની આરતી કરવી અને પછી પ્રસાદ ગ્રહણ કરવો.

ભગવાન શંકરને પ્રસન્ન કરવાના કેટલાક અન્ય ઉપાયો :

● દરરોજ સૂર્યાસ્ત બાદ શિવલિંગની બાજુમાં શુદ્ધ દેશી ઘીનો દિવો પ્રગટાવવો. દિવો સળગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે, દિવો માટીનો હોવો જોઈએ.

● શિવલિંગ પર ચાંદીનાં લોટા વડે દૂધ અર્પણ કરવું એ ખૂબ ફળદાયક રહે છે. દૂધ અર્પણ કરતા સમયે ” ૐ સોમ સોમાય નમઃ ” મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ.

● માનવામાં આવે છે કે, શિવલિંગ ઉપર ધતુરાનાં ફૂલ ચઢાવવાથી માણસનાં નકારાત્મક વિચારો દૂર થાય છે.

● ભગવાન શિવની કૃપા મેળવવા માટે ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરો.

● વૈવાહિક જીવનમાં આવનાર મુશ્કેલીઓ દૂર કરવા માટે ભગવાન શંકરની સાથે માતા પાર્વતીની પૂજા પણ કરવી જોઈએ. આ દરેક ઉપાય કરતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે, કોઈનું ખરાબ ન કરવું, નહીંતર કોઈ ફાયદો થશે નહીં.

હર હર મહાદેવ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર લાઈક અને શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!