આખરી સફર પર નીકળેલી ‘ચાંદની’ની છેલ્લી તસવીર – અપાયુ રાજકીય સન્માન

અભિનેત્રી શ્રીદેવીના આજે અંતિમ સંસ્કાર કરતા પહેલા તેમના મૃતદેહને કેટલાક સમય સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વિતેલા જમાનાની આ જાજરમાન અભિનેત્રીને અંતિમ સંસ્કાર પહેલા સોળે શણગાર કરવામાં આવ્યા હતા. શ્રીદેવીની આ અંતિમ તસવીર કોઈને પણ હચમચાવી દે તેવી હતી.

શ્રીદેવીનું ભારતીય સિનેમામાં અનન્ય પ્રદાન રહ્યું. તેમના આ યોગદાન બદલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતું.

મુંબઈ પોલીસની એક ટીમે તેમને ત્રિરંગો ઓઢાડ્યો હતો, અને તેમને પૂરા રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

તેમની અંતિમ યાત્રા જે ટ્રકમાં નીકળવાની હતી તેના પર પણ તેમનો મોટો ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો હતો, અને તેને ફુલોથી સજાવવામાં આવી હતી. શ્રીદેવીના વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર થશે.

શ્રીદેવીના અંતિમ દર્શન કરવા આજે સવારથી જ આખું બોલિવુડ ઉમટી પડ્યું હતું. તેમના ચાહકોની ભીડ પણ એટલા મોટા પ્રમાણમાં ઉમટી હતી કે, તેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે પોલીસને પણ ખાસ્સી મહેનત કરવી પડી હતી. ગઈકાલે રાત્રે તેમના મૃતદેહને મુંબઈ લવાયો ત્યારથી જ ભીડ ઓછી થવાનું નામ નહોતી લઈ રહી.

ગુજરાતના સૌથી લોકપ્રિય પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ બીજા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Leave a Reply

error: Content is protected !!