૨૦૧૮ નું પ્રથમ સૂર્યગ્રહણ – આટલી વસ્તુઓ નું ખાસ ધ્યાન રાખવુ જરૂરી

વર્ષ ૨૦૧૮નું પહેલું સુર્યગ્રહણ ૧૬ ફેબ્રુઆરીના રોજ દેખાવાનું છે.સૂર્યગ્રહણના સમયે સુર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે,આથી એટલા ભાગમાં સુર્યનો પ્રકાશ પૃથ્વી પર પડતો નથી.ગ્રહણની અસર આપણી જીંદગી પર જરૂરથી પડે છે.આથી ગ્રહણ પહેલાં એ જાણવું જરૂરી બની જાય છે કે,આ દિવસે કોઇ એવું કાર્ય ન કરો જેનાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે!

સુર્યગ્રહણના દિવસે કઇ ક્રિયાઓ કરવી અને કઇ ના કરવી એના વિશે તમારા મનમાં અસમંજસ હોય તો આ રીપોર્ટ વાંચી લેજો.અહીં અમે શક્ય એટલી જાણકારી આપીશું જેથી તમે અમુક પરેશાનીઓમાંથી બચી શકો.

ખગોળવિજ્ઞાન અનુસાર આ વર્ષનું પ્રથમ સુર્યગ્રહણ ૧૬ ફેબ્રુઆરીના રોજ થવાનું છે;જે ૧૫ ફેબ્રુઆરીની મધરાતથી શરૂ થશે.ગ્રહણ ૧૫ ફેબ્રુઆરીની રાતે ૧૨.૨૫ મિનિટથી શરૂ થશે,જે વહેલી સવારના ૪.૨૫ સુધી રહેશે.જો કે આ ગ્રહણ ભારતમાં નહી દેખાય કેમ કે આપણે ત્યાં આ સમયે રાત હશે.પરંતુ આ સમયગાળા દરમિયાન કેવી કેવી સાવધાની રાખવી જોઇએ એના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ:

ગ્રહણ સમયે ના કરતા ભુલથી પણ આ કામ –

(1)સુર્યગ્રહણને ખુલ્લી આંખોથી કદી ના નિહાળવું જોઇએ.એનાથી આંખોને ઘણું નુકસાન થાય છે અને પરિણામ સારું આવતું નથી.

(2)ઘરમાં તુલસીના પાન અવશ્ય રાખવા-ખાસ કરીને ખાવાના પદાર્થોમાં.ગ્રહણ પૂર્ણ થતાં આ પર્ણોને હટાવીને ઘરની સાફ-સફાઇ કરવી.

(3)માન્યતા છે કે,સુર્યગ્રહણ દરમિયાન ભોજન ન બનાવવું જોઇએ.

(4)સુર્યગ્રહણ દરમિયાન કોઇપણ પ્રકારના નેગેટીવ વિચારો મનમાં ઘુસવા દેવા નહી.

(5)ચંદ્રગ્રહણની જેમ સુર્યગ્રહણ સમયે ભોજન ના લેવું જોઇએ.જો કે,ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો માટે આ નિયમ લાગુ પડતો નથી.

(6)ગ્રહણના સમય દરમિયાન સ્ત્રીઓએ ભરતકામ અને સિલાઇકામ જેવા કાર્યોથી દુર રહેવું.ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આવા પ્રકારની પવૃત્તિઓ જોખમી સાબિત થતી હોવાની શાસ્ત્રોક્ત વાત છે.

Disclaimer – All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!