આ લક્ષણોના આધારે જાણી શકશો કે ગળા નું કેન્સર થયું છે કે નહિ – વાંચવા જેવું

કેન્સરની બિમારી વ્યક્તિ પર ગંભીર અસર કરનારી અને સરવાળે જીવલેણ સાબિત થનારી છે.ભારત સહિતના વિશ્વના લગભગ દેશોમાં આ બિમારીને લઇને ભય વ્યાપેલો છે.પણ જો કેન્સરની ભાળ શરૂઆતમાં જ મળી જાય તો ઇલાજ કરવો સરળ છે,સમય વીતી ગયા બાદ આનો ઇલાજ મુશ્કેલ છે.

કેન્સરની બિમારીમાં શરીરના કોષો અસાધારણ વર્ણતૂક દાખવે છે અને શરીરમાંની પેશીઓને ધીરે-ધીરે નષ્ટ કરી નાખે છે!તમને કદાચ જાણીને આશ્વર્ય થશે કે કેન્સરના કુલ ૧૦૦ પ્રકાર હોય છે!કેન્સરના લક્ષણોમાં અસામાન્ય રક્તભ્રમણ,શરીરમાં ગાંઠ,વજન ઓછું થવું,કફ વગેરેનો સમાવેશ થાય છે.ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ૧૪.૫ લાખ જેટલી છે અને આમાં દરવર્ષે સાતેક લાખ જેટલા નવા કેસો ઉમેરાય છે!૩૦ વર્ષથી ૬૯ વર્ષની વયના લોકોમાં કેન્સરને કારણે મૃત્યુ થવાનો ભય સામાન્ય લોકોની સરખામણીએ ૭૧% વધુ હોય છે.

કેન્સર થવાના ઘણા કારણો હોઇ શકે;પણ કેટલાક તો આપણી કલ્પના બહારના હોય છે!આ રોગની ઝપટમાં કોઇપણ આવી શકે છે,પછી તે સામાન્ય માણસ હોય કે કોઇ સુપરસ્ટાર!આજે આપણે વાત કરીશું ગળામાં થનારા કેન્સરની.ગળાનું કેન્સર/throat cancer મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ થાય છે.જો યોગ્ય સમયે આ રોગ વિશે ખબર પડી જાય તો એનો ઇલાજ શક્ય છે.

જો તમને ગળામાં કોઇ લાંબા ગાળાની સમસ્યા રહેતી હોય તો ત્વરીત ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું બહેતર છે.આજે અમે તમને ગળાના કેન્સરને લગતા ૭ લક્ષણોની ઓળખ કરાવવા જઇ રહ્યાં છીએ:

(1)જો અચાનક તમારા અવાજમાં બદલાવ આવે કે અવાજ ભારે થઇ જાય તો આ કેન્સરનો સંકેત પણ હોઇ શકે છે.જો કે અહીં શરદીને લીધે થતી અસરની વાત નથી.આવા સમયે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

(2)જમતી વખતે ખોરાક ગળવામાં કોઇ મુશ્કેલી ઉભી થાય તો ચેતી જવા જેવું છે.જો કે,આ ગળામાં ઇન્ફેક્શનને લીધે પણ થઇ શકે.પણ તોયે ડોક્ટર પાસે સલાહ લેવામાં કોઇ વાંધો નથી.

(3)કોઇપણ એક્સરસાઇઝ વગર જ વજન તેજ ગતિથી ઘટવા માંડે તો ડોક્ટર પાસે જઇ ચેકઅપ કરાવી લેવું.જો ૬ મહિનાની અંદર તમારું વજન ૧૦% ઘટી જાય તો આ ગંભીર બિમારીનો સંકેત હોઇ શકે છે.

(4)ગળામાં ખારાશ રહેવાથી બળતરા થવી એ આમ તો સામાન્ય બાબત છે પણ જો કોઇ કારણ વગર અને લાંબા સમય સુધી આવું થાય તો ડોક્ટર પાસે જઇ સલાહ લેવી.

(5)ઉધરસ વખતે કફની સાથે લોહી પડે તો આ બાબત ગંભીર છે.જો કે,ગળામાં સોજો કે ઇન્ફેક્શનને કારણે પણ આવું થઇ શકે છે.છતાં ડોક્ટરની મુલાકાત લેવી હિતાવહ છે.

(6)જો તમારી ગરદનમાં એકધારો દુ:ખાવો અને સોજો ચડવાની સમસ્યા સર્જાય તો એકવાર જરૂરથી ડોક્ટરી તપાસ કરાવો.હાલાકી,અમુક બીજા કારણોથી પણ આવું થઇ શકે;છતાં તપાસ કરાવવી બહેતર છે.

(7)લાંબા સમયથી તમે કાનમાં થતા અસહનીય દુ:ખાવાની સમસ્યાથી પિડાતા હો તો આ બાબતને ગંભીરતાથી લેજો.આ બાબતે એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી બની જાય છે.આ પિડા throat cancerનો સંકેત હોઇ શકે.

[ નોંધ – જરૂરી નથી કે ઉપર જણાવેલા લક્ષણો ગળાના કેન્સરના જ હોય.પણ આ લક્ષણોના દેખાવા પર એકવાર ડોક્ટરની સલાહ લેવામાં કંઇ ખોટું નથી.તમારી સેહત,તમારા જ હાથમાં છે! ]

નોંધ: આ માહિતી જનરલ ઓબ્ઝર્વેશન ના આધારે મુકેલ છે, વધુ માહિતી માટે તમારા ફેમીલી ડોક્ટર ની સલાહ લઇ લેવી.

Leave a Reply

error: Content is protected !!