ટોપ-15 એન્ડ્રોઈડ એપ્લિકેશન સ્માર્ટ લોકો માટે – આ એપ્લિકેશન તો તમારા ફોનમાં હોવી જ જોઈએ

(1) Selfissimo : સેલ્ફીના શોખીનો માટે જબરદસ્ત એપ્લિકેશન છે. આ એપ શરૂ કરીને તમારે ફક્ત જુદા-જુદા પોઝ આપવાના રહેશે. સેલ્ફી લેવા માટે ક્લિક કરવાની જરૂર નથી. ઘણી બધી ઓટોમેટિક સેલ્ફી લીધા પછી તમને જે ગમે એ રાખી શકો. આ એપ ગૂગલની છે.

(2) Drop Vcards : જ્યારે તમારે કોઈ વિઝીટિંગ કાર્ડમાં રહેલ કોન્ટેક્ટ ડિટેઈલ્સ ફોનમાં સેવ કરવાની હોય ત્યારે આ એપ્લિકેશનની મદદથી તમારે ફક્ત વિઝીટિંગ કાર્ડને સ્કેન કરવાનો રહેશે. જેના દ્વારા બધી જ માહિતી ટેક્સ્ટ સ્વરૂપે તમારા ફોનમાં સેવ થઈ જશે અને ટાઈપ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ એપની મદદથી તમે તમારૂ વિઝીટિંગ કાર્ડ પણ ક્રિએટ કરી શકો.

(3) Canva : આ એપથી તમે કલરફુલ પોસ્ટર બનાવી શકો. વિવિધ પ્રકારના ટેક્સ્ટ લખી શકો સાથે એમાં આઈકોન ઉમેરી શકો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે “Quote” કે વન લાઈનરને આકર્ષક રીતે રજૂ કરવા માટે ઈમેજ બનાવી શકો.

(4) Hello English : એકદમ સરળ રીતે ગુજરાતી ભાષા દ્રારા અંગ્રેજી શીખવા માટેની એપ્લિકેશન.

(5) Avast Antivirus and Security : આ એક ફ્રી સિક્યોરિટી એપ્લિકેશન છે જેની મદદથી તમે તમારા ફોનને વાયરસથી બચાવી શકો તેમજ ફોન ચોરી થતાં SMS દ્વારા તેનું લોકેશન પણ ટ્રેક કરી શકો.

(6) Google translate : અંગ્રેજીમાંથી ગુજરાતી કે હિન્દીમાં અને ગુજરાતી/હિન્દીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરી આપતી અને દરેક ભાષા સપોર્ટ કરતી એકદમ સરળ એપ્લિકેશન.

(7) Inkwire : તમારાં મોબાઈલની સ્ક્રીન તમે તમારા મિત્ર સાથે શેર કરી શકો. તમારાં મોબાઈલમાં થતી દરેક ગતી-વિધિ કોઈ બીજી જગ્યાએ રહેલ તમારો મિત્ર જોઈ શકે.

(8) Google handwriting input : આપણી આંગળી દ્રારા રેતીમાં લખતાં હોય એવો સરસ અનુભવ કરાવતી એપ્લિકેશન જેનાં દ્રારા ગુજરાતી કે અન્ય કોઈપણ ભાષામાં ટાઈપ કરી શકાય.

(9) Shrimad Bhagwat Gita : શ્રીમદ ભાગવત ગીતા, આ ધાર્મિક એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષા સપોર્ટ કરે છે. જેમાં ગીતાના અઢાર અધ્યાય ટૂંકમાં શ્લોક સાથે આપવામાં આવ્યા છે.

(10) CamScanner : કોઈપણ ફોટો કે લખાણને PDF ફાઈલ બનાવવા માટે ઉપયોગી એપ્લિકેશન.

(11) Snapseed : સ્નેપસીડ નામની આ એપ Googleની જ એક સર્વિસ છે. જે ફોટો એડિટિંગ કે સુધારા-વધારા કરવા માટે એકદમ સરળ એપ્લિકેશન છે.

(12) Screen Lock – Time Password : સ્ક્રીન લોક કરવા માટેની સૌથી યુનિક એપ્લિકેશન છે. સ્ક્રીન લોક ખોલવા માટે મોબાઈલ સ્ક્રીન પર ઘડિયાળ જે સમય બતાવે એ સમયનાં અંક મુજબ પાસવર્ડ સેટ કરી શકાય. દા.ત. સમય : 12:15 થયો હોય તો પાસવર્ડ 1215 ગણાશે. કરંટ સમયમાં બે મિનીટ ઓછા-વત્તા કરીને પણ પાસવર્ડ સેટ કરી શકાય.

(13) Ludo King : બચપણમાં જે લોકો ચલ્લસ રમતાં હતાં એમને ખ્યાલ હશે આ સરસ મજાની ગેઈમ વિશે. ઓફલાઈન અને ઓનલાઈન રમી શકાય તથા સિંગલ અને મલ્ટી પ્લેયર પણ રમી શકાય.

(14) Smart Kit 360 : આ 4.5 MB ની એક એપ્લિકેશન 32 એપ્લિકેશન જેટલું કામ કરે છે. આ એપમાં વિવિધ ગણતરી અને કન્વર્ટ માટે જુદા-જુદા ટુલ્સ છે. ઘણી ઉપયોગી એપ છે.

(15) QuickLyric : સંગીતનાં શોખીન મિત્રો માટે આ એપ્લિકેશન ઘણી ઉપયોગી છે. આ એપની મદદથી તમે કોઈપણ ગીતનાં શબ્દો (Lyrics) તાત્કાલિક મેળવી શકો. આ ગીતના શબ્દોને તમે કોપી-પેસ્ટ પણ કરી શકો. ટૂંકમાં આ એપ્લિકેશનની મદદથી કોઈપણ ભાષાનું ગીત મોબાઈલમાં વાગતું હોય તો એ આખે આખુ ગીત ટેક્સ્ટ સ્વરૂપે લખાયેલ મળી જશે.

અગત્યની સુચના : Google Play Store કે આપના સ્માર્ટફોનને સુસંગત એપ્લિકેશન સ્ટોર સિવાય બીજી કોઈપણ જગ્યા પરથી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવી નહીં. કોઈપણ અજાણી લિંક અને જાહેરાત પર આવતી લિંક દ્રારા કોઈપણ એપ્લિકેશનનું ઈન્સ્ટોલેશન કરવું નહિં.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ જો ગમી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!