માતા વૈષ્ણો દેવી મંદિરનું આ રહસ્ય જાણીને ચોંકી જશો – વાંચો આખો લેખ

ભારતનું વિશ્વ પ્રસિધ્ધ અને સૌથી પવિત્ર તીર્થ સ્થળ વૈષ્ણો દેવી મંદિર વિશે બધાં જ જાણે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. જમ્મુ-કશ્મીર રાજ્યની ત્રિકુટા પહાડી પર આવેલ માતા વૈષ્ણો દેવીનું આ પવિત્ર મંદિર એક ગુફાની અંદર છે. જે પહાડી ઉપર આ મંદિર વસેલું છે એ પર્વતને ત્રિકુટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર સુધી પહોંચવા માટે ઘણું ચઢાણ કરવું પડે છે. વૈષ્ણો દેવી મંદિર હિંદુ પરંપરાઓમાં આસ્થા રાખનાર લોકો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે. તમે પણ માતા વૈષ્ણો દેવીનાં દર્શન કર્યા હશે તો યાદ જ હશે કે, માતાનો નિવાસ પર્વત ઉપર આવેલ એક ગુફામાં છે.

ભક્તોની લાંબી લાઇનને કારણે તમને આ પવિત્ર ગુફા જોવા માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હશે એટલે આ ગુફા વિશે તમે વધું નહીં જાણતા હોવ. તો ચાલો આજે જાણીએ માતાનાં દરબારની કેટલીક અજાણી વાતો.

એવું માનવામાં આવે છે કે, ગુફામાં ભૈરવનું શરીર છે. કહેવાય છે કે માતાએ પોતાના ત્રીશુળથી ભૈરવનું માથું વાઢી લીધુ હતું. ભૈરવનાથનું માથું કપાઈને ભૈરવ ઘાટીમાં પડયું અને શરીર ત્યાં જ પત્થરનું બની ગયું. એ શરીર આજે પણ ગુફાનાં દ્વાર પર છે.

પવિત્ર ગુફાની લંબાઈ 98 ફુટ છે. ગુફામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે બે કૃત્રિમ રસ્તા બનાવવમાં આવ્યા છે. આ નવા રસ્તાનું નિર્માણ 1977માં કરવામાં આવ્યું હતું.  ગુફામાં જ્યાં માતાનું આસન છે ત્યાં માતા વૈષ્ણો દેવી, મહાકાળી માતા અને સરસ્વતી દેવી સાથે બિરાજે છે. ગુફામાં કોઈ મૂર્તિ નથી પણ માતા ત્રણ પવિત્ર પિંડીના સ્વરૂપમાં છે.

વૈષ્ણો દેવીના દરબારમાં પ્રાચીન અને મૂળ ગુફાનું અલગ મહત્વ છે. શ્રદ્ધાળુઓ આ જૂની ગુફાથી માતાના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. પ્રાચીન ગુફામાં સતત પવિત્ર ગંગા જળ વહેતું રહે છે. શ્રદ્ધાળુ આ જળથી પવિત્ર થઈને માતાના દરબારમાં પહોંચે છે જે એક અદ્દભુત અનુભવ હોય છે, આ જ કારણથી આ ગુફાનું મહત્વ વધું છે.

વૈષ્ણો દેવી ગુફાના દર્શન પહેલાં એક ગુફા આવે છે જેને ગર્ભજૂન કહેવાય છે. આ ગુફા ખૂબ જ સાંકડી છે જેમાંથી વ્યક્તિએ સૂતા-સૂતા ઘસડાઈને પસાર થવુ પડે છે. એવું માનવામાં આવે છે કે, ગર્ભજૂનમાં જવાથી મનુષ્યએ ફરીથી ગર્ભમાં નથી જવુ પડતું.

All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!