વેલેન્ટાઈન ડે નો સાચો ઇતિહાસ જાણો – જાણો કોણ હતા મિસ્ટર ‘વેલેન્ટાઇન’

પાંચમી સદીની શરૂઆતમાં એક સંત થઇ ગયા યુરોપમાં  જેનું નામ હતું વેલેન્ટાઈન ..

આ સંત થયા યુરોપની અંદર રોમમાં અને તે સમયે રોમનો રાજા હતો ક્લોડિયસ, ઘણો જ ક્રૂર અને આતંકી તેમની ક્રૂરતા અને આતંકનાં કિસ્સા યુરોપના ઇતિહાસમાં ભર્યા પડ્યા છે તે ક્લોડિયસ કહે છે કે ભાઇ આપણે તો મહાન યુરોપની સંસ્કૃતિના વાહક છીએ  જેમાં પત્નીને તો રખેલ બનાવીને જ રાખી શકાય છે તેને પત્નીનો દરજ્જો આપવો મૂર્ખતા છે તે ક્લોડિયસનાં રાજ્યમાં આ વેલેન્ટાઈન થઇ ગયા અને તે ગામે ગામે ફરીને કહેતા હતા કે ભાઇ લગ્ન કરો લગ્ન કરી એક પત્નીની સાથે રહો.

વેલેન્ટાઈને ભારતીય સાહિત્યનો અભ્યાસ કર્યો અને ભારતીય સાહિત્યથી તેમને ખ્યાલ આવ્યો કે એક પત્નીની સાથે રહેવું, એક સ્ત્રીની સાથે રહેવું કેટલું સુખદ હોય છે તેમાં (complication) જટિલતા હોતી નથી અને તેમાં બીમારીયો ઓછી થાય છે તેમાં venereal disease (યૌન રોગ) બહુ ઓછું થાય છે આ તમામ લગ્નના ફાયદાઓ વિષે તેમને ભારતીય સાહિત્ય માંથી માહિતી મેળવી અને આ ભારતનું સાહિત્ય તેમણે મળ્યું કેવી રીતે?

ભારતનો વ્યપાર તે સમયે આફ્રિકા થઈને યુરોપમાં ખુબ ચાલ્યો હતો પાંચમી સદીની શરૂઆતમાં અને ચોથી સદીનાં અંતમાં વેલેન્ટાઈનને ભારતનું સાહિત્ય મળી ગયું અને તે સાહિત્યનું તેને અધ્યન કર્યું અને ખ્યાલ આવ્યો કે ભારતની પરિવાર વ્યવસ્થા આવા પ્રકારની છે તો તેમણે રોમમાં ભરપુર પ્રચાર કર્યો અને લગ્ન કરાવવા માટે વેલેન્ટાઈન મશહુર થઇ ગયા તો તે શું કરતાં હતા કે ગામે ગામે જતા હતા વ્યાખ્યાન આપતા અને લોકોને સમજાવતા હતા કે લગ્ન કરવાના શું શું ફાયદા છે લગ્ન કર્યા પછી શારીરિક સબંધ રાખવાના શું શું ફાયદા છે  અને ક્લોડિયસ આનાથી ચિડાતો હતો અને કહેતો હતો કે આપણી મહાન પરંપરા છે લગ્ન ન કરવાની …..

જયારે ખુબ વધારે ક્લોડિયસને ગુસ્સો આવ્યો ત્યારે તેને વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવવાનો આદેશ આપી દીધો અને ત્યારે રાજા કોઈપણ આદેશ આપી શકતો હતો અને રાજાના મુખ માંથી નીકળેલા શબ્દો જ કાનુન માનવામાં આવતા  હતા અને તે મુજબ ક્લોડિયસે ૧૪ ફેબ્રુઆરી ૪૯૮નાં રોજ વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધો અને ત્યારે થયું શું કે વેલેન્ટાઈને જે લોકોનાં લગ્ન કરાવ્યા હતા તે બધા દુઃખી થયા અને તે બધા એકઠા થયા અને યુરોપમાં ૧૯૫૦ સુધી ફાંસી આપવાની પરંપરા ખુલ્લા મેદાનમાં હતી તો ક્લોડિયસે તે તમામ લોકોને એકત્રિત કરીને તેમની સામે વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી ત્યારે તેમના જે શિષ્ય હતા તે ખુબ દુઃખી થયા ત્યારથી તેમની દુ:ખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવાની શરૂઆત કરી તો તે દિવસથી યુરોપમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે

એટલે કે એક એવા વ્યક્તિ કે જે લગ્ન કરાવતા હતા તેને રાજા ક્લોડિયસે ફાંસીની સજા આપી અને તેની દુઃખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે

આ છે વેલેન્ટાઈન ડે નો ઇતિહાસ …………

 

નોંધ: આ ઈતિહાસ ઈન્ટરનેટ પર મળેલી માહિતી પરથી લખાયેલો છે, લેખની સાર્થકતા વિષે અમે કોઈ જવાબદારી લેતા નથી.

Leave a Reply

error: Content is protected !!