20 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ અને કોને પડશે થોડી તકલીફ

મેષ(Aries):

આજનો દિવસ આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે. આજે કરેલાં તમામ કામમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. આર્થિક લાભની સંભાવનાઓ છે. મિત્રો અને સ્નેહીજનો સાથેની મુલાકાતથી પ્રસન્ન રહેશો.

વૃષભ(Taurus):

આજનો દિવસ તમારા માટે વધુ અનુકૂળ જણાઈ રહ્યો નથી. અનેક પ્રકારી ચિંતા સતાવશે. સ્વાસ્થ્યમાં ચડઊતર રહેશે. સ્વજનો અને સ્નેહીજનો સાથે મતભેદ થઈ શકે છે. કોઈ કારણવશ વ્યય વધુ થશે.

મિથુન(Gemini):

આજનો દિવસ શુભ ફળદાયી છે. વેપારમાં તથા આવકમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિને લીધે તમારા માટે પ્રમોશનની સંભાવના છે. પરિવારમાં જીવનસાથી અને સંતાન તરફથી સારા સમાચાર મળશે.

કર્ક(Cancer):

આજનો દિવસ તમારા માટે શુભ છે. વેપારીઓ પર અધિકારીઓ ખુશ રહેશે. નોકરિયાતો માટે પ્રમોશનનો યોગ છે. પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ રહેશે. નવી સાજ-સજાવટથી ઘરની શોભામાં વૃદ્ધિ થશે. માતા તરફથી લાભ થશે.

સિંહ(Lio):

આજનો દિવસ આળસ અને થાકમાં પસાર થશે. પેટ સંબંધિત પરેશાની થઈ શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ વધુ કરવો પડશે. વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ધાર્મિક પ્રવાસની સંભાવના છે.

કન્યા (Virgo):

આવેશ કે ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું. વાણી પર સંયમ રાખવો. અનૈતિક કૃત્યોથી દૂર રહેવું. સરકારવિરોધી પ્રવૃત્તિઓને કારણે પરેશાની ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું. ખર્ચનું પ્રમાણ વધશે.

 તુલા(Libra):

આજે સાંસારિક જીવનનો આનંદ વિશેષરૂપે મનાવી શકો છો. નાનકડા પ્રવાસનું આયોજન થશે. વેપારીગણ વેપારમાં વૃદ્ધિ કરી શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા અને યશ કીર્તિ મળવાનો પણ યોગ છે.

 વૃશ્ચિક(Scorpio):

તનમાં ચેતના અને સ્ફૂર્તિનો સંચાર રહેશે. હરીફો અને મિત્રોના વેશમાં છુપાયેલા શત્રુ તેમના પ્રયાસોમાં નિષ્ફળ રહેશે. ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. સ્ત્રીમિત્રો સાથે મેળાપથી આનંદમાં વધારો થશે. આર્થિક લાભનો સંકેત મળશે.

ધન(Sagittarius):

પેટ સંબંધિત બીમારીઓની સમસ્યા રહેશે. કોઈ પણ કાર્યમાં સફળતા ન મળવાથી નિરાશાની સંભાવના છે. સાહિત્ય તથા અન્ય કોઈ રચનાત્મક કાર્ય પ્રત્યે રુચિ રહેશે. સંતાનો પ્રત્યે ચિંતા રહેવાથી મનમાં વ્યગ્રતા રહેશે.

 મકર(Capricorn):

આજે તમારામાં સ્ફૂર્તિનો અભાવ રહેશે. પરિવારજનો સાથે વિવાદથી ચિંતિત રહેશો. મન વ્યથિત રહી શકે છે. અપકીર્તિ, અપયશ મળવાની આશંકા છે. ઊંઘ પૂરી ન થવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

કુંભ(Aquarius):

ગણેશજી કહે છે કે, આજે તમારી ચિંતા ઓછી થશે અને તમે માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પારિવારિક વાતાવરણ આનંદિત રહેશે. ભાઈ-બહેનો સાથે સંબંધોમાં મધુરતાનો અનુભવ કરશો.

મીન(Pisces):

નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરવા. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. કોઈ સાથે વાદવિવાદ કે ઝઘડો શક્ય બને તો ટાળવા. ખાનપાનમાં સંયમ રાખવો. શારીરિક સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!