22 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આજનો દિવસ તમાર માટે ખાનગી વિચારો છોડીને અન્ય વિચારો સ્વીકારવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. ઘરના તથા પરિવારજનો સાથે કામ કરતી વખતે સમાધાનકારી વ્યવહાર કરવો. ખર્ચ પર સંયમ રાખવો.

વૃષભ(Taurus):

તમે આર્થિક જવાબદારીઓ પ્રત્યે આજે ધ્યાન આપવું. આર્થિક લાભ થવાની સંભાવના છે. મનમાં ઉત્સાહ તથા વિચારોની સ્થિરતાને કારણે તમામ કાર્યો તમે સારી રીતે કરી શકશો.

મિથુન(Gemini):

આવેશ અને ઉગ્રતાને કારણે કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે, ધનહાનિ અને માનહાનિ થઈ શકે છે. પરિવારજનો સાથે કલેશ થવાની સંભવાના છે. વધુ ખર્ચની શક્યતા.

કર્ક(Cancer):

આજનો દિવસ તમારા માટે લાભદાયી છે. નોકરી અને વેપારમાં પણ ફાયદો થશે. મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકો છો. જે લોકો પરણિત નથી તેમના માટે લગ્નના યોગ છે. આવકના સાધનોમાં વધારો થશે.

સિંહ(Lio):

તમારા કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન થશે. પિતા સાથે સંબંધ પ્રેમપૂર્ણ રહેશે અને તેનાથી લાભ થશે.

કન્યા (Virgo):

આજના દિવસે વધુ મહેનત કરવાની રહેશે. શારીરિક સ્ફૂર્તિનો અભાવ રહેશે અને થાકનો અનુભવ થશે. જેના કારણે ધીમી ગતિથી કાર્ય પૂર્ણ થશે. સંતાનના સ્વાસ્થના વિષયમાં ચિંતા અને તેમની સાથે મતભેદ પણ થઈ શકે છે.

 તુલા(Libra):

કોઈની સાથે વાદ-વિવાદ કે લડાઈ ન કરવી. વાણી પર સંયમ રાખવો. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અચાનક ધનલાભ થવાની સંભાવના છે.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ તમારા માટે મનોરંજનો દિવસ છે. મિત્રો સાથે પાર્ટી તથા પિકનિકનું આયોજન થઈ શકે છે. વસ્ત્રાભૂષણ, વાહન તથા ભોજનનું સુખ પ્રાપ્ત થશે. તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

ધન(Sagittarius):

આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે. મિત્રો તથા સગા સંબંધીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે. નવા કાર્યોની શરૂઆત માટે સારો સમય છે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.

 મકર(Capricorn):

આજના દિવસે શારીરિક રૂપથી આળસ, થાક રહેશે જેનાથી અસ્વસ્થતા અનુભવાશે. માનસિકરૂપે ચિંતા રહેશે.. આર્થિક રૂપથી દિવસ ફળદાયી રહેશે. ઘરના લોકો અને મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

કુંભ(Aquarius):

વધુ ભાવુકતાને કારણે મનમાં અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. સામાજિક રૂપથી સમ્માન ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું. ઘર અને સંપતિ સાથે જોડાયેલા કાર્યોમાં ધ્યાન રાખવું. માતા તરફથી લાભ થશે.

મીન(Pisces):

મહત્વના નિર્ણય લેવા માટે આજનો દિવસ શુભ છે. સર્જનાત્મક શક્તિમાં વધારો થશે. વિચારોમાં સ્થિરતા તથા મનમાં દ્રઢતા રહેવાથી તમે કાર્ય ખુબ સારી રીતે કરી શકશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

 – બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!