24 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો શનિવાર રહેશે શુભ

મેષ(Aries):

દિવસ મિશ્ર ફળદાયી છે. નવા કાર્ય કરવાની પ્રેરણા મળશે અને નવા કાર્ય કરી શકશો. આજે તમારું મન ચંચળ રહેશે, જેનાથી તમારું મન દ્વિધાયુક્ત રહેશે. નાનકડા પ્રવાસનો યોગ છે.

વૃષભ(Taurus):

યોગ્ય નિર્ણય ન લેવાને કારણે તક ગુમાવી શકો છો. વાદવિવાદ કે ચર્ચામાં તમારા હઠીલાપણાથી સંઘર્ષની સ્થિતિ આવી શકે છે. આજે તમે વાકચાતૃર્યથી કોઈને પણ રિઝાવી શકો છો. ભાઈ-બહેનોમાં સ્નેહ જળવાઈ રહેશે.

મિથુન(Gemini):

દિવસની શરૂઆત સારી રહેશે. મિત્ર કે પરિવારના સભ્યો સાથે ભોજનનો લુત્ફ ઉઠાવી શકો છો. સુંદર વસ્ત્રધારણ કરશો. આર્થિક દૃષ્ટિએ તમારા માટે દિવસ લાભદાયી છે. ખર્ચ પર સંયમ રાખવો. કોઈ સ્નેહીજન કે મિત્રથી ઉપહાર મેળવતા મન પ્રફુલ્લિત રહશે.

કર્ક(Cancer):

આજે તમે માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. પારિવારિક કાર્યો પાછળ ખર્ચ થશે. મુસીબતોનું તત્કાળ નિવારણ કરશો. અકસ્માતથી સંભાળીને ચાલવું.

સિંહ(Lio):

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. દ્વિધાપૂર્ણ માનસિકતાને કારણે તક ગુમાવી શકો છો. તમારું મન વિચારોમાં ખોવાયેલું રહેશે. નવાં કાર્યોનો આરંભ આજે ન કરવો. સ્ત્રીમિત્રો સાથે મુલાકાત થશે તથા તેનાથી લાભ થશે.

કન્યા (Virgo):

નવાં કાર્યોનાં આયોજન આજે સફળ રહેશે. પદોન્નતિની સંભાવના વધુ છે. અધિકારીઓ તરફથી લાભ થશે. ધન, માન-સન્માન મળશે. પિતા તરફથી લાભ થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ થશે.

 તુલા(Libra):

નવા કાર્યના પ્રારંભ માટે દિવસ સારો છે. લાંબા પ્રવાસ કે ધાર્મિક સ્થળનો પ્રવાસ કરી શકો છો. વ્યવસાયમાં લાભની તક મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સંતાનોના વિષયમાં દ્વિધા રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ સાવધાનીપૂર્વક પસાર કરવો. નવાં કાર્યોનો પ્રારંભ ન કરવો તથા ક્રોધ પર સંયમ રાખવો. અનૈતિક કામવૃત્તિથી દૂર રહેવું. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘનથી બચવાનું રહેશે. વધુ ખર્ચ થશે.

ધન(Sagittarius):

આજે તમારો દિવસ સુખપૂર્વક અને આનંદમાં વ્યતીત થશે તેમ ગણેશજીને પ્રતીત થાય છે. વિજાતીય વ્યક્તિઓ સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચાર-પરિવર્તન જલદી થઈ શકે છે. લેખનકાર્ય માટે દિવસ સારો છે. ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થશે.

 મકર(Capricorn):

ધન લેવડદેવડમાં સરળતા રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. આવશ્યક કારણો પાછળ ધન ખર્ચ થશે. નોકરીમાં સહકર્મચારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ(Aquarius):

આજે તમારા વિચારમાં તુરંત પરિવર્તન આવતાં રહેશે. મહિલાઓએ તેમની વાણી પર સંયમ રાખવો પડશે. પ્રવાસ યથાસંભવ ટાળવો. આકસ્મિક ખર્ચનો યોગ છે. પેટમાં તકલીફ થઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું.

મીન(Pisces):

ઘરમાં પરિવારજનો સાથે વાદવિવાદ થઈ શકે છે. મહિલાઓ સાથે વ્યવહારમાં સાવધાની રાખવી. ધન અને કીર્તિની હાનિ થઈ શકે છે. નોકરી કરનારાને નોકરીમાં ચિંતા રહેશે.

 – બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!