26 માર્ચનું રાશિફળ: જાણો, સોમવારે ઓફીસ જતા પહેલા વાંચી લો તમારો દિવસ રહેશે શુભ કે અશુભ

મેષ(Aries):

આજે કોઈ સાથે વાદવિવાદમાં ન પડવું. સ્વજનો, સ્નેહીજનોના વ્યવહારથી તકલીફ થઈ શકે છે. તમારો માનભંગ ન થાય તેનું ધ્યાન રાખવું. નવા કાર્યના પ્રારંભમાં અવરોધ આવી શકે છે. સ્ત્રીમિત્રોથી હાનિ થઈ શકે છે.

વૃષભ(Taurus):

આર્થિક આયોજન શરૂઆતમાં કેટલીક અડચણો સાથે પૂર્ણ થતાં લાગશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સાવધાનીપૂર્વક મૂડી રોકાણ કરવું. નવાં કાર્યોનો પ્રારંભ કરી શકશો.

મિથુન(Gemini):

પરિવારજનો અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ખર્ચ વધુ ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક લાભ થશે. મૂડી રોકાણનું કાર્ય સંભાળીને કરવું. સહ કર્મચારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.

કર્ક(Cancer):

આજે આવકની અપેક્ષાએ વ્યય વધુ થશે. આંખોમાં દુખાવાથી વ્યગ્રતા મહેસૂસ કરશો. માનસિક ચિંતા રહી શકે છે. વાણી અને વર્તનનું ધ્યાન રાખવું. આર્થિક દૃષ્ટિએ લાભ થશે. પરિવારનું વાતાવરણ આનંદપ્રદ રહેશે.

સિંહ(Lio):

મનમાં વ્યગ્રતા રહેશે. પરિવારજનો સાથે ઉગ્રતાપૂર્ણ વ્યવહાર થઈ શકે છે. મધ્યાહન બાદ તમારું મન સ્વસ્થ રહેશે. પરિવારજનો સાથે ખાનપાનનો અવસર આવશે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ખર્ચ પર અંકુશ રાખવો.

કન્યા (Virgo):

સવારનો સમય આનંદપ્રદ અને લાભપ્રદ રહેશે. વેપારના ક્ષેત્રમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. વસૂલાતના પૈસા આવશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. બપોર બાદ પરિસ્થિતિમાં તમને પ્રતિકૂળતા જણાશે.

 તુલા(Libra):

આજે તમને શારીરિક અને માનસિક સુખ પ્રાપ્ત થશે. પદ ઉન્નતિ થશે. સરકારી કાર્ય સરળતાપૂર્વક સંપન્ન થશે. સામાજિક દૃષ્ટિકોણથી તમારું માન-સન્માન વધશે. ધનના રોકાણ માટે સમય અનુકૂળ છે. જીવનસાથી તરફથી લાભ થશે.

 વૃશ્ચિક(Scorpio):

વાદવિવાદમાં ન પડવું. વ્યવસાય કે વેપારમાં પરિસ્થિતિ અનુકૂળ નહિ રહે. સંતાનો સાથે મતભેદ થવાની સંભાવના છે. સંતાનો માટે ચિંતા ઉપસ્થિત રહેશે. ગૃહસ્થજીવનમાં આનંદ જળવાઈ રહેશે. સરકારી કાર્ય પૂર્ણ થશે. વ્યવસાયમાં પદ ઉન્નતિનો યોગ છે.

ધન(Sagittarius):

ક્રોધ કરશો તો નુકસાનની સંભાવના છે. શારીરિક અને માનસિક અસ્વસ્થતાથી તમે વ્યગ્ર રહેશો. સંતાનોના વિષયમાં ચિંતા રહેશે. હરીફો અને વિરોધીઓથી સાવધાન રહેવું. મહત્ત્વપૂર્ણ કાર્યોના વિષયમાં નિર્ણય સંભાળીને લેવો.

 મકર(Capricorn):

માન-સન્માનની પ્રાપ્તિ થશે. મધ્યાહન બાદ તમને શારીરિક અને માનસિક પરેશાની થઈ શકે છે. વધુ ખર્ચ થઈ શકે છે. સ્વભાવમાં ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. પરિવારજનો અને સહકર્મચારીઓનો વ્યવહાર તકલીફ કરી શકે છે.

કુંભ(Aquarius):

આજે તમારા કાર્યમાં સફળતા અને યશ-કીર્તિ મળશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સામાજિક રીતે માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો અને સ્વજનો સાથે મધ્યાહન બાદ તમે મનોરંજનના કાર્યક્રમ બનાવશો.

મીન(Pisces):

કળાના ક્ષેત્રમાં અભિરુચિ તથા મિત્રોની મુલાકાત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. પ્રિયપાત્રની સાથે થયેલી મુલાકાત આનંદદાયી રહેશે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. મધ્યાહન બાદ આર્થિક લાભની સંભાવના છે. અધૂરાં કાર્ય પૂર્ણ થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!