27 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

આજે તમે વધુ સંવેદનશીલ અને ભાવનાત્મક રહેશો. કોઈ પણ વાતથી તમારું મન દુઃખી થઈ શકે છે તથા તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા રહેશે.

વૃષભ(Taurus):

આજે તમારી ચિંતા ઓછી થશે અને ઉત્સાહ વધશે. મન પ્રફુલ્લિત રહેશે. આજે તમે વધુ સંવેદનશીલતા અને ભાવુકતાનો અનુભવ કરશો. આજે તમને મનપસંદ ભોજન મળી શકે છે. પ્રવાસના આયોજનની સંભાવના છે.

મિથુન(Gemini):

આજે તમે થાક, વ્યગ્રતા અને પ્રસન્નતાનો મિશ્ર અનુભવ કરશો. નિર્ધારિત કાર્યો પૂર્ણ કરી શકશો. વાણી અને વર્તનનું ધ્યાન રાખવું. મધ્યાહન બાદ તમારી સમસ્યા દૂર થતી જણાશે.

કર્ક(Cancer):

આજે તમારો દિવસ આનંદિત રહેશે, તેમ ગણેશજી કહે છે. તન અને મન બંનેથી તમે સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. તેમના તરફથી ઉપહાર મળશે.

સિંહ(Lio):

આજે તમે સંવેદનશીલતા પર નિયંત્રણ રાખશો. આરોગ્ય સંબંધિત વિષય પર તમે ચિંતિત રહેશો. ચિંતાને કારણે શારીરિક, માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. વ્યર્થનો વિવાદ ટાળવો. કોર્ટ કચેરીનાં કામો સંભાળીને કરવાં.

કન્યા (Virgo):

વિવિધ ક્ષેત્રોમાંથી યશ, કીર્તિ તથા લાભ પ્રાપ્ત થશે. ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ છે. ખાસ કરીને મિત્રો તરફથી લાભ થવાના સંકેત છે. પ્રિયજનો સાથેની મુલાકાત આનંદદાયી રહેશે. વેપારમાં આવકની વૃદ્ધિ થવાની સંભાવના છે.

 તુલા(Libra):

આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. તમારા ઘર તથા કાર્યકાળમાં અનુકૂળ વાતાવરણ રહેશે. નોકરિયાતોને પ્રમોશનની તક મળશે. પારિવારિક જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

આજે તમે શારીરિક થાક, આળસ અને માનસિક ચિંતાની અનુભૂતિ કરી શકો છો. વ્યવસાયમાં અવરોધ ઊભો થઈ શકે છે. સંતાન સાથે મતભેદ થશે. તેમનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. આજે હરીફો સાથે વાદવિવાદ ન કરવો.

ધન(Sagittarius):

આજે કોઈ પણ નવા કામની શરૂઆત ન કરવી. અત્યંત સંવેદનશીલતાને કારણે તમારી માનસિક સ્થિતિ વ્યાકુળ રહી શકે છે. પાણીથી સંભાળવું. વાણી અને વર્તનમાં સંયમ રાખવો. ક્રોધ પર સંયમ જરૂરી છે.

 મકર(Capricorn):

તમારા વેપારમાં વૃદ્ધિ થશે. દલાલી, કમિશન, વ્યાજ વગેરે સ્ત્રોતોથી આવક વધી શકે છે. ધનલાભનો પ્રબળ યોગ છે. સંતાનના વિષયમાં ચિંતિત થઈ શકો છો.

કુંભ(Aquarius):

કાર્યની સફળતા માટે આજે શુભ દિવસ છે. આજે કરવામાં આવેલાં કાર્યોને કારણે તમે યશસ્વી બનશો તથા તમારી કીર્તિમાં વૃદ્ધિ થશે. પરિવારજનો સાથે સારો સમય પસાર કરી શકશો. ઘરનું વાતાવરણ સારું રહેશે. તન-મનથી પ્રફુલ્લિત રહેશો.

મીન(Pisces):

આજે તમે કાલ્પનિક દુનિયામાં વિચરણ કરશો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. પ્રણય માટે સારો દિવસ છે. પાણીથી આજે સંભાળવું. સ્વભાવમાં સંયમ રાખવો. માનસિક સંતુલન જાળવી રાખવાની ગણેશજી સલાહ આપે છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!