29 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

દિવસ મધ્યમ ફળદાયી રહેશે. થાકનો અનુભવ થશે. સંભવ હોય તો પ્રવાસ ટાળવો. પેટમાં તકલીફ થઈ શકે છે. સંતાનના વિષયમાં ચિંતા રહેશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. વ્યસ્તતાને કારણે પરિવાર માટે ઓછો સમય નીકાળી શકશો.

વૃષભ(Taurus):

કોઈ પણ કાર્ય દ્રઢ મનોબળ અને પૂર્ણ વિશ્વાસ સાથે કરી શકશો. પિતા અને પૈતૃક સંપતિથી લાભ થવાના યોગ છે. કલાકારો અને ખેલાડીઓ માટે આજનો દિવસ ખુબ જ સારો છે.

મિથુન(Gemini):

દિવસ સારો અને લાભદાયી રહેશે. મિત્ર, બંધુ-બાંધવો અને પડોશીઓ સાથે સારા સંબંધ રહેશે. આર્થિક રૂપથી આજે તમે સહજ રહેશો. તન-મનમાં સ્ફૂર્તિનો આભાસ થશે. વિરોધીઓને તમે પરાસ્ત કરી શકશો.

કર્ક(Cancer):

આજનો દિવસ મધ્યમફળ દાયી છે. જમણી આંખમાં મુશ્કેલી આવી શકે છે. પરિવારજનો સાથે મનભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં અનુકૂળ પરિણામ ન મળવાથી તકલીફ થશે. ખર્ચ પર સંયમ રાખવો.

સિંહ(Lio):

તમારો દિવસ શુભફળદાયી રહેશે. તમારામાં આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સરકારી કાર્યોમાં તથા સરકાર તરફથી લાભ થશે. પિતા તથા વડીલોથી સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રમાં માન-સમ્માન મળશે. પેટમાં પીડા થઈ શકે છે એટલા માટે ખાવા-પીવામાં ધ્યાન રાખજો.

કન્યા (Virgo):

કોર્ટ કચેરીના મામલે સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થશે. શાંત મનથી કાર્ય કરવા. ક્રોધના કારણે કામ બગડી શકે છે. માનસિક વ્યગ્રતા રહેશે. સહકર્મીઓથી મુશ્કેલી થઈ શકે છે.

તુલા(Libra)

દિવસ શુભફળદાયક અને લાભપ્રદ છે. મિત્રો સાથે ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. સંતાન અને જીવનસાથી તરફથી સુખ સંતોષ અનુભવ કરશો. નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં આવકવૃદ્ધિ થશે. ઉત્તમ વેવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત કરી શકશો.

 વૃશ્ચિક(Scorpio):

ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવણ રહેશે. વેપારીઓ માટે સારી તક છે અને આવકમાં વધારો થશે. નોકરીકરનારા લોકો માટે પ્રગતિનો માર્ગ ખુલશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળશે.

ધન(Sagittarius):

કામ કરવામાં ઉત્સાહ ઉમંગનો અભાવ રહેશે. સંતાનોને કારણે મન ચિંતિત રહી શકે છે. જોખમ વાળા કામ શરૂ કરતા પહેલા સારી રીતે વિચાર કરવો. કાર્યમાં ઓછી સફળતા મળશે. વિરોધી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદમાં ન પડવું.

 મકર(Capricorn):

ગુસ્સા પર કંટ્રોલ રાખવાથી ઘણી મુશ્કેલીઓથી બચી શકાશે. નવા સંબંધો સ્થાપિત કરવા હિતકારી નથી. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. પ્રશાસનિક કાર્યમાં તમારી નિપુણતા જોવા મળશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

કુંભ(Aquarius):

તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વિપરીત લિંગીય વ્યકિતો સાથે પરિચય અને રોમાંસની સંભાવના છે. સાર્વજનિક જીવનમાં તમારી પ્રતિષ્ઠા વધશે. રુચિપૂર્ણ ભોજન, વસ્ત્ર અને વાહન સુખ મળશે. ભાગીદારીથી લાભ થવાના યોગ છે.

મીન(Pisces):

મનની દૃઢતા અને આત્મવિશ્વાસ તમારા કાર્યને સફળ બનાવશે. પરિવારમાં સુખ-શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. નોકરીમાં તમારું વર્ચસ્વ રહેશે. પ્રતિસ્પર્ધિઓ સામે વિજય મળશે.બિમાર વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!