30 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries):

સાહિત્યના સર્જન કરવા માટે કલાત્મક અભિગમમાં વૃદ્ધિ કરવા માટે આજનો દિવસ શુભ છે એવું ગણેશજી કહે છે. સ્નેહીજનો સાથે મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહેશે.

વૃષભ(Taurus):

આજ તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવાની જરૂર છે. જળાશયથી દૂર રહો. જમીન અને સંપતિના કાગળ પર સહી કરતી વખતે ધ્યાન રાખવું.

મિથુન(Gemini):

ગણેશજીની કૃપાથી આજનો દિવસ સુખ શાંતિપૂવક પસાર થશે. ભાઈઓ સાથે સારા સંબંધોથી તમને લાભ થશે. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થશે.

કર્ક(Cancer):

આજનો દિવસ તમારા માટે લાભ લઈને આવશે. પરિવજનોનો સહકાર મળશે. વાણીની સુંદર શૈલીથી તમે તમારું કાર્ય સરળતાથી સંપન્ન કરી શકશો.

સિંહ(Lio):

આજનો દિવસ તમારી કાર્યપદ્ધતિ દ્રઢ મનોબળયુક્ત રહેશે. વડીલો તરફથી લાભ થશે. વૈવાહિક જીવનમાં સારી રીતે ચાલશે. વાણીમાં ઉગ્રતા વધુ રહેશે જેને ઓછી કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે.

કન્યા (Virgo):

આજે મન ભાવનાના પ્રવાહમાં ન વહી જાય તેનો ખ્યાલ રાખવો. કોઈની સાથે ઉગ્ર ચર્ચામાં કે લડાઈ ઝઘડામાં ન પડવું. પરિવારિક સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખો.

તુલા(Libra)

નવા કાર્યનો પ્રારંભ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. તમારું મન વૈચારિક સ્તર પર અટકાયેલું રહેશે. જેનાથી મનોબળ નબળું પડશે. મિત્રવર્ગ તરફથી તમને વધુ લાભ મળશે.

 વૃશ્ચિક(Scorpio):

વ્યાવસાયિક ક્ષેત્રમાં આજે તમારા કાર્યની પ્રશંસા થશે એવું ગણેશજી કહે છે. કાર્ય ખુબ સરળતાથી પૂર્ણ થશે. સ્થાયી સંપતિના દસ્તાવેજ માટે અનુકૂળ દિવસ છે. સરકારી કાર્યવાહીમાં લાભ થશે.

ધન(Sagittarius):

આજનો દિવસ તમારા સ્વભાવમાં ઉગ્રતા રહેશે અને સાથે સ્વાસ્થ્ય પણ નબળું રહેશે તેવું ગણેશજી કહી રહ્યા છે. ધાર્મિક યાત્રા અથવા પ્રવાસની સંભાવના છે.

 મકર(Capricorn):

આજે બીમારી પાછળ વધુ ખર્ચ થશે એવું ગણેશજી કહી રહ્યા છે. આકસ્મિક ધનનો ખર્ચ પણ થઈ શકે છે. પારિવારિક સભ્યો સાથે ઉગ્ર માથાકુટ ન થાય તેનું ધ્યાન રાખવું.

કુંભ(Aquarius):

આજે વેપારીવર્ગ અને ભાગીદારો સાથે સંભાળીને કાર્ય કરવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. વૈવાહિક જીવનમાં મનદુઃખના પ્રસંગ બની શકે છે. વિદ્યાર્થીઓનો વિદ્યાભ્યાસમાં પ્રદર્શન સારું રહેશે.

મીન(Pisces):

આજનો તમારો દિવસ મધ્યમફળદાયી રહેશે એવું ગણેશજી કહી રહ્યા છે. પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. દૈનિક કાર્યમાં વિલંબ થઈ શકે છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!