અંબાણી પરિવારની પાર્ટીમાં શાહરૂખ-કેટરિના સહિતના સેેલેબ્સ પહોંચ્યા, જુઓ તસવીરો

આકાશ-શ્લોકા આપી પ્રી-એન્ગેઝમેન્ટ પાર્ટી

મુકેશ અંબાણી અને નિતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને હિરા વેપારી રસેલ મહેતાની દીકરીએ શનિવારે ગોવામાં પ્રી-એન્ગેઝમેન્ટ સેરેમની કરી. આ ફંક્શનમાં નજીકના સંબંધીઓ જ હાજર રહી શક્યા હતા. જોકે સગાઈ બાદ રવિવારે મુંબઈમાં બિઝનેસ અને ફિલ્મ સાથે સંકળાયેલા ખાસ મહેમાનો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં શાહરુખ, એશ્વર્યા સહિતના બોલિવૂડ સેલેબ્સ પણ ઉમટ્યા હતા.

આમિર વિના પહોંચી કિરણ રાવ

બોલિવૂડના મિ. પરફેક્શનિસ્ટ આમિર જોધપુરમાં ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના શૂટિંગમાં વ્યસ્ત છે તેની વચ્ચે પત્ની કિરણ રાવે પાર્ટીમાં એકલા જ એન્ટ્રી કરી હતી. આકાશ અને શ્લોકાના લગ્ન ડિસેમ્બરમાં થાય તેવી પણ અટકળો છે. જોકે શનિવારે શ્લોકા સાથે અંબાણી પરિવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં આશીર્વાદ લીધા હતા.

પિન્ક ડ્રેસમાં પહોંચી કેટરિના

રવિવારની પાર્ટીમાં ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નતાશા પૂનાવાલા પોતાના પતિ સાથે ઉપરાંત કેટરિના કૈફ પણ ઉપસ્થિત રહી હતી.

દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યા

બ્યૂટીફૂલ ઐશ્વર્યા રાય બચ્ચન પણ દીકરી આરાધ્યા સાથે પાર્ટીમાં પહોંચી હતી. આ સમયે આરાધ્યા પ્રિન્સેસ અને ઐશ્વર્યા ક્વિન લાગી રહી હતી.

કરણ અને શાહરુખે આપી હાજરી

બોલિવૂડના કિંગ ખાન શાહરુખ અને કરણ જોહર પણ પાર્ટીમાં મજા માણી હતી.

ઝહીર અને સાગરિકા

ગત વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલા પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને પત્ની સાગરિકા ઘાટગે પણ પાર્ટીમાં જોવા મળ્યા. સાગરિકાએ બ્લૂ કલરનું ગાઉન પહેર્યું હતું.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!