એવું તો શું થયું કે આ અબજોપતિના પુત્રને વજન ઉતારવાનું ભૂત સવાર થયું?

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અત્યારે ખુબ જ વ્યવસ્થિત લાગે છે.પરંતુ એક એવો પણ સમય હતો જ્યારે તેનું વજન દોઢ સો કિલો થી પણ વધુ હતું.ત્યારે અનંતના જીવનમાં કંઈક એવું બન્યું હતું કે તેમણે તેનું વજન ઘટાડવાનો નિર્ણય કર્યો.તેમની માતા નીતા અંબાણીએ એક કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો કે અનંતે ક્યારે અને શા માટે વજન ઘટાડવાનો નિર્ણય કર્યો?

”હું અને મારો પુત્ર વધારે વજન થી દુઃખી હતા.”


નીતા અંબાણીએ એક કાર્યક્રમ માં જણાવ્યું હતું કે અનંત ખુબ જ ઉંચા ડોઝ ની દવાઓ લેતો હતો.જેના કારણે તેને મેદસ્વિતા ની ફરિયાદ રહેતી હતી.લોકો પણ સોશિઅલ મીડિયા માં અનંતનો મજાક માટે ઉપયોગ કરતા હતા.આ કારણ થી અનંત અંબાણી એ તેનો વજન ઓછો કરવા ની ઈચ્છા દર્શાવી.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2013 માં જ્યારે આઈપીએલ મેચ ચાલુ થઈ રહી હતી ત્યારે તેમણે તેમના પુત્ર અનંતને જણાવ્યું કે જો મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલમાં જીતી તો ટ્રોફી લેવા માટે તારે જવા નું છે. અનંત ટ્રોફી લેવા માટે પણ ગયા.પરંતુ ટ્રોફી લઇ રહેલા અનંતનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. લોકોએ તેની ઘણી મજાક પણ ઉડાડી.

પછી અનંત અંબાણી એ નક્કી કર્યું કે મારે મારુ વજન ઘટાડવું જ છે એ વખતે તેની ઉંમર 18 વર્ષ ની હતી અને તેઓ એ વજન ઘટાડવાનું શરૂ કર્યું.

કેવી રીતે દૂર કર્યું અનંતે 118 કિલો વજન –

અનંત ના વજન ઘટાડા અંગે નીતા અંબાણી એ જણાવ્યું કે અનંત દરરોજ ના 23 કિલોમીટર ચાલતો,હતો.ડાઈટ ચાર્ટ પણ અનુસરતો.દરરોજ ના 5-6 કલાક જીમ માં પણ વિતાવતો.આ ઉપરાંત ટ્રેનિંગ,કાર્ડિઓ વર્કઆઉટ,યોગા વગેરે પણ કરતો.આમ અનંતે 18 મહિના સુધી મહેનત કરી.18 મહિના પછી તેના વજન માં 118 કિલો નો તફાવત હતો.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!