અહીંયા 2 માળના મકાનમાં રહે છે ભીખારીઓ , રોજની કમાણી જાણવા જેવી છે

ભીખારીઓની કમાણી જોઈને દંગ રહી જશો

હાલમાં જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે ભીખારીઓને ‘કૌશલ વિકાય યોજના’ અંતર્ગત પ્રશિક્ષિત કરી રોજગારી આપવામાં આવશે. જોકે છત્તીસગઢમાં ભિલાઈમાં આવેલા ઈસ્પાત નગરીના રૂપથી જાણીતા આ શહેરમાં ભીખારીઓનું કૌશલ્ય જોઈને તમારી ઊંઘ પણ ઉડી જશે.

દબંગાઈથી રહે છે ભીખારીઓ

ભિલાઈમાં ભીખારોઓનું જબરજસ્ત ટશન છે, તેમની સાથે લડવાની કોઈની હિમ્મત નથી. કેટલાક તો એટલા દબંગ છે કે ભિલાઈમાં સ્ટીલ પ્લાન્ટના ક્વાર્ટર્સ (બીએસપી) પર પણ કબજો કરી લીધો છે. બીએસપી હોસ્પિટલ પરિસર સ્થિત હનુમાન મંદિર તથા સાંઈ મંદિર અહીંયા સૌથી વધુ કમાણીવાળા સ્થાનોમાં માનવામાં આવે છે. અહીંયા બેસનારા ભીખારોઓ માલદાર છે. કોઈ નવા ભીખારી માટે અહીંયા જગ્યા મેળવવી સરળ વાત નથી.

બેન્ક-બેલેન્સ, મકાન, ઘરેણાં બધુ જ છે

આ ભીખારીઓમાંથી ઘણા પાસે બેન્કમાં સારું બેલેન્સ છે. તેઓ પોતાનું સ્ટેટસ પણ મેઈન્સેન રાખે છે. લગ્નનો પ્રસંગ હોય કે પછી કોઈ તહેવાર તેમના ખર્ચાઓ જોઈને દંગ રહી જશો. અહીંયાના કેટલાક ભીખારીઓ બે માળના મકાનના માલિક પણ છે. તો સ્માર્ટફોન રાખનારા ભીખારીઓની સંખ્યા પણ ઓછી નથી. મેલા અને ફાટેલા કપડાં તથા વિખરેલા વાળવાળા ભીખારીઓના ખિસ્સામાં સામાન્ય વ્યક્તિ કરતા પણ વધારે રૂપિયા અને મોંઘા મોબાઈલ ફોન મળશે.

રોજના એવરેજ 1200થી 1500ની કમાણી

હકીકતમાં આ વ્યવસાયિક ભીખારીઓ છે, જે ભીખારીનો વેશ ધારણ કરીને ભીખ માગે છે. રોજના 500 રૂપિયા કમાવવા અહીંયા સામાન્ય વાત છે, એવરેજ 1200થી 1500 રૂપિયા તથા મંગળવારે અને શનિવારે અઢીથી ત્રણ હજાર રૂપિયા કમાનારા ભીખારીઓ અહીંયા તમને ઘણા જોવા મળશે. એક ભીખારીએ જણાવ્યું કે અહીંયાના ઘણા ભીખારીઓ પાસે એટલા રૂપિયા છે કે તેઓ આરામથી ખાઈ-પી શકે છે, પરંતુ તેઓ આમ કરશે તો ધંધો બંધ થઈ જશે. આવા કપડા પહેરવા તેમની મજબૂરી છે.

યૂનિયનમાં રહે છે

આ ભીખારીઓને રેશન કાર્ડ, સ્માર્ટ કાર્ડ તથા આધાર કાર્ડ ધારકો પણ છે. તેમનું એક યુનિયન છે, જેમાં પદાધિકારી પણ છે. કોઈ ચૂંટણી તો નથી કરાતી પરંતુ સર્વસંમતિથી વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. કોઈપણ ઘટના થાય તો મોબાઈલ ફોનથી તરત એકબીજાને ફોન કરનારા આ ભીખારીઓ બસ મિનિટોમાં જ એક જગ્યાએ એકઠા થઈ જાય છે.

ભીખ માગવા આપે છે હપ્તો

એક યુવા ભીખારી જણાવે છે કે તેના પિતા પણ બીએસપીના નગર સેવા નિગમમાં કામ કરતા હતા. પરંતુ તે ભીખ માંગીને કમાઈ રહ્યો છે. તેના અનુસાર, હનુમાન મંદિર તથા સાંઈ મંદિરની આસપાસ ભીખ માગવા માટે હપ્તો આપવો પડે છે. ભિલાઈ સીનિયર સેકેન્ડરી સ્કૂલ સેક્ટર-8થી અભ્યાસ કરનારા એક ભીખારી અંગ્રેજી પણ બોલે છે. નજીકમાં જ તેનું બે માળનું મકાન છે. શનિવાર અને મંગળવારે હનુમાન મંદિર પક 2500થી 3000 કમાઈ લે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!