રસ્તા પર ચાલતા સમયે કૂતરા થી બચવાની અદ્ભુત ટીપ્સ – કુતરા ક્યારેય નહિ કરે હુમલો

જીવન માં એવી પણ ઘણી પરિસ્થિતિ ઓ આવે છે જ્યારે તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે એટલે કે તમે હતાશ થઈ જાવ છો.પરંતુ આવી પરિસ્થિતિમાં જ સમજદારી અને સંયમ દેખાડવો જરૂરી બને છે.આવી પરિસ્થિતિઓ માં એક એવી પણ છે કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક કૂતરો તમારા પર હુમલો કરે છે ત્યારે ખરેખર ખબર જ નથી પડતી કે હવે શુ કરવું!! આપણે મૂંઝાઈ જઈએ છીએ.તો આજે અમે આવા સમયે શું કરવું એ સમજાવવા ના ઉપાયો લઈને આવ્યા છીએ.

કોઈ પણ પ્રાણી બીજા પ્રાણી ની ભાવના ને સમજી શકતું નથી.ખાસ કરીને જો પ્રાણીઓની વાત કરીએ તો તે ક્યારેય માણસો ની ભાવના સમજી શકતા નથી.એટલા માટે તમે પણ ક્યારેક આવી પરિસ્થિતિ માં પડી શકો છો જ્યારે તમારા વિચારો તમારો સાથ છોડી દે છે અને તમારું મગજ પણ આવા સમયે કામ કરતું બંધ થઈ જાય છે.તો ચાલો આપણે જાણીએ ડોગ અટેક થી બચવાના ઉપાયો..

● ક્યારેય બચવા દોડો નહિ…


જ્યારે પણ રસ્તા માં કોઈ કુતરો તમારા પર અટેક કરે તો ક્યારેય દોડશો નહિ.હા,જો તમે દોડો છો તો તે કુતરો પણ તમારા પર વધારે અટેક કરવા વધારે દોડે છે અને એ પણ જણાવી દઈએ કે તમે ક્યારેય કુતરાઓ થી વધારે ભાગી શકતા નથી.

● મનોબળ બનાવી રાખો..


આવી પરિસ્થિતિમાં તમારા માટે વધારે મહત્વ નું છે તમારું સંયમ બનાવી રાખવું.જી હા એના માટે તો સૌથી પહેલા ઘબરાવવું નહિ. જો તમે ડરશો નહિ તો કુતરાને એવું થશે કે તે તમને ડરાવી શકતો નથી એટલા માટે તે પાછળ હટી જશે.

●કુતરા સાથે આંખ ન મેળવો..
જો તમે કૂતરાની આંખો માં જોશો તો તેને વધારે ગુસ્સો આવશે અને તમારા પર વધારે અટેક પણ કરી શકે છે.એટલા માટે તેની આંખો માં ક્યારેય જોવું નહિ.

● ખુદ ને હિંમત આપો..


આવી પરિસ્થિતિમાં તમે તમારી મુઠ્ઠી વાળી લો કારણ કે આવી પરિસ્થિતિ માં તમારી હિંમત તમને વધારે કામ આવે છે અને આમ કરવાથી તમને કૂતરા થી ડર પણ લાગતો નથી.

● કૂતરા નું ધ્યાન બીજી તરફ દોરવો.
સૌથી સારો ઉપાય એ છે કે જો તમારી પાસે કોઈ એવો સામાન છે જે કુતરા નું ધ્યાન ભટકાવી શકે તો તેને બીજી બાજુ ફેંકો,ધ્યાન રાખજો તમે જે દિશા માં ઉભા છો એ દિશામાં ન ફેકવું. આમ કરવાથી કુતરાનું ધ્યાન બીજી તરફ દોરવાય છે અને તે પાછો પણ કદાચ હટી શકે છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Disclaimer: All Rights Reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!