બોની કપૂરે જાહેર કર્યું અંતિમ સંસ્કારનું કાર્ડ, કાર્ડ પર લખ્યું છે કંઈક આવું

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે મૃત્યુ થયું. શરૂઆતમાં તો ડૉક્ટરોએ ઘોષણા કરી હતી કે, એમનું મૃત્યુ સાઈલેન્ટ હાર્ટ અટેકનાં કારણે થયું છે, પણ ફોરેન્સિક રિપોર્ટમાં કંઈક અલગ જ હકીકત બહાર આવી રહી છે. ફોરેન્સિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ અટેકને લીધે નહીં પણ બાથટબમાં ડૂબવાને કારણે થયું છે. દુબઈનું કાનૂન અને પોલીસ તપાસને કારણે 3 દિવસ સુધી શ્રીદેવીની ડેડ બોડી દુબઈમાં રાખવામાં આવી હતી.

પાર્થિવ દેહને સામાન્ય લોકોનાં દર્શન હેતુ રાખવામાં આવ્યો હતો.


જાણકારી મુજબ હવે શ્રીદેવીની ડેડ બોડી ભારત આવી ચૂકી છે. શ્રીદેવીની બોડી કુલ 72 કલાક બાદ દુબઈથી મુંબઈ પહોંચી. પ્રાપ્ત વિગતો મુજબ શ્રીદેવીનું પાર્થિવ શરીર ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણીનાં પ્રાઈવેટ જેટ દ્વારા દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યું હતું. શ્રીદેવીનાં પાર્થિવ શરીરને એરપોર્ટથી ડાયરેક્ટ લોખંડવાલા સ્થિત એમનાં ઘરે ગ્રીન એકડર્સ ખાતે લઈ જવામાં આવ્યું હતું. મળતી જાણકારી મુજબ બુધવાર એટલે કે આજે સવારે શ્રીદેવીનાં પાર્થિવ શરીરને 9:30 થી 12:30 સુધી સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે સેલિબ્રેશન ક્લબ લઈ જવામાં આવ્યું હતું.

કાર્ડમાં અંતિમ સંસ્કારને લગતી તમામ વિગતો લખવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે સેલિબ્રેશન ક્લબ શ્રીદેવીનાં ઘરથી એકદમ નજીક છે. સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ શ્રીદેવીનાં અંતિમ સંસ્કાર બુધવાર એટલે કે આજે જ 3:30 થી 4:30 ની વચ્ચે વિલે પાર્લેનાં પવન હંસ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. આ માટે કપૂર પરિવારે શોક સભાનાં આયોજન માટે એક કાર્ડ પણ જાહેર કર્યું છે. આ કાર્ડ ઉપર અંતિમ સંસ્કારનાં કાર્યક્રમની પૂરેપૂરી વિગત લખવામાં આવી છે. જે લોકો શ્રીદેવીનાં ચાહકો છે, જેમણે હંમેશા શ્રીદેવીનાં મોટા-મોટા પોસ્ટરો જોયા છે, જેમણે હંમેશા ચુલબુલી શ્રીદેવીને મોટા પડદે હસતા-ગાતા જોયા છે એમના માટે આ અંતિમ કાર્ડ ઘણું દુઃખદ છે.

કાર્ડમાં સૌથી ઉપરના ભાગમાં લખ્યું છે, ‘પદ્મશ્રી શ્રીદેવી કપૂર’ :


આપણે બધા જાણીએ છીએ કે, કોઈપણ વ્યક્તિનાં મૃત્યુ પર દરેક ધર્મમાં અંતિમ સંસ્કારની પ્રથા છે. અંતિમ સંસ્કારમાં આવવા માટે લોકોને નિમંત્રણ પણ મોકલવામાં આવે છે. જે માટે પરિવાર તરફથી એક કાર્ડ (પત્રિકા) મોકલવામાં આવે છે. એવી જ રીતે શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં લોકો સમયસર પહોંચી શકે એ માટે કપૂર પરિવાર તરફથી એક કાર્ડ બનાવવામાં આવ્યું હતું. આ કાર્ડમાં અંતિમ વિધિને લગતી તમામ જાણકારી આપવામાં આવી છે. જેથી દરેક વ્યક્તિ સરળતાથી અંતિમ વિધિમાં જોડાય શકે.

આખા દેશ માટે આ દુઃખદ સમાચાર છે.


ત્યારબાદ શ્રદ્ધાંજલિ સભા અને અંતિમ દર્શનનો ઉલ્લેખ કરી આખા કાર્યક્રમનું વિવરણ આપવામાં આવ્યું છે. કાર્ડની સૌથી નીચે નિમંત્રકનું નામ લખવામાં આવ્યું છે. જેમાં શ્રીદેવીની મોટી દિકરી જાન્વી કપૂર, નાની દિકરી ખુશી કપૂર અને પતિ બોની કપૂરનું નામ લખેલ છે. આ સાથે કાર્ડ પર કપૂર પરિવાર અને અયપ્પન પરિવાર દ્વારા આ દુઃખદ ઘડી નિમિત્તે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઘટના આખા દેશ માટે દુઃખદ છે. ચુલબુલી ચાંદની ચાલી ગઈ પણ કરોડો લોકોના દિલમાં અમર થઈ ગઈ.

રૂપ કી રાની ચલી ગઈ ઔર ફેન કો સદ્દમા દે ગઈ. વી મિસ યુ “હવાહવાઈ”. ઈશ્વર એમની આત્માને શાંતિ આપે. ૐ શાંતિ

ગુજરાતી લોકપ્રિય ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ જો તમને ગમી હોય તો જરૂર લાઈક અને શેર કરો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!