દુબઈ પોલીસે બોની કપૂરને પૂછ્યા હતા 9 સવાલ, જવાબ દેતી વખતે થઈ આવી હાલત

શ્રીદેવીનાં મૃત્યુને કારણે જ્યાં કેટલાક લોકો શોક-મગ્ન છે તો હજુ પણ ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ નથી બેસતો કે ખરેખર રૂપ કી રાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. શ્રીદેવીના અકાળે મૃત્યુએ બધાને હેરાનીમાં મૂકી દીધા છે. શ્રીદેવી દુબઈમાં પોતાનાં પરિવાર સાથે કૌટુંબિક સમારંભમાં હાજરી આપવા ગયા હતા. 20 ફેબ્રુઆરીએ બોની કપૂરનાં ભાણીયા મોહિત મારવાહનાં લગ્ન હતા. લગ્ન પુરા થયા બાદ આખું પરિવાર મુંબઈ પરત ફર્યું પણ શ્રીદેવી અને એની નાની દિકરી ખુશીએ દુબઈમાં વધુ રોકાણ માટેનું પ્લાનિંગ કર્યું હતું. બોની કપૂર શ્રીદેવીને સરપ્રાઈઝ આપવાના હેતુસર ફરી દુબઈ પહોંચ્યા. બોની કપૂરે અચાનક શ્રીદેવીના રૂમમાં જઈને સરપ્રાઈઝ આપી.

એમણે શ્રીદેવીને ડિનર માટે તૈયાર થવાનું કહ્યું. શ્રીદેવી બાથરૂમમાં તૈયાર થવા માટે ગઈ અને લગભગ 15 મિનીટ સુધી બહાર ન આવી. દરવાજો તોડતા માલુમ પડ્યું કે શ્રીદેવી બેભાન હાલતમાં બાથટબમાં પડી હતી. ત્યારબાદ તેણીને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે શ્રીદેવી નશાની હાલતમાં હતી અને બાથટબમાં ડૂબી જવાથી તેણીનું મૃત્યુ થયું. એમના મોતના સમાચાર આવતા જ લોકો અલગ-અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા. પોલીસે બોની કપૂરને પણ શંકાનાં દાયરામાં લીધા અને એમની ઘણા કલાકો સુધી પૂછપરછ ચાલી. પણ બોની કપૂરની પૂછપરછ બાદ એમને ક્લિયર ચિટ દેવામાં આવી.

અમે તમને જણાવી દઈએ કે, પોલીસે લગભગ સાડા ત્રણ કલાક સુધી બોની કપૂરની આકરી પૂછપરછ કરી હતી. લોકો જાણવા માંગે છે કે, આખરે ! પોલીસે બોની કપૂરને કેવા-કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નો વિશે લગભગ તમે પણ જાણવા માંગતા હશો. એટલે જ આજે અમે તમારા માટે એ સવાલોનું લિસ્ટ લઈને આવ્યા છીએ, જે દુબઈ પોલીસે પૂછપરછ દરમિયાન બોની કપૂરને પૂછ્યા હતા.

દુબઈ પોલીસે બોની કપૂરને આ પ્રશ્નો પૂછ્યા હતા:
1) તમે શ્રીદેવીને મળ્યા ત્યારે શું વાત થઈ?
2) જ્યારે શ્રીદેવી બાથરૂમમાંથી ન નીકળી ત્યારે તમને કેવી આશંકા થઈ?
3) બાથરૂમમાંથી નીકળતા વાર લાગી ત્યારે તમે શું કર્યું?
4) તમે હોટેલનાં બાથરૂમમાં શું જોયું ?
5) શ્રીદેવીને બેભાન હાલતમાં જોઈને તમે શું કર્યું ?
6) હોટેલની મેડિકલ ટીમને બોલાવવા માટે કોણે ફોન કર્યો હતો?
7) તમે સૌથી પહેલા કોને ફોન કર્યો ?
8) હોટેલની મેડિકલ ટીમમાં કોણ-કોણ હતું?
9) મૃત્યુની જાણકારી આપવા માટે પોલીસને કોણે ફોન કર્યો હતો?

જાણવા મળી રહ્યું છે કે જવાબ દેતી વખતે બોની કપૂર રડી રહ્યા હતાં. બોની કપૂર સિવાય બીજા ત્રણ લોકોની પણ જુબાની લેવામાં આવી છે. આ લોકો પણ શ્રીદેવીને હોસ્પિટલ લઈ જતી વખતે બોની કપૂરની સાથે જ હતા. આ સિવાય 2 ડૉક્ટર્સ અને 5 એટેન્ડેંટ્સને પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રીદેવીની કોલ ડિટેઈલ્સ પણ ચેક કરવામાં આવી. પણ, પોલીસને કોઈ ખાસ જાણકારી પ્રાપ્ત નથી થઈ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે, નશાને કારણે બાથટબમાં ડૂબી જવાથી એમનું મૃત્યુ થયું. ત્યારબાદ દુબઈ પોલીસે આને એકસિડેંન્ટલ ડ્રાઉનિંગનો કેસ ગણાવીને કેસ બંધ કરી દીધો. જણાવી દઈએ કે મંગળવારે રાત્રે અનિલ અંબાણીનાં પ્રાઈવેટ જેટ દ્વારા શ્રીદેવીનાં પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો અને બુધવારે સાંજે મુંબઈનાં વિલે પાર્લેમાં એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

નોંધ: આ પોસ્ટ એક હિન્દી ન્યુઝ ચેનલ ની પોસ્ટ નું ગુજરાતી અનુવાદ છે. પોસ્ટ માં આપેલ સમાચાર વિષે અમોએ ખરાઈ કરેલ નથી, જેની ખાસ નોંધ લેશો.

Leave a Reply

error: Content is protected !!