લગ્ન પછી બદલાય જાય છે છોકરાની જીંદગી, અચાનક આ 8 પરિવર્તન આવે છે

લગ્ન દરેકનાં જીવનનો યાદગાર પ્રસંગ છે. લગ્ન સૌ કોઈનાં જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. લગ્ન માટેનો વિચાર્યા વગરનો નિર્ણય ફક્ત બે વ્યક્તિની નહી પણ બે પરિવારની જીંદગી ખરાબ કરી શકે છે. એટલે ખૂબ જ સમજી વિચારીને લગ્ન વિષયક નિર્ણય લેવો જોઈએ. લગ્ન બાદ વ્યક્તિના જીવનમાં ઘણા બધા ફેરફારો થાય છે. બધા એવું સમજતા હોય છે કે લગ્ન પછી સૌથી વધુ એડજસ્ટ છોકરીઓ કરે છે કારણ કે તેણી પોતાનું ઘર-પરિવાર બધું જ છોડીને આવે છે. આ વાત મહત્તમ અંશે સાચી પણ છે.

પણ એવું કહેવું કે લગ્ન પછી બધા જ એડજસ્ટમેન્ટસ માત્ર છોકરીઓએ જ કરવા પડે છે, એ થોડું ભૂલ ભરેલું છે. ભલે લગ્ન પછી છોકરાએ પોતાનું ઘર-પરિવાર નથી છોડવા પડતા પણ લગ્ન પછી એક છોકરાના જીવનમાં પણ ઘણા બધા ફેરફાર આવે છે. લગ્ન પછી એક છોકરો પણ એટલું જ એડજસ્ટ કરે છે જેટલું એક છોકરી એડજસ્ટ કરે છે. લગ્ન બાદ માણસનાં સ્વભાવમાં ઘણા બધા બદલાવ આવે છે. આજે અમે તમને લગ્ન પછી પુરૂષનાં જીવનમાં આવતા 8 પરિવર્તન વિશે જાણવીશું.

જવાબદારીઓનું ભાન થાય છે :


કોઈપણ સંબંધ નિભાવવા માટે પોતાની જવાબદારીઓ સ્વિકારવી પડે. લગ્ન બાદ પુરૂષ વધુ જવાબદાર બની જાય છે. તે પહેલા કરતા વધુ સમજદાર (મેચ્યોર) બની જાય છે અને જવાબદારીપૂર્વક કાર્ય કરવા લાગે છે. તે સંબંધો પ્રત્યે વધુ ધ્યાન આપે છે.

પોતાના સુખ-દુઃખ વહેંચવા લાગે છે :


એકલા રહેવાની પણ એક અલગ મઝા હોય છે. લગ્ન પહેલા પુરૂષો એકદમ બિન્દાસ્ત જીવતા હોય છે. પણ લગ્ન પછી થોડી આઝાદી ઓછી થઈ જાય છે. એની પર્સનલ સ્પેસ પહેલા જેવી નથી રહેતી. લગ્ન બાદ દરેક નાની-મોટી વાત પોતાનાં પાર્ટનર સાથે શેર કરવી પડે. લગ્ન બાદ સ્ત્રી અને પુરૂષ બન્નેને સુખ-દુઃખની વાતો શેર કરવા માટે એક વિશ્વાસુ પાત્ર મળી જાય છે.

સામાજિક રીતે સક્રિય બનવું પડે :


લગ્ન બે પરિવારોનું મિલન હોય છે. લગ્ન બાદ ઘણા નવા સંબંધો જોડાય જાય છે. નવા-નવા સંબંધો ખૂબ જ નાજુક હોય છે એટલે લગ્ન પછી સંબંધોને જાળવી રાખવા એ ખૂબ જ જરૂરી છે. લગ્ન પછી દરેક ધાર્મિક, પારિવારીક તેમજ સામાજિક કાર્યમાં ભાગ લેવો પડે. બધા સાથે હળીમળીને રહેવું પડે. જે લોકોને એકલતા પસંદ હોય એમના માટે સામાજિક ક્ષેત્રે સક્રિય થવું થોડું મુશ્કેલ બને છે.

સંભાળ રાખતા શીખી જાય છે (કેરિંગ) :


લગ્ન પહેલા વ્યક્તિ થોડો કેરલેસ હોય છે. તે પોતાની ચીજ-વસ્તુઓનું પણ ધ્યાન ન રાખતો હોય. પણ લગ્ન પછી તે સમજદાર બની જાય છે. તે પોતાની લાપરવાહી અને બેફિક્રી છોડીને પોતાની જીવન-સંગીની માટે ચિંતીત થવા લાગે છે, એની દેખભાળ રાખે છે.

તાલમેલ જાળવવો પડે :


લગ્ન બાદ દરેક સંબંધને સમય આપવો પડે છે. ઘરમાં મમ્મી અને પત્ની વચ્ચે તાલમેલ જાળવવો પડે. નોકરી-ધંધાનાં બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને સાસરિયા પક્ષમાં આવતા શુભ પ્રસંગોએ હાજરી આપવી પડે. આ રીતે ધીરે-ધીરે તાલમેલ બનાવતા આવડી જાય છે.

મસ્તી ઓછી થઈ જાય :


લગ્ન પછી પુરૂષોની બેચલર લાઈફ લગભગ સમાપ્ત થઈ જતી હોય છે. લગ્ન પછી એની સૌપ્રથમ પ્રાથમિકતા લાઈફ પાર્ટનરને સમય આપવાની હોય છે. લગ્ન બાદ ધીરે-ધીરે મસ્તી ઓછી થઈ જાય છે.

શોખ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે :


લગ્ન પછી જવાબદારી વધી જતાં પુરૂષે પોતાના શોખ ઓછા કરવા પડે છે. નોકરીની સાથો-સાથ ઘર-પરિવાર અને બાળકો માટે સમય કાઢવો પડે. ક્યારેક સમયની તંગીને કારણે તો ક્યારેક જાણી-બુઝીને પોતાના શોખ કે મનગમતી પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું પડે.

ભવિષ્ય માટે સતર્ક:

v
લગ્ન બાદ વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે સતર્ક થઈ જાય છે. એના ઉપર ઘર-પરિવાર અને પોતાના લાઈફ પાર્ટનરને ખુશ અને સુરક્ષિત રાખવાની જવાબદારીઓ હોય છે.

મિત્રો, લગ્ન તો લાકડાનો લાડવો છે, જે ખાય એ પણ પછતાય અને જે ન ખાય તે પણ પછતાય….

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે

Leave a Reply

error: Content is protected !!