ખરાબ નજર – કેવી રીતે લાગે, કેવી રીતે ખબર પડે, કેવી રીતે ઉતારાય? – વાંચી લો બધુ

નવજાત શિશુથી લઈને વૃદ્ધ વ્યક્તિને જો કોઈ મુશ્કેલી ઊભી થાય તો પછી એક પ્રચલિત વાક્ય સાંભળવામાં આવે છે,”ખરાબ નજર લાગી ગઈ છે”!! એટલે કે કોઈક ની ખરાબ નજર નો આ પ્રભાવ છે.જાહેર માન્યતા મુજબ,આ એક મોટો દોષ છે.આ અસરથી ફક્ત વ્યવસાય જ અટકતો નથી પરંતુ કામ બગડવાની પણ શરૂઆત થાય છે.

હસતું બાળક અથવા પુખ્ત વય ના વ્યક્તિ પણ બીમાર પડે છે.નીચેનો અહેવાલ વાંચવાથી આપને ખ્યાલ આવશે કે નજર લાગી છે એના કારણોની કેવી રીતે કબર પડે અને કઇ રીતે તેનો ઇલાજ થઇ શકે.

વરાહસંહિતા ગ્રંથ અનુસાર દોષ લાગવાની ઘણી વિગતો મળી આવે છે.જ્યોતિષવિદ્યાના વિદ્વાનો મુજબ ઘણા ભવિષ્યવાદી ગ્રંથોમાં રાહુ અને ચંદ્રની દુષ્ટ અસર જોવામાં આવે છે.જેના પણ જન્માક્ષરમાં ચંદ્ર અને રાહુ ગ્રહો વેદની શરત અનુસાર ન હોય તો ઘણીવાર તેમના ઉપર મુશ્કેલીઓ ઘેરાયેલી રહે છે.આવી રીતે ઘણા ગ્રંથોમાં પણ આ બાબત વિશે આછી એવી સમજૂતી પણ આપવામાં આવી છે.જેને કારણે તમે આના વિરુદ્ધ ચોક્કસ ઉપાય પણ કરી શકો છો.

કરો આ ઉપાયો –

તમારા જીવનમાં ભોજન સબંધિત કોઈ પણ અડચણ આવતી હોય તો બ્રેડ માં ઘી લગાડી અને 7 વાર કાળા કૂતરાંને ખવડાવવાથી આ સમસ્યા દૂર થાય છે.

જેને નજર લાગી હોય તેવા વ્યક્તિ ને શનિવારે કે રવિવારે તેના માથા ઉપરથી ત્રણ વાર દૂધ ભરેલું વાસણ ફેરવી લેવું અને આ દૂધ કુતરાને પાઇ દેવું.આમ કરવાથી વ્યક્તિને થતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે.

નજરના બંધનમાંથી બચવા માટે લીંબુને માથા ઉપર ફેરવી અને તેના ચાર ફાડા કરીને આંગણામાં ચારેય દિશામાં ફેંકી દેવાથી આ મુશ્કેલીમાં રાહત મળે છે તેવું કહેવામાં આવે છે.

કોઈ પણ ગર્ભવતી મહિલાને નજર લાગી છે તો એના માટે છાણને દિવામાં નાખી એક ગોળનો કટકો નાખી દીવો પેટાવીને ઘરના આંગણે રાખવાથી આ સમસ્યા માંથી રાહત મળે છે.

ઉલટી કે કબજિયાત જેવી બીમારી રહેતી હોય તો 7 ગુલાબની પાંખડી તમારા ઇષ્ટદેવને ધરાવી ને કોઇ ભૂખ્યાં માણસને ખવડાવી દેવાથી આ બીમારીમાં પણ રાહત મળશે.

Leave a Reply

error: Content is protected !!