દુકાનમાં ઘરાકી વધારવા માટેની ઉત્તમ ટીપ્સ – દરેક દુકાનદાર જરૂર વાંચે

ધન કમાવવા માટે આજે લોકો અનેકવિધ ક્ષેત્રમાં માર્ગો કરે છે.પેટનો ખાડો પુરવા અને સારી રીતે જીવન જીવવા એ જરૂરી પણ બની ગયું છે.કોઇ જોબ કરે છે તો કોઇ ઘરનો વ્યાપાર માંડે છે-દુકાન ખોલીને બેસે છે અને ચીજવસ્તુઓ વેંચે છે.આમ કરવાથી જે આવક થાય એમાંથી પરીવારનો ગુજારો ચાલ્યા કરે છે.

ઘણીવાર જોવા મળે છે કે,બજારમાં પાસપાસેની બે દુકાનો એકસરખી રીતે નથી ચાલતી.એક પર ઘરાકીનો ધસારો હોય છે તો બીજે કાગડાં પડતાં હોય!ખબર નહી કેમ પણ આવું થાય છે.અને આને લીધે નવરા બેઠેલા દુકાનદારને ધનની તંગી વર્તાવા લાગે છે.માં લક્ષ્મીની કૃપા વિનાની એની દુકાન સારી રીતે ચાલતી નથી.

અહીં અમે જણાવી રહ્યાં છીએ કેટલાક ઉપાયો જે અજમાવવાથી દુકાનમાં ઘરાકી વધવાની અને નફો રળવાની શક્યતાઓ વધી શકે છે.

દુકાન ખોલતા સમયે કરો આ મંત્રનો જાપ –

ॐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्यो लक्ष्मी प्रचोद्यात।

ઉપરના મંત્રના નિયમિત જાપથી ઘરાકીમાં વૃધ્ધિ થવાની સંભાવના વધી જાય છે.દુકાન ખોલતા સમયે આ મંત્રનો જાપ સાત વાર કરવો.દુકાન ખોલ્યા બાદ લક્ષ્મીજીની તસ્વીરની પૂજા-અર્ચના કરીને રૂદ્રાક્ષની માળા પર આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી ચમત્કારીક પ્રભાવ જોવા મળશે.ગ્રાહકની સંખ્યા વધવાની સાથે દુકાનમાંથી આપ સારો એવો નફો રળી શકશો.જો આપની નિયત સારી હશે તો!

સાથે આ કાર્યો પણ દરરોજ કરતા રહો –

તમારા ભોજનમાંથી ગાય,કુતરા અને કાગડાનો ભાગ કાઢીને એને આપી દો.આમ કરવાથી માતા લક્ષ્મીજીની અમીનજર આપ પર કાયમ બની રહેશે.

પોખરાજ,માણેક,પન્ના,નીલમ જેવા રત્નો પાસે રાખવાથી વ્યવસાયમાં સમૃધ્ધિ આવે છે.

પોખરાજ કે પન્ના જેવા રત્નને ધારણ કરી કાયમ સવારે સૂર્ય નમસ્કાર કરવાથી કમાણીમાં વૃધ્ધિ થાય છે.એ જ રીતે માન્યતા છે કે,તમે કોઇ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થઇ શકતા તો આ રત્નો પાસે રાખીને દિલ લગાવીને મહેનત કરવાથી ધાર્યું પરીણામ આવી શકવાની સંભાવના છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!