દરેક મમ્મી પોતાની દીકરીના બોયફ્રેન્ડને પૂછે છે આ 7 ફન્ની સવાલ. વાંચવા જેવા છે હોઁ…

આજકાલ લવ-મેરેજની બાબતમાં લગ્ન પહેલા સાસરિયાવાળા ને મળવું અને વાતચીત કરવી એ સામાન્ય બની ગયું છે. લગ્ન પહેલા જ્યારે છોકરો સાસરિયામાં જાય છે ત્યારે છોકરીનાં માતા-પિતા ઘણા પ્રકારના સવાલ પૂછે છે. આમ તો દરેક પરેન્ટ્સ છોકરીના સારા ભવિષ્ય માટે છોકરાને નત-નવા સવાલ પૂછતાં જ હોય છે પણ છોકરીની મમ્મી કેટલાક એવા વિચિત્ર સવાલ પૂછે છે કે સાંભળીને હસવું આવે. આજે અમે તમને એ જ જણાવીશું કે છોકરીનો બોયફ્રેન્ડ જ્યારે પહેલી વખત ઘરે આવે ત્યારે મમ્મી કેવા-કેવા સવાલ પૂછે છે? ચાલો જાણીએ નવું… ચાલો કરીએ જ્ઞાન સાથે ગમ્મત :

1. છોકરીને ટચ તો નથી કર્યું ને ?


દિકરીનાં બોયફ્રેન્ડને તેની મમ્મી સૌથી પહેલા આ જ સવાલ પૂછે છે કે તમે બન્નેએ એકબીજાને ટચ તો નથી કર્યા?? મમ્મી કદાચ ભૂલી ગયા હોય છે કે, બન્ને કેટલા લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે, એમ છતાં આ ફન્ની સવાલ પૂછે છે. (હશે ! બીજું શું, આખીર માં તો માં હોતી હૈ)

2. હેર સ્ટાઈલ કેવી રાખો છો ?


છોકરીની માતાશ્રી છોકરાને આવો ફન્ની સવાલ પણ કરતી હોય છે. મોટાભાગે છોકરાની ‘શાહુડી’ જેવી હેર સ્ટાઈલ જોઈને મમ્મી પૂછે કે આ વળી, કેવી હેર સ્ટાઈલ? આવી હેર સ્ટાઈલ કોણ રાખે? (ટૂંકમાં સુધારો એમ !)

3. આ પહેલા બીજી કોઈ છોકરી સાથે સંબંધ હતો?


પોતાની દિકરીનાં સારા ભવિષ્ય માટે મોટાભાગે મમ્મી છોકરાને આ સવાલ પૂછે છે કે, આ પહેલા બીજી કોઈ છોકરી સાથે સંબંધ હતો? આ સવાલ સાંભળીને છોકરાના પરસેવા છૂટી જાય છે અને બિચારો મનમાં ને મનમાં વિચારે કે આ હું ક્યાં આવી ગયો?

4. મારી દિકરીને કેટલો પ્રેમ કરો છો?


હવે, આ વસ્તું કોઈ કેવી રીતે કહે કે કેટલો પ્રેમ કરે!! પ્રેમનાં કંઈ માપ-તોલ થોડા હોય ! પણ છોકરીની મમ્મી આવો સવાલ પણ કરી શકે ખરાં. તમારે આનો સરસ જવાબ વિચારી રાખવો ભવિષ્યમાં કામ લાગશે.

5. આ વળી, કેવા કપડાં પહેરો છો તમે ?


થનાર સાસુમાં છોકરાના કપડાંને પણ ન મૂકે, તેઓ પૂછી જ લે કે કેવા કપડાં પહેરો છો? અથવા ટકોર પણ કરી લેય કે આ કેવા પ્રકારના કપડાં પહેર્યા છે? ટૂંકમાં જ્યારે ગર્લફ્રેન્ડની મમ્મીને મળવા જાવ ત્યારે કપડાંનું પણ ધ્યાન રાખજો.

6. મારી દિકરી સાથે કંઈ ઉલ્ટુ-સીધુ તો નથી કર્યું ને?


છોકરીની મમ્મી છોકરાને આ સવાલ પણ જરૂર પૂછે છે. જોકે આ સવાલ દ્વારા એ જાણવા માંગે છે કે બન્ને વચ્ચે કોઈ શારીરિક સંબંધ તો નથી ને?

7. કોઈ બીમારી તો નથી ને ?


જ્યારે છોકરો ગર્લફ્રેન્ડની મમ્મીને મળે ત્યારે શરમાયને આમ-તેમ આંટા મારતો હોય ત્યારે મોટાભાગે છોકરીની મમ્મી પૂછે કે, તમને કોઈ બીમારી તો નથી ને? આ સવાલ સાંભળીને છોકરાને એવું જ લાગે કે જાણે કોઈ ક્લિનિકમાં પહોંચી ગયો હોય!!

દોસ્તો, “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના મિત્રો સાથે શેર કરજો

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!