મૃત શરીર પર એક ખાસ પ્રકારનો લેપ કરવામાં આવે છે. કારણ જાણીને આશ્ચર્ય થશે. જાણો રોચક માહીતી

24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનાં મૃત્યુ બાદ એમના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરવા માટે બૉલીવુડની મોટામાં મોટી હસ્તીઓ એમના ઘરે પહોંચી. લગભગ બોલીવુડનો એકપણ સ્ટાર એવો નહીં હોય કે જે શ્રીદેવીના અંતિમ દર્શનમાં આવ્યો ન હોય. આપણે સૌ જાણીએ જ છીએ કે શ્રીદેવીનાં મૃત્યુ બાદ જરૂરી કાર્યવાહી માટે એના શરીરને ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યું. એવામાં એમના મૃત શરીરને સુરક્ષિત રાખવા માટે એક વિશિષ્ટ લેપ લગાડવામાં આવ્યો હતો. જેથી શરીરને ડિ-કમ્પોઝ થતું અટકાવી શકાય. આજે અમે તમને આ લેપ વિશે જણાવવાનાં છીએ જે મૃત્યુ પછી શરીર ઉપર લગાડવામાં આવે છે. એનાથી શું ફાયદો થાય અને શા માટે આમ કરવું જરૂરી છે. શબ ઉપર લેપ લગાડવાની પ્રક્રિયા એમ્બામમેન્ટ અથવા એમ્બામિંગ શું છે? એમાં શું કરવામાં આવે છે? અને જો લેપ ન કરવામાં આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ થાય? તો મિત્રો, ચાલો જાણીએ કંઈક નવું.

એમ્બામિંગ (Embalming Chemicals ) શું છે?


સૌથી પહેલા વાત કરીશું એમ્બામિંગ વિશે, મતલબ શબ ઉપર કરવામાં આવતા લેપની પ્રક્રિયા. જે મૃત્યુ બાદ શબને સુરક્ષિત રાખવા માટે જરૂરી હોય છે. જેની શરૂઆત મિસ્ર (ઈજીપ્ત) થી થઈ હતી. શબને હજારો વર્ષ સુધી બચાવીને રાખવા માટે આ લેપ લગાડવામાં આવે છે. એમ્બામિંગ એટલા માટે કરવામાં આવે છે જેથી મૃત શરીર સડી કે બગડી ન જાય. જેથી કરી મૃત શરીરમાં ઈન્ફેક્શન ન થાય, ગંધ ન આવે અને મૃત શરીરને એક જગ્યાએ થી બીજી જગ્યાએ સરળતા લઈ જઈ શકાય. પણ એમ્બામિંગ કઈ રીતે કરવામાં આવે છે અને એમાં શું કરવામાં આવે છે? વિશેષજ્ઞ જણાવે છે કે કેટલાક લોકો કેમિકલનો ઉપયોગ કરે છે અને કોઈક આલ્કોહોલનો ઉપયોગ કરે છે તો કેટલાક કિસ્સામાં આર્શેનિક અને ફોર્મલડિહાઇડ. આ બધા જ એવા રસાયણો છે કે જે શબને સડવાથી બચાવે છે.

એમ્બામિંગ કેમિકલ ( Embalming Chemicals ) દ્વારા ઘણા દિવસ સુધી શબને સુરક્ષિત રાખી શકાય.


શબને સુરક્ષિત રાખવા માટે એમ્બામિંગ રસાયણનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો છે એના ઉપર આધારીત છે. એમ્બામિંગની મદદથી શબને ત્રણ દિવસથી લઈને ત્રણ મહિના સુધી સુરક્ષિત રાખી શકાય.

એમ્બામિંગ ( Embalming Chemicals ) કરવું ખૂબ જ જરૂરી છે.


પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર જણાવે છે કે, મૃત્યું બાદ શબને વધારે દિવસ સુધી ઘરમાં ન રાખવું જોઈએ. કારણ કે એ બીજા લોકો માટે નુકસાનકારક બની શકે. કારણ કે મૃત શરીરમાંથી ઘણા પ્રકારની ગેસ નીકળે છે, જેનાં કારણે સંક્રમણ થવા લાગે છે. શબમાંથી મિથેન અને હાઇડ્રોજન સલ્ફફાઇડ જેવી ગેસ નીકળે છે. જે ઝેરીલી અને બદ્દબુદાર હોય છે. શબમાંથી જે બેક્ટેરિયા નીકળે એ બીજા લોકોને નુક્શાન કરી શકે.

લેપની સાથો-સાથ શરીરમાં ફ્લૂડ પણ ભરવામાં આવે છે. (Embalming Fluid )


કહેવાય છે કે, શબનું સ્થળાંતર કરવા માટે એમ્બામિંગ કરવું જરૂરી છે, જેમ કે દુબઈમાં શ્રીદેવીનાં શરીરમાં પણ આ પ્રક્રિયા કરવામાં આવી હતી. જ્યારે પણ શબનું સ્થળાંતર કરવામાં આવે ત્યારે જે-તે વાહન ઉપર સ્પષ્ટપણે લખેલું હોય છે કે, શબનું એમ્બામિંગ કરેલ છે અને કેમિકલ દ્વારા ટ્રીટ કરેલ છે. આમ કરવાથી કોઈપણ પ્રકારની દુર્ગંધ નથી આવતી, કોઈનાં આરોગ્યને નુકશાન નથી થતું અને વ્યવસ્થિત રીતે શબની હેર-ફેર થઈ શકે છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ એમ્બામિંગ બે રીતે થઈ શકે, જેને આર્ટેરિયલ અને કૈવિટી કહેવાય છે. આર્ટેરિયલ પ્રક્રિયામાં શરીરમાં લોહીની જગ્યાએ એમ્બામિંગ ફ્લુડ ભરવામાં આવે છે, જ્યારે કૈવિટી એમ્બામિંગમાં પેટ અને છાતીને ખોલીને એમાં એમ્બામિંગ સોલ્યુશન ભરવામાં આવે છે.

એમ્બામિંગ કરવાની રીત (Embalming method) :


એમ્બામિંગ કરવા માટે સૌથી પહેલા મૃત શરીરને ડિસઈન્ફેક્ટેન્ટ સોલ્યુશનથી ધોવામાં આવે છે અને શરીરને મસાજ પણ કરવામાં આવે છે. આ એટલા માટે જરૂરી છે, કારણ કે મૃત્યુ બાદ માંસપેશીઓ અને સાંધા ખૂબ જ કડક થઇ જાય છે. આ સિવાય શબની આંખ અને મોં બંધ કરી દેવામાં આવે છે. આર્ટેરિયલ એમ્બામિંગમાં નસોમાંથી લોહી કાઢી લેવામાં આવે છે અને એમ્બામિંગ ફ્લુડ ભરી દેવામાં આવે છે. એમ્બામિંગ સોલ્યુશનમાં ફોર્મલડિહાઇડ (formaldehyde), ગ્લુટરલ્ડેહાઇડ (glutaraldehyde), મેથેનોલ (methanol) , ઈથેનોલ, ફેનોલ, અને પાણી હોય છે.

કૈવિટી એમ્બામિંગ (Cavity Embalming) માં એક છિદ્ર કરીને છાતી અને પેટમાંથી ખોરાક અને અન્ય વસ્તું કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ એમ્બામિંગ સોલ્યુશન ભરીને એ છિદ્ર બંધ કરી દેવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!