અધધ 10 લાખ લોકો ચલાવી રહ્યા છે નકલી વોટ્સએપ. ચેક કરો, આ Whatsapp તમારા મોબાઈલમાં તો નથી ને??

ભલે લોકો સાઈબર સુરક્ષાનાં દાવા કરતા હોય પણ, ઈન્ટરનેટની દુનિયામાં કંઈપણ સુરક્ષિત નથી. સાયબર સુરક્ષાને મજબૂત કરનાર લોકોની સંખ્યા કરતા એમાં છેડ-છાડ કરી છીંડા કરવાવાળાની સંખ્યા વધી ગઈ છે. લગભગ એ જ કારણ છે કે, સાઈબરની દ્રષ્ટિથી સૌથી સુરક્ષિત ગણાતા ગૂગલને પણ સાઇબર ક્રાઈમ કરનારે ચેલેન્જ કરી છે. ખરેખર ! હમણાં જ આ વાતનો ખુલાસો થયો છે કે, ગુગલ પ્લે સ્ટોર પર વોટ્સએપની નકલી એપ્લિકેશન ઉપલબ્ધ છે. જેને અત્યાર સુધી 10 લાખ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.

ગુગલ પ્લે સ્ટોર પર છે નકલી (ફેક) WhatsApp


ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આ નકલી એપ્લિકેશનને અત્યાર સુધીમાં 10 લાખ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. રીપોર્ટ મુજબ ગૂગલ પ્લે સ્ટોર પર કેટલાક દિવસથી Update Whatsapp નામની એપ્લિકેશન દેખાય રહી છે જેને લોકો ડાઉનલોડ કરી રહ્યા છે. પણ, સૌથી ગંભીર બાબત તો એ છે કે, ગૂગલ પ્લે સ્ટોરમાં આ ફેક એપ્લિકેશન એ જ ડેવલપરનાં નામ પર રજિસ્ટર્ડ છે કે જેનાં પર ઓરીજીનલ વોટ્સએપ. એ જ કારણ છે કે, લોકો સમજી નથી શકતા કે કઈ એપ અસલી છે અને કઈ એપ નકલી?

આ કઈ રીતે સંભવ છે?


તમારા મનમાં પણ આ પ્રશ્ન થયો હશે કે, WhatsApp Inc ડેવલપરનાં નામથી જ આવડી મોટી એપ્લિકેશનની નકલી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં કઈ રીતે રાખી હશે ? હકીકતમાં એવું છે કે, હેકર્સે અહીંયા ઘણો દિમાગ ચલાવ્યો છે. જ્યાં ડેવલપરનાં નામની જગ્યાએ WhatsApp Inc દર્શાવવા માટે એક ટ્રીકનો ઉપયોગ કર્યો છે. કહેવાય છે કે, આમ કરવા માટે યુનિકોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ એપલની વેબસાઈટને કોઈએ યુનિકોડની મદદથી ખોલીને ઘણા લોકોને મુર્ખ બનાવ્યા હતા. ત્યારે કોઈએ એપલનું ઓરિજન ડોમેઈન નેમ apple.com ની જગ્યાએ યુનિકોડ ટ્રીકનો ઉપયોગ કરીને apple.com દેખાડ્યું હતું.

આ નકલી એપ્લિકેશનને કઈ રીતે ઓળખવી?

● સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાં જઈને એ ચેક કરો કે, તમે જે એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી છે એ એપ્લિકેશનની ડાઉનલોડ સંખ્યા 1 અરબ છે કે નહીં?

● એપ્લિકેશનની ડિટેઇલ્સમાં જઈને જુઓ કે, એમાં ડેવલપર વિશે નીચે મુજબ માહિતી છે કે નહીં?
Developer, Visit website, Email [email protected], Privacy Policy, 650 Castro Street, Suite 120-219, Mountain View, CA, USA, 94041
(અસલી એપમાં આ રીતે લખેલ હોવું જોઈએ)

જો આ રીતે ન હોય તો તમે નકલી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી છે. જેને તાત્કાલિક ડિલિટ કરો અને ઓરીજીનલ ડાઉનલોડ કરો. ગુગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે એ બાબતનું પણ ધ્યાન રાખો કે, એપ્લિકેશન કઈ-કઈ પરમિશન માંગે છે? એ એપ્લિકેશનનું ખરેખર કાર્ય શું છે? એપ્લિકેશનની સાઈઝ, રીવ્યુ રિપોર્ટ, ડાઉનલોડ સંખ્યા અને સૂચનો પણ જોવા જરૂરી છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!