જીન્સના પેન્ટમાં નાના ખિસ્સાથી લઈને ચેક રબ્બરના બે કલર પાછળનું કારણ વાંચી લો

આજકાલ નવી નવી વસ્તુ ઓ વિશે જાણવું એ વધારે રસપ્રદ લાગતું હોય છે.જો તમારે પણ જાણવું છે તો અમારો આ રિપોર્ટ છેલ્લે સુધી વાંચજો ખરેખર ખૂબ જ નવું નવું જાણવા મળશે :

૧. બે કલર વાળું ચેક રબર –

નાનપણ માં રબર બધા લોકો એ વાપર્યું હશે .સામાન્ય રીતે નાનપણ માં રબર નો ઉપયોગ આપણે પેન્સિલ સાથે કરતા પણ બે રંગ વાળું રબર જોઈને આપણને તો એમજ થતું કે એક બાજુ થી પેન્સિલ ભૂસવામાં ઉપયોગી અને બીજી બાજુ પેન ભૂસવામાં ઉપયોગી છે.પણ હકીકત માં એક બાજુ થી ઘાટી પેન્સિલ અને બીજી બાજુ આછી પેન્સિલ ને ભૂસવામાં ઉપયોગી છે.

૨.કોલરની નીચે લાગેલું બટન –

મોટાભાગે લોકો કોલર ને નીચેની બાજુ ઝુકાવી ને રાખે છે પણ તમને જણાવી દઈએ કે જે કોલર ની નીચે બટન આવેલું હોય છે તેનાથી પણ કોલર ને નીચેની બાજુ વાળી શકાય છે એટલું જ નહિ તેના થી કોલર ટાઈ જેવી લાગે છે.

૩.વિમાનની બારીમાં રહેલા નાના છિદ્રો –

વિમાન માં રહેલા છિદ્રો નાના ભલે હોય પણ તમારા મગજ ને પૂરેપૂરું ઘુમાવી ને રાખી દે છે. તમને જાણી ને નવાઈ લાગશે કે પ્લેન ની બારી માં જે કાચ આવેલા હોય છે તે પ્લાસ્ટિક ના હોય છે.જે હવા ના પ્રેશર ને સંતુલિત રાખે છે.

૪.બોલપેનના ઢાંકણામાં છિદ્ર –

પેન ના ઢાંકણા માં જે કાણું હોય છે તે જોઈ ને આપણ ને એવું લાગે છે એ લગભગ સીટી વગાડવા માટે હશે,પણ એવું હોતું નથી.આ છિદ્ર એટલા માટે બનાવવામાં આવે છે કે પેન માં પણ હવા અંદર બહાર આરામ થી જઈ શકે.જો એ કાણું ન હોય તો પેન ઝડપ થી ખરાબ થઈ જાય છે.

૫.ચાઉમિનના ચમચામાં છિદ્ર –

હકીકત માં પુરી અને શાક બનાવવાના ચમચા થી સાવ અલગ એક ચાઉમિન નો ચમચો હોય છે પરંતુ લોકો એને જોઈને એવુંજ વિચારે છે કે આનો ઉપયોગ ફક્ત તેલ દૂર કરવામાટે જ થાય છે પરંતુ હકીકત માં તેનો ઉપયોગ એટલા માટે થાય છેકે બધા લોકો ને સરખી માત્રા માં આપી શકીએ.

૬.લેપટોપના ચાર્જરમાં લાગેલું સિલેડ્રિકલ –

ખૂબસૂરતી ની દુનિયામાં લોકો બધી વસ્તુ ને ખુબસુરત નજરો થી જુએ છે. એવા માં લોકો ને એવું પણ લાગે છે કે લેપટોપ ના ચાર્જર માં લગાડેલું સિલેડ્રિકલ એ ચાર્જર ની ખૂબસૂરતી વધારવા માટે થાય છે પણ હકીકત માં એવું નથી તે એક મેગ્નેટિક બીડ હોય છે જેવી રીતે ઇન્ડક્ટર હોય છે અને તમને એ પણ જણાવી દઈએ કે તે એટલા માટે લગાવવા માં આવે છે કે તે હાઈ ફ્રિકવન્સી નોઈઝ ને તમારા લેપટોપ ની સર્કિટ માં મોકલે છે.

૭.જીન્સ પેન્ટનું નાનું ખિસ્સું –

?????????????????????????????????????????????????????????

જીન્સ ના પેન્ટ માં જે નાનું ખિસ્સું આપવામાં આવે છે તેનો ઉપયોગ તો સૌપ્રથમ સિક્કા રાખવા માટે થતો હતો.બાળકો એને ચોરખિસ્સું પણ કહે છે.પરંતુ ધીરે ધીરે એનું ચલણ પૂરું થઈ ગયું અને જે અત્યારે ફેશન માં બદલાઈ ગયું.જી હા હવે ખાસ કરી ને તેને ફેશન ની નજરો થી જોવા માં આવે છે.જોકે પહેલા તો એમાં સિક્કો રાખવા માં આવતો કે ક્યાંય પડી ન જાય પણ અત્યારે આ ફેશન માં બદલાઈ ગયું છે.

ગુજરાતના સૌથી લોકપ્રિય પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!